________________
શારદા રત્ન
9 '
૩૭૪
કહાની સાંભળતા રડી પડી. સ્ત્રીઓનુ` હૃદય કામળ હોય છે, કોઇનું દુઃખ જુએ તે તેના દિલમાં કરૂણા આવે છે.
વિદ્યાધરી કહે છે નાથ ! આ શેઠ કેવા દુઃખા ભગવી રહ્યા છે! આપ હવે તેના તારક ખના, તેના જીવન ઉદ્ધારક બનો. શેઠે ઘણું દુઃખ વેઠયું છે. હવે આપ તેનું દુઃખ દૂર કરો. આપ તેનુ દુઃખ મટાડો. તે આપણા એક સ્વધમી ભાઈ છે. જૈનશાસનમાં સ્વધમી ભક્તિનું ઘણું મહત્વ છે. વિદ્યાધર કહે દેવી! તમારી વાત સાચી છે. મને પણ તેમને જોઈને અનુકંપા આવે છે. કયાં મહાન રાજવૈભવ જેવા સુખ અને કયાં જંગલના ભયંકર દુઃખ. કને કોઈની શરમ નથી આવતી. કર્મ રૂઠે ત્યારે પહેરેલું કપડું પણુ સગુ થતું નથી. ભાગ્ય વિના ભાગ્યશાળી બનાતું નથી. જો તેમના નસીખમાં સુખ નહિ હોય તા હું ગમે તેવું સુખ આપીશ પણુ એ દુઃખમાં પલટાઇ જશે. તેમના નસીબમાં હજુ દુઃખનુ વાદળ ઘેરાયેલું છે. વિદ્યાધરીના ખૂબ કહેવાથી વિદ્યાધર કહે, ભલે, તા શેઠનુ દુઃખ ટળે એવા રસ્તા કરું. એમ વિચાર કરીને વિદ્યાધરે સાગરદત્ત શેઠ જે વૃક્ષની નીચે બેઠા હતા તે વૃક્ષની નીચે ચમત્કારીક જડીબુટ્ટી મૂકી દીધી. એ જડીબુટ્ટીના શું ચમત્કાર છે તે વાત પછી આવશે.
આ શેઠ તેા ગ્રીષ્મના લાવારસથી ભરેલાં તાપમાં અને ભયંકર વનમાં મીઠા મધુરા રસનું આસ્વાદન કરી રહ્યા છે. તેમની નસેનસમાં સામાયિકનો અમૃત રસ વહી *'રહ્યો છે. આ શેઠ જંગલમાં ગયા તે પણ સામાયિકના સાધને સાથે લઈને ગયા છે. તમે બહારગામ જાવ ત્યારે બધું યાદ કરીને લેા છે, પણ પથરણું, મુહપત્તિ, શુ યાદ આવે છે? અરે, ઉપાશ્રયે આવા તા પણુ લઈને નથી આવતા. આપ એક કલાક મેસેા છે પણ સામાયિક લઇને બેસતા શીખેા. બે ઘડીની સામાયિક કરવાથી ચૌદ રાજલેાકના પાપની ક્રિયા અટકી જાય છે. આશ્રવના દરવાજા બંધ થઈ જાય છે. શેઠે સામાયિક પાળી, બંને બાળકો જાગ્યા. હવે ઘેર પહેાંચશું. ત્યાં જમવાના ટાઈમ થશે. ભૂખ ખૂબ લાગી છે. આ રીતે પિતાને કહી રહ્યા છે, ત્યાં શું બન્યું ?
વિદ્યાધરે આકાશવાણી કરી, તમારું પ્રારબ્ધ જાગ્યું શ્રેષ્ઠી, તમે બેઠા છે તે વૃક્ષની મૂળની નજીક, એ ચમત્કારીક મૂળીકા હોય.
વિધાધરે આકાશવાણી કરી. હે શ્રેષ્ઠા! તમારા પ્રારબ્ધના લેાહચુંબકનું આકર્ષણ થયું છે. તમારી ધ્યેયનિષ્ઠાને ધન્ય છે. તમારી ધર્મની દૃઢ શ્રદ્ધાને ધન્ય છે! તમે બેઠા છે. એ ચંપકવૃક્ષના મૂળની નજીકમાં—એ ચમત્કારિક જડીબુટ્ટી છે. તે આપ ગ્રહણ કરી. તેના પ્રભાવ અલૌકિક છે. કાળા અને ધેાળા રગની એમ બે પ્રકારની છે. હવે તે જડીબુટ્ટીનો શું પ્રભાવ છે તે વાત અવસરે,