________________
શારદા રત્ન
૩૮૫ વીરસિંહે ચંદ્રયશ પાસે આવીને ચંદ્રયશને આશ્વાસન આપી શાંત કર્યો, પછી કહે છે કે હે ચંદ્રયશ ! મારી વાત સાંભળ. આપણું રાજા મરવા તૈયાર થયા છે, તેમને તું જીવતદાન આપ. કયા રાજ ? તારા મોટા કાકા. આપ મારી પાસે તેમનું નામ ન લેશે. જેણે મારા પિતાના જીવતા પ્રાણ લીધા એવા કાકાનું મુખ જેવા માંગતા નથી. મને તે એટલો બધે કોઈ આવે છે કે હું તેમને મારી નાંખ્યું. ક્રોધ બહુ ભયંકર છે. નાગના રાફડામાંથી બચી શકાય છે પણ ક્રોધથી બચવું બહુ મુશ્કેલ છે. એવા ક્રોધમાં જે આયુષ્યને બંધ પડે તે નરક ગતિને બંધ પડે છે. ક્રોધ કેટલું નુકસાન કરે છે તે બતાવતા કહે છે કે
हरत्येकदिनेनैव तेजः षण्णमासिक ज्वरः ।
क्रोधः पुनः क्षणे नापि, पूर्वकोटयऽर्जितं तपः ॥ એક દિવસ તાવ આવવાથી છ માસની શરીરની શક્તિ હણાઈ જાય છે. જ્યારે ક્રોધ તે વળી એક ક્ષણવારમાં પૂર્વકેટી વર્ષ સુધી ઉપાર્જન થયેલ તપને બાળી નાંખે છે. જેમ સળગેલે દાવાનળ જદી વનના વૃક્ષોને ભસ્મીભૂત કરી નાંખે છે, તેમ કષાયોને વશ થયેલ જીવ તપને નાશ કરી નાંખે છે. - મણિરથની પાસે ચંદ્રયશનું આગમન –વીરસિંહની વાત સાંભળી ચંદ્રયશને
ખૂબ કૈધ આવ્યો. મારા પિતાને મારનાર અધમપાપી મણિરથનું નામ મારે સાંભળવું નથી. વીરસિંહ કહે બેટા ! ઓ ચંદ્રયશ ! તું ક્રોધ ન કર. શાંત થા. તેમને મારીને બદલો લેવાથી તે વધારે વૈર બંધાશે, માટે શાંત થા. તેને સમજાવીને શાંત કર્યો. ક્રોધની વાળા ભભૂકી હતી ત્યાં મીઠા વચનામૃત રૂપી પાણી છાંટીને જરા શાંત કર્યો. ડાહ્યા સમજુ માણસો આગ લાગે ત્યારે પેટ્રોલનું કામ ન કરે, પણ પાણી સમાન બનીને આગને શાંત કરે. વીરસિંહ કહે ચંદ્રયશ ! તું સમજ, સમજવા જેવી વાત છે. તું આજે મારી વાત નહિ માને તે તારે કાલે પસ્તાવું પડશે. મણિરથને હવે ખૂબ પસ્તાવો થયે છે. તે આપઘાત કરવા તૈયાર થયા છે. તું મારી સાથે તેનું મુખ જેવા ચાલ. તારા હિત માટે કહું છું. વીરસિંહના કહેવાથી ચંદ્રયશ ઉભો થયો અને જે સ્થાને મણિરથને મૂકીને આવ્યો હતો ત્યાં ગયો, તે ત્યાં મણિરથ ન મળે, તેથી તેની શોધ કરવા ગયા.
નાગના પાશમાં મણિરથ –આ બાજુ વીરસિંહના ગયા બાદ મણિરથ બીજા માર્ગે ચાલતો થયો. તે જેમ જેમ આગળ ચાલતો જતો હતો તેમ તેમ અંધકાર પણ વધતો જતો હતો. ભયંકર અંધકાર હતો છતાં નીચ મનુષ્યના હૃદયની ગુફા એટલે તે નહિ ! જાણે મણિરથનું પાપ જ તેને માટે અંધકાર ફેલાવતું જતું ન હોય ! મણિરથ તે પાપનો પસ્તા કરતો હતો. તે વખતે તેનામાં સારી ભાવના હતી, તેથી તે વિચારતે હતું કે મને જીવિત રહેવાનો અધિકાર નથી, માટે મારે મરી જવું જોઈએ, પણ હું મરી જાઉં કેવી રીતે ? અત્યારે મારી પાસે મરવાનું કઈ સાધન નથી. મને કંઈ મરવાનું સાધન મળી જાય તે સારું ! આ પ્રમાણે જાણે તે મૃત્યુને આમંત્રણ આપી રહ્યો હતે.
૨૫