________________
૩૮૮
શારદા રત્ન
રડા છે ? આપ હમણાં ઉદાસ ખૂબ રહેા છે. શેઠાણી કહે, આપે મને હસતી જોવી હાય તા હુ કહું તેમ કર. મારે હીરાના કે સેાનાના દાગીના નથી જોઈતા. આપ ધંધામાં અનીતિ, અન્યાય કરીને ધન પેદા કરી પાપ બાંધી આત્માનું શા માટે બગાડી છે ? આપ આપના આત્માનુ સુધારા, કંઈક સમજો. હું તમારી બધી વાતે માનું છું. આપ એક દિવસ પૂરતી તા મારી વાત માનો. શેઠ કહે, હું તારી વાત માનીશ, પણ તું સિનેમા જોવા આવીશ ? મારી વાત માનશે। તે। હું આવીશ. શેઠ કહે ભલે.
શેઠ–શેઠાણી સાંજે પીકચર જોવા ગયા. શો પૂરા થયા પછી માટી હાસ્પિતાલમાં લઈ ગઈ. જયાં અનેક જીવા ભય કર વેદના ભાગવતા હાય છે. આ જોતાં શેઠના હૃદયમાં અનુકંપા આવી. બિચારા જીવા કેવી વેદના ભાગવી રહ્યા છે ! શેઠાણી કહે, હસીહસીને જીવ કમ બાંધે છે, પશુ ભોગવવાનો સમય આવે છે ત્યારે રડે પૂરા થતા નથી. ત્યાંથી ઉપાશ્રયે લઇ ગઇ. અરેરે...તું મને અહીં કયાં લાવી ? શેઠાણી ગુરૂને કહે છે, થાડામાં ઝાઝો ખાધ મળે તેવું આપ સમજાવો. મુનિએ શરૂઆતમાં શેઠને ખૂબ મસ્કા લગાડચો. તેના ગાણાં ગાયા. આથી શેડને થયું કે અડી તે મારી પ્રશંસાના ગીતા ગવાય છે. કાલે વ્યાખ્યાનમાં આવું તે આ ગુરૂદેવ વ્યાખ્યાનમાં પણ મારા ગાણાં ગાય. પછી મુનિએ અરાબર ચાવી લગાડી. શેઠ ! આપને ત્યાં ઘણાં નાણું ધીરતા હશે. ઘણાંનું નાણું મૂકતા કશો, તા મારું' થાડુંક નાણું આપને ત્યાં મૂકવાનું છે.
સંતની વાત સાંભળી શેઠ કહે, તમારું કેવું નાણું ? સંત કહે, અમારી પાસે પૈસા નથી પણ એક મારી પેાથી છે તે આપ સ્વર્ગમાં જાવ ત્યારે સાથે લઈ જજો. મને ત્યાં કામ લાગે. અમારા ગુરૂદેવે તેા અમને સમજાવ્યું છે કે સાથે કઈ નહિ આવે, પણુ આપ તા કરાડાની મિલ્કત સાથે લઇ જવાના છો માટે મારી પેાથી પણ સાથે લઈ જજો. અરે... ગુરૂદેવ! આ શું મેલ્યા ? અત્યાર સુધી રાતી પાઈ પણ કોઈ સાથે લઈ ગયું નથી, ને લઈ જશે પણ નહિ. તા પછી આટલું બધું કાના માટે કરા છો ? જવાના જવાના સૌએ જવાના....ભવની સફરમાં સાથે શું લઈ જવાના ? ગાડી ને વાડી બગલા મઝાના, મૂકીને જવાના.... માલ ને ખજાના....જવાના, કવિએ પણ્ ટકાર કરે છે કે ભવની સ જશે। ત્યારે સાથે શું લઈ જવાના છે? બધું મૂકીને જવાનું છે. સંતે શેઠને સમજાવ્યા અને શેઠ ધર્મ પામી ગયા. જો પત્ની ધને પામેલી હતી તા શેડને ધમ પમાડ્યો અને તેમનુ... જીવન સુધરી ગયું.
ચદ્રયશકુમારને મણિરથનું શખ જોઇને ખૂબ ક્રોધ આવ્યા છે. તે શખને મહેલમાં લઈ જવાની ના પાડે છે. વીરિસંહ તેને કેવી રીતે સમજાવશે તે અવસરે
ચરિત્ર : વિદ્યાધરે શેઠને એ જડીબુટ્ટી બતાવી તે પ્રમાણે શેઠે લીધી, પછી ઘેર જવા તૈયાર થયા. સાંજ પડવા આવી છે. અને બાલુડા ભૂખ્યા થયા છે. અને બાળકોએ એકેક ભારા લીધા ને શેઠે એક ભારા લીધેા. ભારા માથે લઇને પંથ કાપતા જાય છે. જેમ જેમ પથ કપાતા ગયા તેમ તેમ મા વસ્તીથી ભરપુર બનવા લાગ્યા. સસારના સૌંદર્યની ખરી