________________
૩૭૨
શારદા રત્ન ગયે. આ પ્રમાણે કહાને રાજાએ બાળકને જે ત્યાંથી લઈને બાળકને લઈને અહીં આવ્યા એ બધી વાત કહી, પછી કહ્યું- હે રાણી ! મારા માટે તે તે વૃક્ષ કલ્પવૃક્ષ સમાન નીવડયું. આ બાળક તે ક૯પવૃક્ષનું સુંદર ફળ છે. તેના લક્ષણે જોતા લાગે છે કે તે મહાગુણવાન થશે. હે રાજન ! મને એ વાતનું ખૂબ આશ્ચર્ય થાય છે કે આ બાળકને કઈ ભાગ્યશાળી (સુભગા) સ્ત્રીએ જન્મ આપી વૃક્ષ ઉપર ઝોળી બાંધી તેમાં સૂવાડ્યો હશે? આપ આ બાળકને અહીં લાવ્યા તેથી મને તે ઘણો આનંદ થયે, પણ કયાંય તેની માતાને પોતાના બાળકને માટે દુઃખ તે નહિ થતું હોય ને ? રાણી ! મેં ચારે બાજુ તપાસ કરી કે તેની માતા કયાંય દેખાય છે પણ દેખાઈ નથી, પછી લાવ્યો છું. આ બાળક પૂર્ણ ભાગ્યશાળી છે તે જ તમને પ્રાપ્ત થયો છે, કારણ કે તેની માતા તો તેને જન્મ આપીને વૃક્ષ ઉપર ઝોળીમાં સૂવાડી ક્યાંક ચાલી ગઈ છે, તેથી એમ લાગે છે કે તેની માતા કઈ મહાન સંકટમાં પડેલી હશે. જે એમ ન હોય તો તે પિતાના આવા કામદેવ જેવા બાળકને લેવા આવ્યા વગર ન રહે. રાણીએ કહ્યું. આ બાળક દ્વારા હું મારી સંતાન સંબંધી બધી હેશ પૂરી કરીશ. હું આ બાળકને મારું પોતાનું માનીશ અને આત્માની માફક તેની સંભાળ કરીશ. રાજા કહે, મને પણ પુત્ર ન હોવાના કારણે રાજ્યના ભવિષ્ય માટે ચિંતા રહેતી હતી. હવે મારી તે ચિંતા પણ દૂર થઈ. આ પુત્ર મારા રાજ્યને માટે આધારભૂત છે. આ પુત્રના લક્ષણે ઉપરથી દેખાય છે કે આ બાળક આપણા માટે, પ્રજા માટે તેમજ રાજ્ય માટે કલ્યાણકારી બનશે. સાથે સાથે એ વાત પણ પ્રગટ થવા ન દેવી કે આ બાળક મારું નથી, બીજાનું છે. જે આ રીતે કહીએ તો આ બાળકના હૃદયમાં આપણા માટે એ. ભાવના પેદા થશે કે આ મારા જન્મદાતા માતા-પિતા નથી પણ રક્ષણકર્તા છે, માટે કેઈ પૂછે તો તેને એ જ કહેવું કે આ મારું બાળક છે. કદાચ કોઈને ખબર ન હોય ને કહે કે આપને ગર્ભ કયાં રહ્યો હતો? તે તેમને કહેવું કે રાજચર્ચાને દષ્ટિમાં રાખીને મેં કઈને ગર્ભ રહ્યાની જાણ થવા દીધી ન હતી, પણ હું ગર્ભવતી હતી. પછી મારે તેવો બધે દેખાવ કરવો જોઈએ. આને લગતી બધી વ્યવસ્થા કર્યા બાદ હું એમ કહી શકું કે આ બાળકને મેં જન્મ આપ્યો છે. આ રીતે રાણીએ પ્રસૂતિ સંબંધી બધી વ્યવસ્થા કરી દાસી દ્વારા એ સમાચાર આખા નગરમાં જાહેર કરાવી દીધા કે રાણીએ પુત્રને જન્મ આપ્યો છે. એ સમાચાર સાંભળી પ્રજાને ઘણે હર્ષ થયો. બધા શુભ વધામણી લઈને રાજાની પાસે આવવા લાગ્યા અને વધામણીની ભેટ તરીકે રાજાએ તેમને સન્માન પુરસ્કાર આપ્યો. પુત્ર જન્મથી સારી મિથિલા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો છે - - પદ્યરંથ રાજાને પુત્ર થયો છે, એ વાત પદ્મરથ રાજાના દુશ્મન રાજાઓને જાણવામાં આવશે કે જે રાજાઓ એમ માનતા હતા કે પરથને પુત્ર નથી માટે તેના મૃત્યુ બાદ તેનું રાજ્ય અમે લઈ લઈશું, તે વરી શત્રુ રાજાઓ પણ પદ્યરથને પુત્ર થયો છે, એ