________________
૪૦૦ .
શારદા રત્ન થયું કે હવે બેન માટે સુખના દિવસે નજીક છે. વિનોદીને ભણવા ન મળ્યું એનું દુઃખ એને ખૂબ સતાવી જતું પણ એથી વિશેષ તે બહેન આ દિવસ ઘરને ઢસરડો કરતી તેનું દુઃખ થતું અને કંઈક વાર તે બહેનની સાથે કામ કરવા પણ લાગી જાય ત્યારે બહેન એને હાથ પકડીને કહેતી ભાઈ! આ તને નથી શોભતું. કંઈક વાર તે મજાકમાં કહેતી, તને મારી બહુ દયા આવતી હોય તે હવે પગભર થઈને મજાની સરસ ભાભી લઈ આવજે. પછી તે આપણે જુદા રહીશું. આ રીતે ભાઈ બહેને ભવિષ્યની છાની કલ્પનાની ઈમારતે ચણ લીધી.
માંદગીના બિછાને પડેલી બહેનઃ-માનવી ધારે છે કંઈને બને છે કંઈ. ભાઈ બહેનની આ વાતને ત્રણ ચાર દિવસ થયા હશે ત્યાં વિનેદી ભયંકર માંદગીમાં સપડાઈ ગઈ. ડોકટરી સારવાર કરવા છતાં કાંઈ સુધારે દેખાતું નથી. તેનું લેહી ઉડી ગયેલું મુખ જાણે કહી રહ્યું હતું કે હવે ફેગટ ફાંફા ન મારશે. એને પિતાને કાળ વધુ નજીક આવ્યો હોય એમ લાગતું હતું. મૃત્યુને ભેટવાને એ શા માટે ઉતાવળી બની હશે? આટલા વર્ષો સુધી ઘરમાં કરેલા કામકાજને થાક ઉતારવા એને હમેશને માટે પોઢી જવું હશે કે પછી પોતાની માતાની ગેરહાજરીમાં પોતે અને વિનુએ કેટલું સહન કર્યું તે કહેવા જાતે તેની મા પાસે જવું હશે કે હવે એને વિનુની બહુ ચિંતા ન હતી. Jી એનું કરી લેશે એવી ખાત્રી થઈ હશે કે પછી નવી માની દુઃખની જાળમાંથી છૂટી જવું હશે ? વિનુ બહેનની પથારી પાસે જઈને બેસે છે ને કહે છે બહેન ! તને શું થયું છે? તારા વગર મારું શું થશે? હું તારા વગર કેવી રીતે રહી શકીશ? તે મારા માટે ઘણું વેઠયું છે. તે એકવાર તે મારી સાથે બોલ. આટલું બોલતાં ભાઈ ધ્રુસ્કે રડવા લાગ્યો. અત્યારે તે આ સંસારમાં તેને માટે માતા-પિતા ગણે કે બહેન ગણે, જે ગણે તે આ બહેન હતી એટલે બહેનની માંદગી જોઈ ને ખૂબ રડે છે. ત્યાં તેના બાપુજી આવી ગયા. બેટા ! કેમ રડે છે? વિનદીના પલંગ પાસે બેઠા. બેટા ? તને શું થયું છે ? જન્મદાતા ચાલ્યા ગયા પછી બાપે કઈ દિવસ બેટા કહ્યું નથી. આજે કેટલાય વર્ષે બેટા શબ્દ સાંભળે.
“વિનોદીના અંતિમ ઉદ્દગાર–વિનોદીની પાસે તેની નવી મા, સ્વજને બધા ઉભા હતા પણ તેની આંખ પિતા તરફ હતી. એક વાર પિતા તરફ જોયું ને આંખો બંધ કરી દીધી, પણ જાણે પિતાને કંઈ કહેવાનું બાકી હોય તેમ ફરીવાર આંખ ખોલી ! કેટલીય વાર તેમના સામું જોઈ રહી. પિતા ગભરાયા. વિનોદી આજે આ પ્રમાણે કેમ કરે છે? કેમ કંઈ બોલતી નથી? કંઈ પીતી નથી. એને શું થતું હશે? એમણે વિનદીના માથે હાથ ફેરવ્યો ને પૂછવું–બેટા ! શું થાય છે? પણ એની પાસે તે કંઈ જવાબ ન હતો. એણે ત્રીજી વાર આ ખેલી. એ દૃષ્ટિમાં એ કંઈક કહેવા માંગતી હતી. છેલ્લે એટલું બેલી, બાપુજી, આજ સુધી અમે ભાઈ બહેને ઘણું દુઃખ વેઠવું છે. દુઃખ પડવામાં બાકી રહ્યું નથી, છતાં અમે આપને એક શબ્દ પણ કહ્યો નથી કે કઈ દિવસ આપે