________________
શાહ રત્ન
જ્ઞાની ભગવંતે કહે છે કે રાગને વધારનાર સુખના સાધનો ન ગમવા જોઈએ, કારણ કે સર્પ ભયંકર નથી પણ સર્પનું ઝેર ભયંકર છે, તેવી રીતે સુખનો રાગ ભયંકર છે, માટે ગૃહસ્થાશ્રમ ભયંકર છે, સંસાર ભૂંડે છે, તેથી વીતરાગ બનતા પહેલાં તેમણે સંસાર છોડ્યો. સંસારના સુખ પ્રત્યેનો રાગ જીવને સંસારમાં રખડાવે છે, કારણ કે એ રાગથી જીવને પાપ બંધાય છે. પાપથી દુઃખ મળે છે. આત્માએ એ વિચાર કરવાની જરૂર છે કે આત્મામાં કેટલી જગ્યાએથી પાપને પ્રવાહ આવી રહ્યો છે. એને જીવને ભય છે? જે ભય હોય તે એ દ્વારોને સત્વર બંધ કરે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ જોગના દ્વારમાંથી એ પ્રવાહ આવી રહ્યો છે. એ દ્વારને સત્વરે બંધ કરવાના છે. એ બંધ કર્યા વિના કર્મોનો પ્રવાહ અટકવાનો નથી. એ પ્રવાહ અટકળ્યા વિના કર્મોનો ભરાવો ઓછો થવાને નથી. મિથ્યાત્વ જીવને અનેક ઉંધી કલ્પનાઓમાં ખેંચી જાય છે. અવિરતિ કઈ પણ પ્રકારના પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા દેતી નથી. કષાય જીવને ક્રોધી, માની, માયાવી અને લોભી બનાવે છે. મન, વચન, કાયાના દુષ્ટ યોગે પાપમાં રમાડે છે. પ્રમાદ વિષમાં આકર્ષણ કરીને ધર્મસાધનાથી , વિમુખ બનાવે છે, માટે આ પાપાના દ્વાર બંધ કરવા પડશે.
* જે સુખ જે એ છે તો પાપોનો ત્યાગ કરવો પડશે. પાપ કરતા રહેવું અને સુખ મેળવવું એ તો ૩૬ ના આંક જેવી વાત છે. પાપનો ત્યાગ કરવો નથી, અને દુખમાંથી છૂટકારો જોઈએ છે તો એ કેવી રીતે બને ? એ બંને સાથે સંભવિત નથી. ભૌતિક સુખ મેળવવા માટે પણ પાપોનો તે ત્યાગ કરવો પડશે. છે પાપનો ત્યાગ કરવાની તૈયારી ? અઢાર પાપસ્થાનકથી દૂર રહેવા તૈયાર છો? (શ્રેતામાંથી અવાજેસંસારમાં છીએ એટલે પાપ તે કરવા પડે છે). જ્ઞાની કહે છે કે ન્યાયથી ધંધે કરો તે પણ પાપ છે, તે અનીતિ કરીને કયાં જશે? આત્માને પૂછો હે આત્મા ! તને પાપ પ્યારા તે નથી લાગતા ને? પાપ કરવા જેવા નથી એ વાત પ્રતિક્ષણે યાદ રહે છે ને? પાપ કરતાં દુઃખ થાય છે કે અરેરે...મેં કેટલા બધાં પાપ કર્યા? ક્યારે ય આ આત્માને પૂછો છો ખરા? ના, કારણ કે પાપ કરવામાં જીવને મજા આવે છે. “જ્યાં સુધી પાપ પ્રત્યે ઘણું નહી જાગે, તેના પ્રત્યે તિરસ્કાર પેદા નહિ થાય ત્યાં સુધી ધર્મ પ્રત્યે પ્રેમ નહિ પ્રગટે, ત્યાં સુધી ધર્મમાં શ્રદ્ધા નહિ જશે.” - ધર્મથી પુણ્ય બંધાય છે. એક પ્રકારના ધર્મથી પુણ્ય બંધાય છે, અને એક પ્રકારના ધર્મથી પાપ અને પુણ્ય બંનેને નાશ થાય છે. જેમ પુણ્યના ઉદયથી ભૌતિક સુખ મળે છે તેમ કર્મોનો ક્ષય થવાથી આધ્યામિક સુખ મળે છે. જેમ જેમ આત્મા પર લાગેલા કર્મોનો નાશ થતો જાય છે તેમ તેમ આત્માને પોતાનું સ્વાધીન સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી સ્વર્ગ મળે છે, અને પુણ્યના, પાપના સર્વક્ષયથી મોક્ષ મળે છે. મેક્ષ તો અહીં બેઠેલા બધા જીવો ઝંખતા હશે, પણ માત્ર મા–મોક્ષની વાત કરવાથી મોક્ષ સુખ નહિ મળે, મિક્ષની વાત તે કંઈક જે ઘરમાં કરતા હશે
૨૩.