________________
શારદા રત્ન
માટેના ઉત્સાહની પ્રેરક હોય છે. આ મંગલ દિવસમાં સમ્યજ્ઞાન તથા સભ્યચારિત્રની આરાધના દ્વારા આત્મા પોતાના પાપ મેલને ધોઈ જીવનને નિર્મળ, નિષ્પાપ તથા ઉર્ધ્વગામી બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આ પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ શિરોમણું પર્વ છે. પર્વોને મુકુટમણિ છે. બાર બાર મહિનાથી સંસારમાં વિષય, કષાય, પ્રમાદ, મેહ આદિ પાપને ભાર આત્મા પર પડતે રહ્યા છે. આ ભારથી આત્માને મુક્ત કરવામાં પર્યુષણ પર્વની આરાધના સહાયક બને છે. પર્વાધિરાજની આરાધના એ પવિત્રતા, શીતળતા તથા શુદ્ધિ માટેનું ગંગાસ્થાન છે. બાર બાર મહિનાના સઘળા પાપથી અથવા વેર-વિષ કે રાગ રીસના કાદવથી જે આત્મા ખરડાયેલ હોય તેમાંથી શુદ્ધ થવા પર્વાધિરાજની આરાધના અતિશય ઉપકારક છે.
ક્ષમાપના એ પર્વાધિરાજ પર્વને પ્રાણ છે. જેની જેની સાથે બાર બાર મહિનામાં વાર્થ કે રાગ-દ્વેષના યેગે બોલવા ચાલવામાં, લેવા મૂકવાના વ્યવહારમાં વેરભાવ બંધાઈ ગયા હોય તેમની સાથે હૃદયની સરળતાપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવે બનાવવો જોઈએ. ક્ષમા માંગનાર મહાન છે અને અંતરના આમળાઓને દૂર કરી ક્ષમા આપનાર પણ મહાન છે. ક્ષમા દ્વારા તે બંને આ રીતે સંસાર સાગરને સહેલાઈથી તરફ જવા સમર્થ બને છે. જીવનની ક્ષણભંગુરતા, સંપત્તિની ચંચળતા તથા સંસાર સંબંધની અસારતાનું જેને સતત ભાન છે એ જાગૃત આત્મા પર્વાધિરાજની આરાધના માટે જીવનમાં દરેક પ્રકારની તૈયારીઓ કરી રાખે છે. બાર માસની પુણ્ય-પાપ પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢી માનવજીવનને ઉજજવળ બનાવનાર આરાધક ભાવ જેના હૈયામાં વર્ષ દરમ્યાન સતતપણે જીવંત રહ્યો છે એ આરાધક આત્મા પર્વાધિરાજને સન્માનવા સદા ઉત્સુક રહે છે. પર્વાધિરાજનો ચિતન્ય સંદેશ જીવનમાં ઉતારવા તે હંમેશા તૈયાર રહે છે. આ પર્યુષણ પર્વનો માંગલિક અવસર જીવનમાં દિવ્ય ચૈતન્યની પ્રેરણા આપી માનવ જીવનને સફળ બનાવી જાય છે, માટે હે પુણ્યશાળી વીર! જાગો ! મહાપર્વની આરાધના માટે જીવનને તૈયાર કરો. આરાધક ભાવના અખંડ અક્ષતેથી વધાવીને પર્વાધિરાજનું સ્વાગત કરે.
આ મંગલકારી દિવસમાં સંસારના જડ પદાર્થો, ભૌતિક સુખ તથા પાંચે ઈન્દ્રિયોના વિષય તરફથી મન વૈરાગ્યમય બનશે. જેમ જેમ શરણાગતિને ભાવ વધતું જશે તેમ તેમ સંસાર તરફ વૈરાગ્ય વધુ ને વધુ દઢ બનતે જશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય આવશે તે મેક્ષના સુખની અભિલાષા જાગૃત થશે. એક સુખ પસંદ ન આવે તે બીજું સુખ પસંદ પડે. એક કાપડ પસંદ ન આવે તો બીજું કાપડ પસંદ આવે ને ? એક મકાન ન ગમે તે બીજું મકાન ગમે ને ? મકાન મળે કે ન મળે પણ ગમે જરૂર. સંસાર અસાર છે, એ વાત સમજાય તે મેક્ષ સરસ અને સારભૂત છે એમ લાગે. ક્ષણિક અશાશ્વત સુખ પ્રત્યે વૈરાગ્ય આવે તે શાશ્વત મોક્ષના સુખ પ્રત્યે રાગ જાગે. સંસાર સુખમાં અનાસક્ત બને, તે મેક્ષના સુખમાં આસક્તિ જાગે, આત્મામાં સમ્યક્દર્શનને ગુણ પ્રગટે, એટલે શ્રદ્ધા, વૈરાગ્ય અને સંવેગ પ્રગટ થાય, સાથે અનુકંપાને ભાવ પણ વૃદ્ધિ પામે .