________________
४०४
શારદા રત્ન
અનુકંપાનું બીજું નામ દયા. જ્યારે જીવને સંસારના સુખોની ઈચ્છા ન રહી, પછી આત્મામાં ફરતા કે નિષ્ફરતા રહે કયાંથી ? કૂરતા જન્મે છે સંસારના સુખોની આકાંક્ષામાંથી. ઘરમાં કઈ પણ ઠેકાણે દર હોય તો સંભવ છે કે સાપ નીકળે, પણ જે દર ન હોય તે સાપ નીકળે ક્યાંથી? તે પ્રમાણે સંસારના સુખોની ઈચ્છા એ દર છે. જે દર છે તે સંભવ છે કે કરતા રૂપી સાપ નીકળે. માને કે તમને પૈસાને રાગ છે, તમે કેઈની પાસે પૈસા માંગે છે. પૈસા એટલે સંસારના સુખનું સાધન. તમારા સ્વાર્થ છે એટલે પૈસા માંગે છે છતાં સામી વ્યક્તિ નથી આપતી. તમારા પૈસા છે એટલે માંગવાને અધિકાર તમારો છે. સામી વ્યક્તિ ન આપે એટલે તેમાંથી જન્મે છે કૂરતા !
કોણિક શા માટે શ્રેણિક રાજા પ્રત્યે ક્રર બને? કણિકને રાજ્યનો લાભ હતા, સ્વાર્થે હતે. શ્રેણિક રાજ્ય આપતા નથી, આથી કણિકના હૃદયમાં ક્રૂરતા પ્રગટી. શ્રેણિકને જેલમાં નાંખ્યા એટલું જ નહિ પણ જેલમાં શું કર્યું? શ્રેણિકના ઉઘાડા શરીરે કેરડાના માર મરાવ્યા શ્રેણિક રાજા ભગવાન મહાવીર સ્વામીના અનન્ય પરમ ભક્ત હતા. ભગવાનને પિતાના હૃદયમાં બેસાડયા હતા. ભગવાનના શાસનને પણ હૃદયમાં બેસાડ્યું હતું. તેમને આવું અસહ્ય દુઃખ આવ્યું શાથી? જે શ્રેણિક સમજી ગયા હોત ને કેણિકને રાજ્ય આપી દીધું હોત, તે આ પરિસ્થિતિ સર્જાણી ન હોત, પણ રાજ્ય સુખના રાગે રાજ્ય
છોડવા ન દીધું, પરિણામે કણિકના હૃધ્યમાં ક્રૂરતા આવી. જ્યાં સંસારના સુખને તીવ્ર + રોગ હોય ત્યાં ક્રૂરતા આવ્યા વિના રહે કયાંથી? સમકિતદષ્ટિ આત્મા સંસારના સ્વરૂપને - સમજતા હોય છે. તે દુઃખ આવે તે માને છે કે આ મારા કર્મોનું ફળ છે, તેથી શ્રેણિક
રાજા આવું ભયંકર દુ:ખ પણ સમતાભાવથી સહન કરી શક્યા. તેમણે એ વિચાર કર્યો કે મેં રાજગાદી ન છોડી, પુત્રને રાજગાદી ન આપી તે રાજ્યના રાગમાંથી ક્રૂરતા પેદા થઈ ને? જે કર્યું તેની સજા મારે ભેગવવી જોઈએ. સમકિતી આત્મા સ્વષ જુએ પણ બીજાના દેષ ન જુએ.
શ્રેણિક રાજાને કેણિક પ્રત્યે ક્રૂરતા ન આવી, દ્વેષ ન આવ્યો, પણ દયા ભાવ આવ્યા. અનુકંપા એટલે દુખી જીવો પ્રત્યે દયા. બીજાનું દુઃખ જોઈને આત્મા કંપી ઉઠે. અનુકંપાથી ભરેલા આત્મામાં સમતા ભાવ પ્રગટે છે. શ્રેણિક રાજાને આવો સમતાભાવ આવ્યો કયાંથી? તમને વિચાર આવે છે? રોજ ૫૦૦ ચાબૂકના માર મરાવનાર પ્રત્યે પણ સમભાવ. આ પાવર કયાંથી આવ્યો ? આપને ખબર છે? શ્રેણિક રાજાએ ભગવાન મહાવીર પાસેથી સાચી સમજ-સમ્યકજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે અપરાધી પ્રત્યે પણ કરૂણા રાખે. શ્રેણિક રાજાએ એ જ વિચાર્યું કે તીર્થંકર પ્રભુ પણ સંસારની ગતિને ન રોકી શક્યા તે પછી હું કોણ? “I am nothing” મારું શું વ્યક્તિત્વ છે? હું કાંઈ નથી, અપરાધી જીવો પ્રત્યે પણ રોષ નહિ, ક્રોધ નહિ, અણગમે નહિ પણ ઉપશમ–પ્રશમભાવ. પ્રશમભાવ એ સમતિ દષ્ટિ આત્માનું લક્ષણ છે. એક કવિએ કહ્યું છે કે –