________________
શારદા રત્ન
૩૬૭ જતી તેમ અશ્વની ગતિ વધુ તેજ બનતી ને એ જોરથી દોટ મૂક્ત. રાજાના મનમાં થયું કે શું થશે? આ અશ્વ મને કયાં લઈ જશે? રાજા અંતે થાકયા. એમણે લગામ છૂટી મૂકી દીધી. - દેડતે દોડતે અશ્વ જે વડની ડાળીએ ઝોળીમાં બાળકને સુવાડે હતા ત્યાં આવી પહોંચ્યા બેલે હવે ઘડાને ગાંડો કહે કે ડાહ્યો ? પુણ્યશાળી આત્માઓને કોઈ ને કઈ રક્ષણદાતા મળી જાય છે. નાને બાળ માતાથી વિખૂટો પડ્યો છે તે ભૂખના કારણે રડે છે, તેને ઝીણે અવાજ સંભળાયો. રાજાએ ઘોડા ઉપરથી નીચે ઉતરીને ઝાડ પાસે જઈને જોયું તે ઝોળીમાં નાના બાળક સૂતેલું હતું. એ નવજાત બાળ લીલીછમ ઘરતીને પારણીયે પિઢયો હતો. બાળકને જોતાં રાજાના મનમાં થયું કે આ બાળક અહીં છે, તે આટલામાં કયાંય તેની માતા હોવી જોઈએ. રાજાએ ચારે બાજુ તપાસ કરી પણ ક્યાંય તેની માતા દેખાઈ નહીં. જે તેની માતા હોય ને હું આ બાળકને લઈ જાઉં તે બાળક માતાથી વિખૂટું પડી જાય, અને મહાન પાપ બંધાય. આ ભવમાં કઈ મા-દીકરાને વિખૂટા પાડીએ તો આવતા ભવમાં આપણા દીકરા પણ વિખૂટા પડે, માટે મારે એવા કર્મો બાંધવા નથી, પણ તપાસ કરતાં કઈ ન મળ્યું ત્યારે મિથિલાપતિએ એ બાળને તેડી લીધે ને બેલ્યા-તું જ મારો લાડકવાયો, તું જ મારી પુષ્પમાલાનું પુષ્પ ! તું જ ; મારી મિથિલા પાટવી !
બાળકને જોતાં થયેલો આનંદઃ- નવજાત બાળકને વનમાં છેડીને જનાર માતાને ઓલ આપતા રાજા મનમાં બોલે છે, એ નારી ! આ શિશુની એ જનેતા ! વિધાતાએ તને માતૃપદ આપવામાં ભારે થાપ ખાધી છે. આવા સુંદર બાળકને આવા ભયાનક વનમાં તરછોડી જતાં તને જરા પણ દયા ન આવી ! હાય ! વિધાતા પણ વિચિત્ર છે! જેને માતૃપદ જોઈએ છે એને એ નથી આપતા અને જેને નથી જોઈતું એની કુંખમાં આવું લાખેણું મોતી મૂકે છે! દેવકુમાર જેવા સુંદર બાળકને જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. તે બાળક એક તો મયણરેહાનું હતું, બીજું તે ચરમ શરીરી હતું અને ત્રીજું ક્ષત્રિયકુમાર હતું, એટલે તે સ્વાભાવિક રીતે સુંદર હતું. તેના શારીરિક લક્ષણે ઘણા સારા હતા. રાજા લક્ષણે જોઈને સમજી ગયા કે આ બાળક સુલક્ષણે છે. મારે કઈ સંતાન નથી. સંતાન ન હોવાના કારણે મારું રાજ્ય સૂનું સૂનું લાગે છે. મારા સદભાગ્યે આ બાળક મારા હાથમાં આવ્યું છે. આ ઘડે મને અહીં સુધી ખેંચી લાવ્યો છે. પ્યારા અશ્વ ! શું તારે ઉપકાર! તું આજે મને અહીં ખેંચી લાવ્યા ન હોત તો આવો સુંદર પુત્ર મને ક્યાંથી પ્રાપ્ત થાત ! આ બાળકની સાથે મારો કે ગાઢ સંબંધ પણ અવશ્ય હોવો જોઈએ.
રાજા વિચારવા લાગ્યા કે આ બાળકને લઈ જઈને પટરાણીને સોપું. રાજા બાળકને ખૂબ સાચવીને ઘોડા ઉપર બેસી રાજમહેલમાં આવ્યા. રાણુ પુત્ર માટે ખૂબ ચિંતા કરતી હતી. ત્યાં રાજા જઈ ચડ્યો ને કહે હે રાણું ! તારી વર્ષોની ભાવના પૂર્ણ કરનાર