________________
૩૮૬
શારદા રત્ન
મણિરથ તે અંધારી રાત્રીએ ઠાકર ખાતે ખાતા જઇ રહ્યો હતા, એટલામાં ચાલતા ચાલતા તેનો એક પગ કાળા ભૂજંગ ઉપર પડ્યો, જેથી તે ભૂજંગે ક્રોધિત થઈને તેના શરીરે ડંખ માર્યાં. સાપ તેના અને પગે વીટળાઇ ગયા. તેને ૫-૨૫ નહિ પણ ૪૦ થી પ૦ જેટલા ડંખ દીધા. આ સમયે વીરસિહ અને ચંદ્રયશ તેને શેાધતા શોધતા અહીં આવી પહોંચ્યા. ત્યાં ઝીણા અવાજ આવે છે. સાપે ડંખ માર્યા પહેલાં મણિરથને પેાતાના દુષ્કૃત્યેા માટે પશ્ચાતાપ થઇ રહ્યો હતા, પણ સાપ કરડયા પછી તેની મતિ ખલાઈ ગઈ, કારણ કે તેનો મરણુ કાળ નજીક આવ્યા છે ને દુર્ગતિમાં જવાનું હતું, પછી મતિ સારી કેવી રીતે રહી શકે ? “ મતિ તેવી ગતિ.' તે દુર્ભાવનાને વશ થઇ એમ કહેવા લાગ્યા કે મેં કાં ભૂલ કરી છે ? યુગમાહુને મારી નાંખ્યા એમાં મારે પશ્ચાતાપ શા માટે કરવા જોઈ એ ? મે તેને મારીને શું અનુચિત કર્યુ” છે ? રૂપસુંદરી મયણુરેહાને મેળવવામાં ચુગબાહુ મને બાધક હતા તેથી મે તેને મારી નાંખ્યા એ ઠીક કર્યું" છે. યુગબાહુના મરણ બાદ મયણુરેહાએ મને સૈનિકોના પજામાંથી છેડાવ્યા. તેમજ મારા પર ક્રોધ પણ નથી કર્યા તેથી લાગે છે કે મયણુરેહાને મારા પર પ્રેમ છે, તેથી મને બચાવ્યા છે. જો તેને મારા પ્રત્યે સ્નેહ ન હેાત તે મને કાળના પંજામાંથી છાડાવે શા માટે ? મને મરાવીને પેાતાના પતિના મૃત્યુનો ખલેા શા માટે લેત નહિ ? પણ તે મને
છે, માટે તેણે મને બચાવ્યા છે. હે મયણુરેહા ! તું અત્યારે મને કેમ બચાવતી નથી ? મણિરથે મયણુરેહાની ભાવના કેવી ઉંધી રીતે ખતવી ? મયણરેહાની તેા શુદ્ધ ભાવના હતી. એના પર બૈર રાખવું ન હતું એટલે મણિરથને બચાવ્યા હતા, પણ મણિરથની સૃષ્ટિ પાપની હતી એટલે તે આ પ્રમાણે માની રહ્યો હતા.
ચેાથી નરકના મહેમાન બનતા મણિસ્થઃ-મણિરથ આ પ્રકારની દુર્ભાવના કરતા તીવ્ર કષાયના યાગે મૃત્યુ પામી ચેાથી નરકમાં ઉત્પન્ન થયેા. નરકનાં નામ તમને આવડે છે ? ચાથી નરકનુ' નામ ધૂમપ્રભા છે. ત્યાં દશ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. તેણે નવું ઘર ચાથા નરકાવાસમાં મેળવ્યું. સાગરાપમ કાને કહેવાય ? તેના કેટલા વર્ષ થાય ? આ પાટીપેનમાં લખે પૂરા થાય તેમ નથી. તેનું માપ ઘણું માટું છે. ત્યાં એક સાગર નહિ પણ દશ સાગરોપમનું આયુષ્ય પામ્યા, અને નરકની ભયંકર વેદના શરૂ થઈ ગઈ. યુગબાહુને તીવ્ર કષાય આવી હતી પણ મયણરેહાએ તેના ગુરૂ બનીને તેને ઉપદેશ આપીને કષાય કાલિમાને દૂર કરાવી ક્ષમા સાગરમાં સ્નાન કરતા કરી દીધા. તેમનામાં ધીરજ, ગભીરતા, ક્ષમા આવી ગઈ. કાઈ પ્રત્યે વૈર કે દ્વેષભાવ ન રહ્યો. એ શુદ્ધ ભાવનામાં મરીને પાંચમા દેવલાકે દશ સાગરનું આયુષ્ય પામ્યા. બંનેના મરણ વચ્ચે થાડા સમયનું અંતર હતું. એક મહાસુખમાં ગયા. જેના શ્વાસેાશ્વાસમાં સુખ છે અને એક મહાદુ:ખમાં ગયા. જેના શ્વાસેશ્વાસે દુઃખ મળ્યું. જયાં એક મિનિટ દુઃખ વગરની નહિ અને યુગમાહુના આત્માને એક મિનિટ સુખ વગરની નહિ. એક માબાપના એ દૃીકરા. એક મહાન સુખમાં