________________
શારદા રત્ન વસુદેવના બંધન તૂટી ગયા. દેવકીજીએ આજના દિવસે કૃષ્ણજીને જન્મ આપ્યો. વસુદેવ બાળકને ટોપલામાં લઈને ગેકુળમાં ગયા. વચ્ચે નદી આવતી હતી તે માર્ગ થઈ ગયે. ગોકુળમાં જઈને જસદાએ મરેલી પુત્રીને જન્મ આપ્યો છે તેને લઈ લીધી અને કૃષ્ણજીને ત્યાં મૂક્યા. આ બધું કાર્ય થયું ત્યાં સુધી રોકીયાત જાગ્યા નહિ, પછી બધા જાગ્યા. કંસ પૂછે છે જલદી સમાચાર આપો કે દેવકીજીને શું આવ્યું છે? તે કહે દીકરી આવી છે. કંસ મનમાં હરખાવા લાગ્યો કે મુનિના વચન કેવા ખોટા પડ્યા? તેણે તે મરેલી દીકરીને પણ પથ્થરની શીલા સાથે પછાડીને માથું ફાડી નાંખ્યું. તેના મનમાં થયું કે બસ, હવે મારા કુળનો નાશ કરનાર કેઈ નથી.
કૃષ્ણજી ગોકુળમાં નંદને ત્યાં ઉછરે છે. ધીમે ધીમે મોટા થતા જાય છે. બહાર છોકરાઓ સાથે ઉમે પણ તેનું ક્ષત્રિય તેજ કાંઈ છાનું રહે ખરું ! સૂર્યના પ્રકાશની સામે કઈ છાબડી ઢાંકે તો એથી કંઈ પ્રકાશ ઝાંખે પડવાને છે. એક દિવસ આ કૃષ્ણજીને દહીં ખાવાનું મન થયું, તેથી ઉપર ચઢીને લેવા જાય છે ત્યારે જશદાથી બેલી જવાયું. દેવકીના જાયા ! જરા સખણ રહે. તોફાન ન કર. દેવકીના જાયા, આ શબ્દ સાંભળ્યો એટલે પૂછે છે શું તમે મારા માતા-પિતા નથી ? શું મારી માતા દેવકી છે? તેણે શબ્દ બરાબર પકડી રાખે. કંસને ખબર પડી કે મારે શત્રુ ઉછરી રહ્યો છે, તેથી પરીક્ષા કરવા એ બળદને મોકલ્યા, તો બળદને શીંગડાથી પકડીને પછાડી મારી નાખ્યા. કાળીનાગ મેકિર્યો. તેને પણ નાશ કર્યો. મલયુદ્ધોને મોકલ્યા, તો કૃષ્ણુજીએ એમની પણ પરાજય કર્યો. આથી કંસના પેટમાં તેલ રેડાયું કે નક્કી હવે મારો દુશ્મન તૈયાર થઈ ગયો છે. કૃષ્ણજીએ મોટા થતાં કંસને માર્યો અને જરાસંધ (પ્રતિ વાસુદેવ)ને હરાવ્યો, અને ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. પ્રતિવાસુદેવ લડાઈ કરીને બધું ભેગું કરે ને ભગવે વાસુદેવ. આ રીતે કૃષ્ણજીએ ત્રણ ખંડ પર પિતાની સત્તા જમાવી. કૃષ્ણજી અવિરતિ સમ્યક દૃષ્ટિ હતા. તે દીક્ષા ન લઈ શક્યા પણ ધર્મની દલાલી ખૂબ કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. આવતી ચોવીશીમાં તીર્થકર થશે. આવા મહાન પવિત્ર આત્માઓની જન્મજયંતી ઉજવીને આપણું આત્માને પવિત્ર બનાવવાનું છે. આ પવિત્ર આત્માઓનું જીવન ગુણ ગુલાબના પુષ્પોની સુગંધથી આજે પણ મહેકી રહ્યું છે.
જેનું જીવન ગુલાબના પુષ્પની માફક મહેકી રહ્યું છે એવા મન:પર્યવજ્ઞાની ભગવંતને મયરેહાએ પ્રશ્ન કર્યા ને ગુરૂભગવંતે તેના ઉત્તર આપ્યા. મયણરેહાને ખૂબ હર્ષ થયે, પછી તેણે મુનિને કહ્યું, આપે મારા બાળકનો પૂર્વભવ તે કહ્યું પણ અત્યારે હું તેને વૃક્ષની ડાળીએ ઝોળીમાં સુવાડીને આવી છું તે તે પુત્રનું શું થયું ? તે આપ કૃપા કરીને મને કહે. મુનિએ કહ્યું છે સતી ! તમે તે પુત્રની ચિંતા ન કરો. તમે વૃક્ષ ઉપર ઝોળી બાંધી તેમાં પુત્રને સૂવાડી સ્નાન કરવા ગયા હતા. તે વખતે મિથિલાના રાજા પદમરથ ઘોડા પર બેસીને ફરવા નીકળ્યા હતા. ઘોડો તફાને ચડ્યો. કાબૂમાં રહેતું ન હતું. રાજ ગભરાયા, ઘોડાની ગતિમાં ભંગાણ પાડવા ઘણી લગામે ખેંચી. લગામ જેમ ખેંચાતી