________________
૩૬૮
શારદા રત્ન
પુત્ર રત્નને લાવ્યો છું. રાણી બાળકને જોઈને ખૂબ આનંદિત થઈ. આવા સુંદર બાળકને કયાંથી લાવ્યા? હું સો ભવ સુધી તપ કરું છતાં આવા બાળકને પ્રાપ્ત કરી શકું કે કેમ એમાં મને સંદેહ છે. મારી કઈ બહેને આ બાળકને જન્મ આપ્યું હશે ? આપ રાજા છે એટલે કોઈનું આ સુંદર બાળક ઝુંટવીને તે લઈ આવ્યા નથી ને? હવે રાજા રાણીને શું જવાબ આપશે તે વાત અવસરે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ હવે આપણું અંતરના આંગણે આવી રહ્યા છે. તેના વધામણું કેવી રીતે કરશો ? તેને વધાવવા માટે ફૂલ, કંકુ, ચેખાની જરૂર નથી પણ તેના વધામણું દાન, શીયળ, તપ, ભાવથી કરવાના છે. તેના વધામણું કરવા તપ ત્યાગની રંગોળી પૂરી, ભવ્ય ભાવનાના પુષ્પ લઈ, શીલના શણગાર સજી તેને વધાવવાના છે. તપની ગાડી આગળ વધી રહી છે. આપ બધા સાધનામાં જોડાવા તૈયાર થજે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૪૦ શ્રાવણ વદ ૧૦ સોમવાર
તા. ૨૪-૮-૮૧ રાગ દ્વેષના વિજેતા ભગવાનને આપણે વીતરાગ કહીએ છીએ. વિરઃ ચર્ચા રાજા દૂતિ વીતરાઃ એમ કહ્યું પણ વિતઃ ચહ્ય ટ્રેષઃ એમ કેમ ન કહ્યું? તેનું રહસ્ય સમજવું ખૂબ ગહન અને ઉંડું છે. જેમ રાજા રાજા વચ્ચે લડાઈ થાય અને એક રાજા માર્યા જાય તે રાજા મરાયાનો ઉલ્લેખ વાંચવા સાંભળવા મળે છે, પણ કયાંય તે લશ્કરમાં સૈનિકે મરાયા તેના નામનો ઉલ્લેખ થતો નથી. રાજા મરાયો તે પાછળ સૈનિકે તે મરાયા જ હોય એમ સમજવું જોઈએ. તમે જમવા ગયા. લાડવાનું જમણ હોય તે શું કહેશે? લાડવાનું જમણ એમ બોલાય છે પણ દાળ ભાત હોવા છતાં દાળ ભાતનું જમણ બોલાતું નથી, કારણ કે લાડવા મુખ્ય છે, ને દાળ ભાત ગૌણ છે. જે મુખ્ય હોય તે નામ બેલાય છે, તેમ અહીંયા રાગ-દ્વેષમાં રાગ મુખ્ય છે. રાગ મર્યો તે તેની પાછળ દ્વેષ તે ગયે સમજવો. આ રાગ એ ગુપ્ત કાંટા સમાન છે ત્યારે દ્વેષ એ દેખીતા કાંટા સમાન છે. રાગ એ ક્ષયને ૯૯ ડીગ્રી તાવ છે, ત્યારે દ્વેષ એ મેલેરિયાને ૧૦૨ ડીગ્રી તાવ છે, છતાં ભયંકર ક્ષયને ૯૯ ડીગ્રી તાવ છે. કારણ કે ક્ષયને તાવ કાયમી રહે છે. મેલેરીયાનો તાવ તરત ઉતરી જાય છે, તેમ ષ જલ્દી જાય છે પણ રાગ જદી જતો નથી. રાગ એ ઉંદર છે. ઉંદર ફૂંકી ફૂંકીને કરડે ત્યારે દ્વેષ એ વીંછી છે. વીંછીને ચટકે લાગે કે તરત ખ્યાલ આવે. રાગ એ ઉધઈ સમાન છે. ખબર ન પડે ને કપડા સાફ થઈ જાય. ઠેષ એ વાંદા સમાન છે. રાગ એ ધુમ્મસ સમાન છે, ત્યારે દ્વેષ એ કાળા ભમ્મર વાદળા સમાન છે. રાગ એ કેન્સર સમાન છે, ત્યારે દ્વેષ એ રસોળી સમાન છે. આમ રાગ દ્વેષની સરખામણી કરીએ તે ખ્યાલ આવશે કે રાગ એ ભયંકર છે. રાગ એ બાપ છે, ને દ્વેષ એ દીકરો છે, રાગ એ શેઠ છે અને દ્વેષ એ કર છે.