________________
શારદા રત્ન
૪૦૧ અમને પૂછવું નથી કે અમારી સંભાળ લીધી નથી. હવે આપને એટલું જ કહું છું કે વિનુના ઉગતા જીવનને આથમવા ન દેશે. મારા લાડીલ ભાઈને ખૂબ સાચવજો, તેને દુઃખ પડવા દેશે નહિ.” બાપના મનમાં થયું કે મારી દીકરી આ શું બેલે છે? શું તે અહીંથી જવાની તૈયારીમાં છે? છેલ્લે “ભાઈને સાચવજે, સાચવજો” કહેતા બહેનનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. અભિલાષા ભરી ઉગતી કળી ભરયુવાનીમાં ચીમળાઈ ગઈ. પોતે નવી માના રાજ્યમાં કચડાઈ જઈને વિનુને જીવવા માટેની ફેરમ પાછળ મૂકતી ગઈ. માનવીની આશા માનવને કયારે દગો આપે છે એ કેણ કહી શકે ! વિધિ પણ કેટલી નિષ્ફર! એનાથી આ ભાઈ બહેનનું એકબીજા ઉપર અવલંબી રહેલું જીવન પણ ન જોઈ શકાયું.
બહેનના મૃત્યુથી વિનુને કેવો આઘાત લાગ્યો હશે એ તે કલ્પના કરવી મુશ્કેલ છે. વિન માટે તે આ બહેન પિતાનું સર્વસ્વ હતી. જે એને આશ્વાસનના બે મીઠા શબ્દ કહેનાર કેઈ ન હોત તે એ જરૂર પાગલ બની ગયે હેત પિતાને પણ ખૂબ આઘાત લાગ્યો. પોતાની ભૂલ સમજાતા પસ્તાવાને પાર ન રહ્યો. બિચારીએ ઘણું સહન કર્યું, હું પણ આંધળો બની ગયો ! મેં એ સંતાનની કઈ દિવસ સંભાળ ન લીધીઃ કે નવી માતાના નિષ્ફર હૃદયને તો આ આઘાતની કંઈ અસર ન થઈ. શમશાનમાં પડેલી વિદીની રાખને ભીંજવવા માટેના બે આંસુ પણ એની આંખમાં ન હતા. વિનુ છેવટે પોતાની કર્મના દેષ માની સાંત્વન મેળવે છે. મારા કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે તે મારે ભોગવવાના છે એમ માનીને જીવન વિતાવે છે.
પર્યુષણ પર્વ આપણને એ જ સંદેશ આપે છે કે કર્મોને દૂર કરવા માટે આપ દાન–શીયળ–તપ ભાવની આરાધના કરે. આ ચાર બેલની આરાધના કરવાથી જીવ પિતાના પૂર્વકૃત કર્મોને ખપાવે છે. આપ બધા હવે આજથી અઠ્ઠાઇ તપની આરાધનામાં જોડાઈ જાવ, વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન ન. ૪૪ શ્રાવણ વદ ૧૪ ને શુક્રવાર
તા. ૨૮-૮-૮૧ મોક્ષમાં કેણ લઈ જાય? સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! આજે પર્વાધિરાજને બીજે દિવસ તે આવી ગયો. પર્વાધિરાજ પાપીના પાપને પ્રલય કરે છે, દુખીના દુઃખને વિધ્વંસ કરે છે. પામરને પરમ બનાવવાની તાકાત ધરાવે છે. પરમની ઓળખ અને ખી રીતે કરાવી પુણ્યના ધોધ વહેતા કરે છે. મોહ રૂપી લૂંટાર ઘણો બળવાન છે. એની માયાજાળ ઘેરી અને વિસ્તૃત છે. પાટા વગર આંખે પાટા બાંધી દેવાની જાદુઈ કળા એણે સિદ્ધ કરેલી છે. પાસેની પવિત્ર વસ્તુ પણ એને નજરે ન પડવા દે. બેટા તર્ક, બેટી યુક્તિ કરાવે, ધાંધલધમાલમાં રોકી દે, પિતાના આત્માના અસ્તિત્વને ભૂલાવી દે અને સ્વરૂપનું ભાન તો થવા