________________
શારદા રત્ન
૩૨૩ એ માએ તને તરછોડ્યો ન હતે. પિતે ઠંડી વેઠીને તને વહાલે કરી ગરમીની હુંફ આપી હતી. એ માતા-પિતાએ તને બધી વાતે હોંશિયાર કર્યો. પગભર કર્યો. એ ઉપકારી માતા-પિતાને કેમ ભૂલાય ! યાદ રાખે મારા યુવક ભાઈઓ, માતા-પિતાના ઉપકારને !
મયણરેહા પોતાના બાળક માટે ચિંતા કરે છે. અરે ! નવપ્રસુત શિશુ એકલે અટૂલે ભર જંગલમાં કેવો તરફડત હશે માતાના દૂધ માટેનું એનું રૂદન કેવું કરૂણ હશે ! અરે ! રાજમહેલમાં હોત તો ખમ્મા ખમ્મા થતી હોત, પણ આજે તારા સામું જેનાર કેઈ નથી ! માતા-પિતા સદાય સંતાનનું હિત ઈચ્છતા હોય છે. અરે ! ઘણું આર્ય સન્નારીએ તે પુત્રનું આ ભવમાં તે હિત છે પણ તેનું ભવોભવમાં કેમ હિત થાય તે માટે સામેથી સાધુપણું અપાવે છે.
ગોપીચંદ તે રાજા રાણીને એકને એક લાડીલે પુત્ર હતું. એનું રૂપ એટલે જાણે સાક્ષાત્ કામદેવ જોઈ લે. રૂપ સાથે સૌંદર્ય પણ ઘણું મળ્યું હતું. માતા પિતાને એ વહાલસે હતો. પ્રજાને મન એ હૈયાને હાર સમાન હતે. ખૂબ લાડકોડમાં ઉછરતાં યુવાનીના આંગણે પગ મૂક્તા એના અનેક રૂપવતી કન્યાઓ સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી રાજકન્યાઓ સાથે આનંદમાં દિવસે પસાર કરે છે. જેને પણ ઈર્ષા આવી જાય એવા વૈભવી સુખને રાજકુમાર માણી રહ્યો છે. દિવસે, મહિનાઓ અને વર્ષો વીતવા, લાગ્યા. ભવ વિલાસમાં ગળાબૂડ ડૂબેલા રાજકુમારની જિંદગી જલ્દી પસાર થવા લાગી. સંસારના સુખોની મસ્તી માણતા ગોપીચંદને કયારે પણ આત્માના સુખની મસ્તી માણવાનું મન થતું નથી. ક્યારેય પ્રભુનું નામ લેવું પણ ગમતું નથી. જીવનમાં બધું હોય પણ જે ધર્મ નથી તે એ જીવન મીઠા વગરના ભજન જેવું છે.
પુત્ર માટે પરલોકની ચિંતા કરતી માતા –ગોપીચંદની માતા આજની માતા જેવી ન હતી, પણ ધર્મના સંસ્કારને પામેલી હતી. ગોપીચંદ જીવનમાં ધર્મ કે - પોપકારના કાર્યો ન કરે તે માતાને ગમતું ન હતું. તેમને આ વાતનું મેટું દુઃખ હતું. મારો દીકરો આ રીતે રંગરાગમાં પોતાનું જીવન વ્યર્થ પૂરું કરી નાખશે! એના બધા પુણ્ય અહીં જ ભગવાઈને ખતમ થશે! અરરર....તે બિચારાનું પરલોકમાં શું થશે ! પૂર્વભવમાં કમાણી કરીને આવ્યો છે તે ખાય છે પણ આ ભવમાં કંઈ કમાણી કરતે નથી તે આવતો ભવ તેને કેવી થશે? પુત્રની પરાકની ચિંતા કરનારા માબાપ કેટલા? હા, આ ભવની ચિંતા કરનાર માબાપ તે ઘણું હોય છે, પણ પરલોકની ચિંતા કરનારા બહુ અ૮૫ હશે.
પ્રસ્કે રડતી ગેપીચંદની માતા–એક દિવસની વાત છે. ગોપીચંદની માતા મહેલને ઝરૂખામાં ઉભા હતા. નીચે પરસાળમાં ગોપીચંદ સ્નાન કરવા બેઠા છે. સ્નાન કરીને ઉભા થયા. શરીર લુછતા હતા ત્યાં બરડા પર ઉના ઉના પાણીના ટપકા પડ્યા. ગોપીચંદ પૂછે છે અરે ! આ ઉનું ઉનું શું પડ્યું? ઉંચે નજર કરી તે માતા ઝરૂખે ઉભી છે, ને આંખમાંથી અશ્રુ વહાવી રહી છે. તે અશુના ટપકા શરીર પર પડયા છે. માતા વિચારી રહી છે, જે મારો દીકરો સંસારને કીડે બની, રંગ-રાગમાં મસ્ત બની