________________
૩૭૦
શારા રત્ન પણ સાથે એ વાત કરી છે કે આ સંસાર છોડવા જેવો છે. કર્મોના બંધન તેડવા માટે ચારિત્ર ધર્મ સ્વીકારવો પડશે. માત્ર વાતે કરવાથી મોક્ષ નહિ મળે. આપણે પેલા જીવરાજ શેઠની વાત ચાલે છે તે યાદ છે ને! - જીવરાજ શેઠની ભક્તિથી પ્રસન્ન થઈને નારદજી ભગવાનનું વિમાન લઈને તેમને વૈકુંઠમાં તેડવા માટે આવ્યા. શેઠે નારદજીનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું. ચાલે, શેઠ! તૈયાર થઈ જાવ કુંઠમાં જવા માટે. ભગવાન સાથે ઝઘડો કરીને તમારા માટે વૈકુંઠમાં એક ઓરડે બુકીંગ કરાવ્યો છે, અને તમને લેવા માટે ભગવાનનું પિતાનું વિમાન લઈને આવ્યો છું, તે ચાલે. જીવરાજે કહ્યું, મહર્ષિ ! આપ કેટલા બધા કરૂણાવત છે ! મારા જેવા અભાગી માટે આપે કેટલી તકલીફ લીધી ! આપ દયાળુ છે. પરહિતકારી છે. આપને ઉપકાર હું ક્યારે ય નહિ ભૂલું. શેઠે ગદગદ કંઠે નારદજીની પ્રશંસા કરી અને તેમને પ્રણામ કર્યા. નારદજી કહે શેઠ ! મારો ઉપકાર પછી, હવે તમે મારી સાથે જલ્દી ચાલે. ભગવાન આપણી રાહ જોતા હશે. શેઠ કહે, વૈકુંઠમાં જવાની મારી તીવ્ર ઈચ્છા છે. સંસારમાં મને હવે કઈ રસ નથી. કેઈ પ્રત્યે રાગ નથી. આસક્તિ નથી. ખરેખર ! હવે તે મને વૈકુંઠના સ્વપ્ન આવી રહ્યા છે. નારદજીએ કહ્યું,જીવરાજ ! તમે ભગવાનના ખરા ભક્ત છે. તમારી ભક્તિથી પ્રભાવિત થઈને હું મને જાતે લેવા આવ્યો છું. તે ચાલે હવે આપણે જઈએ.
મહાત્મા ! જ્યારે આપ પહેલાં પધાર્યા અને મને વૈકુંઠમાં લઈ જવાની વાત કરી ત્યારે મને ખૂબ આનંદ થયે હતું. ઘેર જઈને મેં તરત છોકરાની માને કહ્યું હતું કે “હવે હું સંસારમાં નહિ રહું. મારે હવે વૈકુંઠમાં જવું છે. નારદજી મને લેવા આવવાના છે. મારી વાત સાંભળીને છોકરાની મા રડી પડી. રડતા રડતા તેણે કહ્યું. તમારે વૈકુંઠમાં જવું હોય તો ભલે જાવ, પણ જતા પહેલાં છોકરાના લગ્ન કરાવીને જાવ. હું તમને વૈકુંઠમાં જતા નહિ રે. હવે તમારી વૃદ્ધાવસ્થા છે ત્યારે તમને વૈકુંઠ જતાં હું કેવી રીતે રોકુ? પણ છેકરાના લગ્ન કરાવીને જાવ. હવે તે લગ્ન નજીક છે, માટે લગ્ન પતાવીને ભલે તમે સુખેથી વૈકુંઠ પધારજો. શેઠ! પછી તમે શું કહ્યું? મેં કહ્યું કે છોકરાને લગ્ન કરવા હશે તે એ કરશે. હવે મારું મન ક્ષણ વાર પણ સંસારમાં નથી લાગતું. મારી વાત સાંભળી છોકરાની મા ગુસ્સે થઈ ગઈ. આપને શું કહું ! પ્રભુ! આપને પણ ગાળો દીધી ત્યારે મારાથી ન રહેવાયું. મેં કહ્યું બસ. તું નારદજીને ગાળે ન દે. હું છોકરાના લગ્ન પતાવીને પછી જઈશ. મેં આમ કહ્યું ત્યારે તે શાંત થઈ. ભગવાન! તમારી નિંદા મારાથી કેવી રીતે સહન થાય! હુ તો હમણાં જ તમારી સાથે આવવા તૈયાર છું, પણ લકે તમને ગાળ દે, તમારી નિંદા કરે, એટલે હું શું કરું? નારદજી કહે શેઠઃ તમારે કરવું છે? પ્રભુ! આપ એક મહિના પછી પધારજો. ત્યારે હું આપની સાથે જરૂર આવીશ. મને તે સંસાર ખારો ઝેર જેવો લાગે છે. ભલે, તે હું જાઉં છું. એમ કહીને નારદજી ત્યાંથી રવાના થયા.
જુવરાજ શેને વૈકુંઠમાં જવું ન હતું પણ દુનિયાને બતાવવું હતું કે મને વૈકુંઠ