________________
શારદા રત્ન આ ગ્રેવીસીના ઓગણીસમા તીર્થકર ભગવાન મલ્લિનાથના સમયમાં એક શ્રાવક હતા. પરમ શ્રદ્ધાળુ અને નિર્મળ સમ્યફદર્શનવાળા, એમનું નામ હતું અન્નક અહંન્નક શ્રાવકના હૃદયમાં દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે અપાર, અખૂટ શ્રદ્ધા. આ શ્રદ્ધા નવતત્વની સાચી સમજમાંથી પ્રગટેલી હતી. નવ તત્વ કયા? તમને ખબર છે? તમારા નવ તો જુદા છે ને? તે ક્યા ? બતાવું તમને? “પહેલું તત્વ પૈસે, બીજું તત્વ બંગલો, ત્રીજું તત્ત્વ તિજોરી ! (હસાહસ) હવે આગળ તમે ગણવે. આ તો પાછળ પાગલ ને ! નવ તત્વોના નામ યાદ નથી ને ? આટલા દિવસથી અરે વર્ષોથી વ્યાખ્યાનમાં આવો છો, છતાં નવતત્ત્વના નામ નથી આવડતા ! સાંભળો. નવતત્ત્વના નામ. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) સંવર (૭) નિર્જરા (૮) બંધ (૯) મોક્ષતત્ત્વ. આ નવ તત્વનું જ્ઞાન જેને થાય તેનું સમ્યફદર્શન એવું નિર્મળ, સુદઢ અને ઉચ્ચ કેટિનું હોય કે દેવકના દેવ પણ તેને શ્રદ્ધાથી ભ્રષ્ટ ન કરી શકે. આવું સમ્યક્રર્શન અહંનક શ્રાવકમાં હતું.
“દેવ સભામાં પ્રશંસા :–એક વખત આ શ્રાવકના સમ્યગદર્શનની પ્રશંસા દેવલેકમાં ઈન્દ્ર મહારાજાએ કરી. આ સાંભળી મિથ્યાત્વી દેવને થયું કે એક મનુષ્યમાં આટલી શ્રદ્ધા ! દેવની સમક્ષ એક મનુષ્યની આટલી પ્રશંસા ! ઈન્દ્ર પણ કેવા છે કે બસ, પ્રશંસા કરવા બેડા એટલે પ્રશંસા કર્યા કરે પણ દેવો સામે મનુષ્યની પ્રશંસા ! દેવલોકના દેવ મનુષ્યને કેવી રીતે જુએ છે? દેવકની દષ્ટિએ મનુષ્યો ગંદકીમાં રખડતા ભૂંડ જેવા લાગે. મનુષ્ય લેકની ગંદકી એટલી ઉડે છે કે દેવકના દેવ અહીં આવવા રાજી ન હોય. મિથ્યાષ્ટિ દેવ અન્નક શ્રાવકની પ્રશંસા સહન કરી શકે નહિ. તે તે આ મૃત્યુલેકમાં. : “દેવે આપેલા પ્રલોભને” –અહંન્નક શ્રાવક વહેપાર અથે વહાણ લઈને સમુદ્ર માર્ગે મુસાફરી કરી રહ્યા હતા. પેલે દેવ અહંન્નક શ્રાવકના વહાણમાં આવ્યા. તે વખતે અહંનક પ્રભુના ધ્યાનમાં લીન હતા. પહેલા શ્રાવકો મુસાફરીએ જતા તે સાથે પથરણું, ગુચ્છો અને મુહપત્તિ લઈ જતા. અહંન્નક શ્રાવક સામાયિક લઈને બેઠા છે. તે તે પ્રભુ ભકિતમાં મસ્ત છે. દેવે કહ્યું અરે, આ તું શું કરે છે? આરાધના, ભકિત કરવી હોય તે મારી કર. શામાટે વીતરાગની આરાધના કરે છે ? તે કરવાથી તને શું મળવાનું છે? અહંન્નકે કહ્યું-તું મને શું આપશે? દેવે કહ્યું, તું ઈચ્છીશ તે ધનસંપત્તિ વગેરે આપીશ. અહંનકે કહ્યું-હું જે ઈચ્છું છું કે તું મને નહિ આપી શકે. દેવ કહે આપી શકીશ. મારે તે મોક્ષ જોઈએ છે મોક્ષ, તે તું મને આપી શકશે? ધન સંપત્તિની મને ઈચ્છા નથી. મારી પાસે જે ધન સંપત્તિ છે તે પણ હું છેડવાની ઈચ્છા રાખું છું. અહંનકની વાત આપને સમજાય છે ને? સમ્યફદષ્ટિ આત્મા “હેયના ત્યાગની ભાવનામાં રમેહેયને છોડવાની ઈચ્છા કરે. હવે વાત બરાબર સમજાઈને? તમારે નિર્ણય પણ તેમના જેવો થઈ ગયો ને? સમકિતી આત્મા સંસારને કયારે છોડું એવું જ વિચારતા હોય. દેવે કહ્યું-આટલું સુંદર શરીર છે, યુવાની છે, ધન