________________
શારદા રત્ન લઈ લે. પણ મારા ભાગ્યમાં વધારવાની કે ઘટાડવાની તેમની તાકાત નથી. રાજા રીઝે કે ખીજે તે ધનમાં વધારો કે ઘટાડો કરી શકે. કુટુંબીઓ બાહ્ય ચીજોમાં વધારો કે ઘટાડો કરી શકે છે. જે ચીજ હું લઈને આવ્યો નથી ને લઈને જવાનું નથી, એમાં વધારો કે ઘટાડે થાય એમાં આત્માને શું નિઅત? શા માટે મારે રાજાની પણ દરકાર કરવી જોઈએ? રાજા અંદર ગયા તે આખી રાત મારે બેસી રહેવું પડ્યું. આ બધું શા કારણે ક્ષણિક લક્ષમીનો વધારો કરવા માટે જ આ રામાયણ છે. આવી નાશવંત લકમી માટે મારી જિંદગી શા માટે ચર્થ ગુમાવવી? મારી જિંદગીથી મને કંઇક મળે તે મેળવવું છે. એમ વિચારી પોતે સંસારમાંથી નીકળી ગયો ને સંન્યાસી બની ગયો. - કેટલોક સમય ગયા બાદ આ સંન્યાસી પોતાના ગામ બહાર ધર્મશાળામાં સૂતા છે. રાજાને ખબર પડી કે મારા ફલાણા દિવાન જે સંન્યાસી બન્યા છે તે ગામ બહાર ધર્મશાળામાં આવ્યા છે એટલે રાજા એકલા પૈડા પર બેસી ત્યાં આવ્યા. સંન્યાસી સૂતેલા છે. રાજા નજીકમાં આવ્યા છતાં પેલા સંન્યાસી નથી બેઠા થતા કે નથી રાજાને સલામ ભરતા. રાજાના મનમાં થયું કે હું તેમના માથા તરફથી આવું છું, એટલે તેમની દષ્ટિ નથી, એટલે મને માન આપતા નથી કે સલામ ભરતા નથી, તેથી રાજા સન્મુખ આવે છે, છતાં પણ સંન્યાસી ઉભા થતા નથી એટલે રાજા પૂછે છે કે આ લાંબી સેડ કવાળી ક્યારથી સૂતા છો ? સંન્યાસીએ કહ્યું, “જબસે સમેટયા હાથ” જ્યાં સુધી
અહીંથી લઉં લઉં કરતો હતો ત્યાં સુધી નિશ્ચિંત દશા ન હતી, પણ મને સમજાયું કે - દુનિયામાં લેવા લાયક કાંઈ નથી. દુનિયાની ચીજ મારે પોતાને કંઈ પણ કામ લાગવાની નથી. એ બધું મેળવેલું બીજા ભોગવવાના છે, બીજને કામ લાગવાનું છે તો શા માટે હાય બળતરા કરું? મમવ ભાવના કારણે દરેક જીવ બચપણથી જિંદગીના છેડા સુધી તેમાં ગૂંથાયેલો રહે છે. નિરિગ્રહપણામાં શું ફાયદો છે ? લાભ છે? તેને તેને ખ્યાલ આવતું નથી. આરંભ પરિગ્રહનો ખ્યાલ ન આવે તે વિષય અને કષાયને તે ખ્યાલ આવે જ શાનો આરંભ પરિગ્રહ એ છોકરાના લાકડાના ચુસણીયા છે. તે મીઠા માને છે, પણ તેમાં મીઠાશ હોતી નથી. વિષયે તો ગોળ વીંટેલા એળીયા જેવા છે. તેનું પરિણામ ભયંકર છે, માટે આરંભ, પરિગ્રહ, વિષય કષાયોને કર્મબંધનનું કારણ જાણી તેને ત્યા કરવો આવશ્યક છે. આ વાતથી રાજાની દષ્ટિ ખુલી ગઈ.
વીરસિંહ મણિરથને ઘણું સમજાવે છે પણ મણિરથ કહે, મેં તેના પિતાનું ખૂન કર્યું છે એટલે મને જોતાં તેનું ખૂન ઉછળ્યા વગર નહિ રહે. હું મારું કાળું મોટું શું લઈને તેની પાસે જાઉં ? વીરસિંહ કહે, જે આપ ન જઈ શકે તે હું ચંદ્રયશને અહીં
લાવી લાવું. વીરસિંહ ચંદ્રયશને બોલાવવા ગયો. ચંદ્રયશ તે પિતાના શબ પાસે બેસીને કાળો કલ્પાંત કરી રહ્યો છે. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ જેઓ દેવસમાન માનતા હોય અને તીર્થ ગણીને જેમની પૂજા કરતા હોય તેમને માતાપિતાને વિગ ખૂબ લાગે છે, તેવા સંતાનો માતાપિતા પાછળ ખૂબ ઝુરતા હોય છે, તેમાં વળી સુગબાહુનું મૃત્યુ આવી રીતે થયું તેથી ચંદ્રયશને ખૂબ આઘાત છે,