________________
શારદા રત્ન
૩૯૯ પિતા બેઠા હતા ત્યારે વિનોદી પિતા પાસે જઈને કહે છે, બાપુજી! મને ન ભણાવી તે ભલે પણ હવે વિનુને તે નિશાળે મૂકે. નહિતર એનું ભવિષ્ય કેવું થશે ? એની ઉંમરના છોકરાઓ બબ્બે ચોપડી ભણી ગયા ને ત્રીજા ધોરણમાં આવ્યા. કોણ જાણે મા ક્યાંથી આ વાત સાંભળી ગઈ! એટલે આવીને તરત ભભૂકી ઉઠી, ભણવાના તે એકે લક્ષણ નથી. એને કંઈ આવડતું નથી. સાવ ડોબા જેવો છે. એને ભણાવીને શું કરવું છે? પિતાએ પણ આ વાત ઉપર ધ્યાન આપ્યું નહિ. શેઠના મિત્રને આ વાતની ખબર પડી કે શેઠે હજુ વિનુને ભણવા મૂક્યો નથી, એટલે ઘેર બોલાવીને કહે છે શેઠ! વિનુને હજુ ભણવા નથી મૂક્યો ? તેની મા મરી ગઈ ત્યારે તેની ઓ દશા થઈ ને ? તમારી પત્ની ગુજરી ગઈ પછી દીકરા દુઃખી થાય તેથી તમે લગ્ન કરવાની ના પાડતા હતા. બધાએ પરાણે લગ્ન કરાવ્યા ત્યારે તમે છોકરાઓની આ દશા કરી? વિનદીને તે કામના પાપે ન ભણવી ને હજુ વિનુને પણ ભણવો નથી. તેનું શું થશે ભવિષ્યમાં? મિત્રે ખૂબ ઠપકો આપ્યો. શેઠના ગળે વાત ઉતરી ને વિનુને સ્કુલમાં બેસાડવાનું નકકી કર્યું. - બહેનના મનમાં થયું કે, અહો આજે મારી માતા હેત તો એને કેટલો આનંદ! થાત! નાના બાળકોને પતાસા વહેચીને રાજી કર્યા હોત. સગા સંબંધીઓમાં ગોળધાણા વહેચ્યા હતા અને વિનુને કંસાર જમાડી નવા કપડા પહેરાવી પોતે જાતે નિશાળે મૂકવા ગઈ હોત. એમાંની એક વસ્તુ કરવાની સ્વતંત્રતા વિનોદીને નવી માના રાજ્યમાં ક્યાંથી હોય? વિનુ સ્કુલે જતા પહેલા માના ચરણે પડી આશીર્વાદ લેવા ગયા ત્યારે માએ કહ્યું, કક્કો ય આવડે એમ નથી, ઉલટાનું વધારે તોફાત મસ્તી અને ભમરડા ફેરવવાનું શીખી લાવીશ. તારા પિતાએ ભણાવવાની હઠ લીધી છે તો હવે પૂરી કર. આ શબ્દ સાંભળતા બહેનની આંખમાંથી દડદડ આંસુ પડયા. આ તે આશીર્વાદ કે શ્રાપ? છેવટે બહેનને પગે લાગી બહેનના આશીર્વાદ લઈ વિનુ સ્કૂલે ભણવા ગયો. બહેન ભાઈને કહેતી વીરા! આજે દુનિયામાં આપણું કઈ નથી. નીચે ધરતી અને ઉપર આભ છે. આ મા-બાપ પણ આપણા નથી. જેની મા ચાલી જાય છે એને દિશાના વાયરા વાય છે.
આ બાલ્યવયમાં કોઈના માતાપિતા મરશો નહિ, જેની ગઈ જન્મદાતા, એ બાપ પણ પિતાના થાતા નથી,
નવી માના પ્રેમમાં, બાપ સંતાનોને વીસરે. બહેન ભાઈને કહેતી ! તું ખૂબ સારું ભણજે અને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થજે. જે તું બરાબર નહિ ભણે તારું ભણવાનું બંધ થઈ જશે. બહેન ! તું ચિંતા ન કરીશ. હું ભણીને ડોકટર થઈશ. ખરેખર વિનુ એ જ રીતે ભણે છે. ભણવામાં તેમજ રમતગમતમાં કાયમ પહેલો નંબર વિનુને આવતે, તેથી તેને સ્કોલરશીપ મળતી. એ સ્કોલરશીપમાં પોતાના ભણતરને ખર્ચો ઉપાડી લેતે, એટલે હવે કોઈ એને ભણતા અટ્કાવી શકે તેમ ન હતું. જોતજોતામાં તો એ મેટ્રીક પાસ થઈ ગયો, ત્યારે એને પણ