________________
શારદા રત્ન
૩૭. વરસાદ વરસે ઘણું, અષાડ જેવા નોય,
સગા જગતમાં સેંકડે, જનની તુલ્ય ન કેય. માતાની મીઠી ભલામણુ” :-વરસાદ ઘણાં વરસે છે પણ અષાડ માસનાં વરસાદની સમાન નહિ; તેમ જગતમાં સગા તે સેંકડે હોય પણ માતા તુલ્ય કેઈ નહિ. આ માતાને પિતાના બાળકોની ચિંતા થાય છે તેથી રડે છે. છેવટે બંનેને પાસે બોલાવીને કહે છે બેટા ! હવે હું ભગવાનને ઘેર જાઉં છું. આપણું પર્યુષણ પર્વ શરૂ થયા છે. આઠ દિવસ લીલેરી શાક નહિ ખાવાનું, રાત્રી ભોજન નહિ કરવાનું. તારે ભાઈ માને છે તેને તું સમજાવીને રાખજે. હું જાઉં છું. આટલું બોલતાં તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ત્યાં તેને પતિ આવી ચઢ્યા. પૂછે છે કેમ રડે છે? નાથ ! હવે હું આ ફાની દુનિયા છોડી સ્વધામમાં જાઉં છું. મને તે ત્યાં અહીં કરતા સવાયું સુખ મળશે, પણ... આપ મારા આ બંને કુલને સાચવજે, તેમને પ્રેમ આપજે. કરમાવા દેશો નહિ. મારા મરણ પછી આપ નવી પત્ની લાવશે. આપ તેને જરૂર સુખ આપજે પણ, તેને સુખ આપવામાં મારા બાળકો દુખી ન થાય તે ધ્યાન રાખજો. એટલું બેલતાં માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ. વિનુ માતા પાસે જઈને કહે છે મમ્મી! તું હવે કેમ બોલતી નથી? મારા સામું તે જે. શું તું મારાથી રિસાઈ ગઈ છે? બિચારા બાળકને શી ખબર પડે કે મારી માતા મરી ગઈ છે. બંને બાલુડા ખૂબ રડે છે. માતાની બધી ક્રિયા પતાવી. પતિને ખૂબ આઘાત છે. તે રડે છે, બાળકો રડે છે. પિતા બાળકોને ખૂબ સાચવે છે. બધા લકે કહે છે કે શેઠ તે કાલે બીજી લાવશે પણ આ બિચારા કુલ જેવા બાળકોનું શું? બિચારા નમાયા થઈ ગયા. હવે ચીમળાઈ ન જાય તે સારું !
નવી માતાએ વર્તાવેલ જુલમત્રાસ” સગા સ્નેહીઓએ મા વિહોણું બાળક ઉપર જેટલા પ્રેમ, દયા, સહાનુભૂતિ વરસાવાય તેટલા વરસાવ્યા પણ એ કેટલા દિવસ સુધી? શેઠને ઘણું કહેવા લાગ્યા કે બાળકો નાના છે, આપ બીજીવાર લગ્ન કરે, ત્યારે શેઠ કહેતા કે મારે લગ્ન કરવા નથી. હું લગ્ન કરું તે મારા બાળકો દુઃખી થાય. શેઠ સુખી છે એટલે ઘણી કન્યાઓના કહેણ આવવા લાગ્યા. છેવટે બધાના ખૂબ કહેવાથી શેઠે એક કન્યા સાથે લગ્ન કર્યા. નવી મા ઘરમાં આવી. શેઠે નવી પત્નીને કહી દીધું કે મારા ફુલ જેવા આ બે બાળકો છે, તેમને તું ખૂબ પ્રેમ આપજે. તેમને કરમાવા દઈશ. નહિ કે તેમને દુઃખ આપીશ નહિ. ગમે તેટલું નુકશાન થાય તે ભલે પણ મારા બાળકો દુઃખી થવા ન જોઈએ. નવી માએ છ મહિના તે સારી રીતે સાચવ્યા. સગી માને ભૂલાવી દે એવો પ્રેમ આપ્યો. બધા કહેવા લાગ્યા કે નવી મા લાગે છે તે સારી, પણ છ મહિના ગયા ને તેનું વર્તન બદલાઈ ગયું. આ છોકરાઓ તેને પરાયા લાગવા માંડ્યા. પ્રેમનું સ્થાન છેષે લઈ લીધું. જે માતાથી જરા વિરુદ્ધ થાય તે છોકરાઓને માર પડ્યો સમજે. વિનુના માથામાં તે કેટલીય ટપલીઓ પડતી, જાણે કે તેનું માથું ટપલી,ફ ન હોય. ઘણીવાર વિનુને માર પડવાની તૈયારી હોય ત્યારે વિદી તેને