________________
શરદી રત્ન
૩૭૯ મુખ જેવા નહિ મળે, કારણ કે જંબુદ્વીપ અને નંદીશ્વરદ્વીપ વચ્ચે સાત સમુદ્રનું અંતર છે, માટે હું વિદ્યાધરની સાથે વિમાનમાં બેસી ત્યાં જઈને દીક્ષા લઈશ. આ પ્રમાણે વિચાર કરે છે, ત્યાં કોણ આવશે એ વાત પછી લઈશું, પણ યુગબાહુના મૃત્યુ પછી ત્યાં શું થયું તે આપણે જોઈએ. | મણિરથને ભયંકર પશ્ચાતાપ –યુગબાહુને મારી નાખીને નાસવા જતાં મણિરથ યુગબાહુના સૈનિકો દ્વારા પકડાઈ ગયો. તે સૈનિકે મણિરથને મારી નાંખત પણ આ સતીએ તેને બચાવ્યો, અને છેડી મૂક્યો. સતીની આ ઉદારતાને પ્રભાવ મણિરથ ઉપર ઘણે પડશે. તે સૈનિકોના પંજામાંથી છૂટીને મહેલ તરફ જતાં પિતાના મનમાં કહેવા લાગ્યો કે મારા જેવા પાપીને કણ છેડી દે, પણ આ સતીમાં કેવી ઉદારતા છે કે તેણે પોતાના પતિના ઘાતકને પણ છોડી મૂક્યા. હાથમાં તે સંતી તે આવી ઉદાર છે અને હું કેવો અધમ છું! મેં કેવું ભયંકર દુષ્કૃત્ય કર્યું છે ! મેં મારા વહાલા નાના ભાઈને પણ મારી નાંખ્યો, આથી વિશેષ બીજે ભયંકર અપરાધ શો હોઈ શકે ! બીજાઓને તે સામાન્ય અપરાધનો પણ દંડ આપું છું અને મેં આવો ભયંકર અપરાધ કર્યો છે તો શું તે મારા અપરાધનો દંડ મને મળવો ન જોઈએ! ભલા ભગવાન, તે મને દુબુદ્ધિ કાં સુઝાડી! એક આબાદ રાજ્યનો હું ધણી, હજારોને માલિક! ગુન્હેગારોને શિક્ષા કરનારો ! તને આવી ખૂનની બુદ્ધિ કેમ સુઝી! અને તે પણ ઘરમાં જ! અરે ! પેટમાં બેંકનાર મારી તલવારે મને જ કેમ કાપી ન નાંખે છે. હિ સતી ! તે મને અન્યાય કર્યો છે. તે મને શા માટે જતો કર્યો ! શા માટે તે સામસાને મને મારતા અટકાવ્યો ! હવે મારે નગર તરફ શું મોઢું લઈને જવું! પ્રજા પોતાના માનીતા યુવરાજના ખૂન માટે જવાબ માંગશે તેને હું શું જવાબ આપીશ? જે ધર્મપત્ની મારા તરફ પ્રેમથી જુએ છે તેને હક્ક ડૂબાવી ગુપ્ત રીતે ચોરીથી બીજી સ્ત્રીને મેળવવા માટે યુગબાહનું ખૂન કર્યું, તે જાણું તેણું મારા તરફ કેટલો ધિક્કાર વરસાવશે? આ મારી તલવાર અને મારા હાથને ધિક્કાર છે કે જે તલવાર અને હાથ દ્વારા મેં ભાઈનું ખૂન કર્યું છેમારા આ દુષ્કૃત્યને દંડ મારે આ તલવાર દ્વારા મારા પિતાના મસ્તકનો ઉછેર કરી ભોગવવો જોઈએ.
મયણરેહાની શોધમાં -એક બાજુ મણિરથ આ પ્રમાણે પશ્ચાતાપ કરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ યુગબાહુના મૃત્યુથી તેને પુત્ર ચદ્રયશ કાળા પાણીએ રડે છે. તેના રૂદનથી ઝાડે પંખીઓ પણ ધ્રુજી ઉઠયા. આ બધી રેક્કળમાં મયણરેહા કયાં ગઈ તે કેઈને યાદ આવતું ન હતું. યુવરાજનું શબ રાત્રે જ રાજભવનમાં લઈ જવામાં આવ્યું હતું. વીરસિંહ નામનો સૈનિક એમ વિચારી રહ્યો છે કે આ બધું તે થયું પણ અત્યારે યુવરાજ્ઞી મયણરેહા ઉપર મહાન સરકટ છે, માટે તેની પાસે જઈ ધૈર્ય આપું. આ પ્રમાણે વિચાર કરી મયણરેહા જ્યાં રહેતી હતી ત્યાં આવ્યા પણ મયણરેહાને ત્યાં જઈ નહિ એટલે તે વિચારવા લાગ્યો કે આ શું ! અહીં તે કઈ નથી. યુવરાજના શબને રાજમહેલમાં લઈ ગયા પછી યુવરાશી રાજમહેલમાં