________________
૨૯૮
શારદા રત્ન માથા પર પિતાના હાથ ઢાંકી દેતી, ત્યારે બેનને સોળ ઉઠે એવો મેથીપાક મળતે. ભાઈ બેનને તે ખૂબ દુખ પડવા લાગ્યા. ભાઈ બેન પાસે રડે ને બેન ભાઈ પાસે રડે. ઘણી વાર તે બાળકની આંખો રડીને લાલ થઈ ગઈ હોય, છતાં પિતા કેઈ દિવસ પૂછતા નથી કે બેટા ! તને શું થયું છે? તમને શું દુઃખ છે ?
ભાઈના બદલે માર ખાતી બહેન”: નવી માતામાં પરાયાપણું જલદી આવી જાય છે અને એને ચેપ ધીરે ધીરે પતિને પણ લાગતું જાય છે, તેથી એ પણ જાણે સગા બાળક માટે પારકે થતો જતો હોય છે. સમય જતાં પિતાના સંતાનમાં દોષ દેખાય છે, નવી આવનારીના સંતાને વધુ વહાલા લાગે છે. શું નવી માની સાથે પિતા પણ ન બની જતું હશે ? વિનોદીની મોટી હતી, એટલે વધુ સમજુ હતી. ઘણીવાર વિનુને વાંક હોય છતાં જુઠું બોલીને પોતાને ગુનો કબૂલ કરી ભાઈને મારમાંથી બચાવી લેતી. તેના બદલામાં પોતે બધે માર સહન કરતી. બંને ભાઈબહેન એકબીજાને કામમાં સહાયક થતા. એક દિવસ બહેન અંદરને રૂમ સાફ કરતી હતી. વિનુ કહે–બેન, તે કચરા પિતા કર, હું સેફ ટેબલ સાફ કરું છું. દિલમાં ભય હોય ત્યારે ન કરવું હોય તે કંઈક નુકશાન થઈ જાય. વિનુ ટેબલ સાફ કરે છે. તેના પર કાચની કુલદાની હતી. ભયના કારણે કુલદાની હાથમાંથી છટકી ગઈ ને ફૂટી ગઈ. વિનુ તે ખૂબ રડવા લાગે આ મા મને શું કરશે? બેન કહે–ભાઈ! રડીશ નહિ. તું કહેજે કે વિનોદીએ ફાડી નાંખી છે. કુલદાની પડી એટલે અવાજ સાંભળતા મા આવી પહોંચી. લાલચોળ આંખો કરીને પૂછે છે, આ કોના પરાક્રમ છે? વિનોદીની કહે બા ! મારાથી સાફ કરતા હાથમાંથી છટકી ગઈ ને ફૂટી ગઈ. માતાએ તે આ દીકરીને વેલણના પ્રહાર કરવામાં બાકી ન રાખ્યું. એટલે ઢોર માર માર્યો કે સોળ ઉઠી આવ્યા. કોને કહે આ દુખ ! બાપ પણ પિતાને નથી. | વિનોદીને શ્રદ્ધા હતી કે વિનુ મટે થશે ત્યારે તેને સુખનો દિવસ આવશે, પણ અત્યારે તો માત્ર આ કલ્પના હતી ! ભાઈ બહેનની મમતા માટે આ પૃથ્વીને પટ ટ્રેક છે. એક જ વૃક્ષના બંને ફળે ! જગતમાં નિઃસ્વાર્થ પ્રેમની એક અજોડ જેડી! ગરીબ હોય કે તવંગર હોય, દરેક બહેનને પોતાના ભાઈ માટે અખૂટ પ્રેમ હોય છે. બહેનને ઠોકર વાગે તે કહેશે ખમ્મા મારા વીરને! બહેન દૂર હોય કે નજીક હોય પણ પિતાના ભાઈની સ્મૃતિ હંમેશને માટે હૃદયમાં કેતરી રાખે છે. ભાઈને પણ બહેન માટે એટલી મમતા હોય છે. એને દુઃખમાંથી ઉગારી લેવા એ સદાય તૈયાર હોય છે. “ ભાઈને ભણાવવા માટે બહેનની તમના”: નવી માતાના રાજ્યમાં વિનદીને તે ભણવાનું મળ્યું નથી. બિચારી ભણે ક્યાંથી? આખો દિવસ કામ, કામ ને કામ, છતાં એની કદર કેણ કરે? એને ઘણીવાર મનમાં થતું કે મારી બા હેત તો મને ભણાવ્યા વગર ન રહેત. ખેર, મને ન ભણાવી તે કાંઈ નહિ પણ હવે વિનુ આઠ વર્ષ થવા આવ્યો છે, અને તે ભણાવો જોઈએ. એક વાર તેની માતા સૂતી હતી ને