________________
૩૩૦
શારદા રત્ન ગરીબીમાં અમીરી-રૂપે ભીલ પાસેથી આ વાત સાંભળતા શેઠની આંખમાં અશ્રુની ધાર થઈ. અરર.. બિચારા છોકરાઓનું શું થશે? એ ભૂખ કેવી રીતે વેઠશે? કેટલી દયા! ગરીબીમાં પણ કેટલી અમીરી ! શેઠ કહે, તે પથિકે છોકરાઓ માટે લાડવા રાખ્યા કે નહિ? અરે શેઠ, તે તે એટલા બધા દયાળુ હતા. તે કહે તું ત્રણ દિવસને ભૂખે છું. અમે તે આજનાં ભૂખ્યા છીએ. કાલે કેઈક હરીને લાલ મળી જશે! આટલી ગરીબાઈમાં પણ કેટલી ઉદાર વિશાળ ભાવના ! પછી શેઠ કહે રૂપા! તું સાચું કહેજે, તે એમને માર્યા છે? તે એમને સતાવ્યા છે? શેઠ સાહેબ! હું એમને મારત જરૂર પણ એમણે મને બધું દઈ દીધું, પછી શા માટે મારું ? મેં એમને માર્યા નથી કે સતાવ્યા નથી. મને ભૂખ્યો જાણીને મારા પર દયા કરીને મને લાડવા આપી દીધા.
ઉદયચંદ જ્ઞાન લગાયે, ધન ધન સાગરદત્તને,
કરૂણ હત્યા ભીલ પરે, કર્મ પણ પડયા લારે, શેઠ કહે ધન્ય છે ધન્ય છે સાગરદત્તને ! પરોપકારની પ્રતિમા સમાન શેઠને ધન્ય છે. પિતાની પાસે નહીં હોવા છતાં બીજા પર કરૂણા કરી, હતું તે પણ આપી દીધું પણ ખરેખર કર્મોએ તેમને પીછો પકડે છે. તે જ આપેલા લાડવા માટે ત્યાં પાછા આવ્યા. શેઠ કહે–રૂપા ! તને લાડવા આપ્યા તે તે વેચી કેમ દીધા? શેઠજી ! હું લાવા લઈને જમવા બેસતે હતે. મને તે લાડવા મળ્યા તેથી ખૂબ આનંદ હતું, પણ ભીલડી કહે–આવા લાડવા આપણે ન ખવાય. આ લાડવા તે સુખી શ્રીમંતે ખાય, માટે 'આપ આ લાડવા ગામમાં જઈને વેચી આવે તે આપણે ચાર–આઠ દિવસના રોટલા નીકળશે. ભલડીના કહેવાથી મેં કંદોઈને ત્યાં લાડવા વેચ્યા ને તેના મૂલ્ય લીધા. શેઠ વિચાર કરે છે અહાહા...શેઠે લાડવા ન ખાધા. ભીલના હાથમાં ગયા. ભાણા પર જમવા બેઠો છતાં એ ખાઈ ન શકે. શું કર્મ રાજા ! તમારા ખેલ છે ! હવે ભીલ ત્યાંથી ચાલ્યો ગયો. શેઠ ધર્મ આરાધનામાં દિવસે પસાર કરે છે. હવે આ બાજુ સાગરદત્ત શેઠનું શું બન્યું?
કર્મના કેવા વિચિત્ર નાચ ! સાગરદત્ત શેઠ તે ભીલને લાડવા આપીને આગળ ચાલ્યા જાય છે. જુઓ, કર્મો જીવને કેવા વિચિત્ર નાચ કરાવે છે. રાણા પ્રતાપને જંગલમાં કેઈએ જમવા માટે ભેજન આપ્યું પણ ત્યાં અચાનક બિલાડી આવી ને એ ભજન ખાઈ ગઈ, ને રાણું પ્રતાપ ભૂખ્યા રહ્યા. એ રીતે અહીં ઉદયચંદ્ર શેઠે બાળકોને ખાવા માટે લાડવા આપ્યા હતા પણ તેમના ભાગ્યમાં ખાવાનું નહિ હોય તેથી ભલે આવીને માંગણી કરી ને બધા લાડવા તેને આપી દીધા. ત્યાંથી ચારે જણએ આગળ ચાલવા માંડયું. જેમણે પહેલા ધરતી પર પગ મૂક્યા ન હતા તે આજે વગડાની વિકટ વાટે વિચરી રહ્યા છે. જેમને ત્યાં સ્નાન કરવા સેનાને બાજઠ, સેનાના હિંડોળા હતા, જે સેનાની ટેકરી પર બેઠા હતા, તેમને આજે કર્મરાજાએ પથ્થરની શીલા પર પછાડયા. આ કુટુંબ ચાલ્યું જાય છે. બાળકે ભૂખ્યા થયા છે. હવે ત્યાં શું બનશે તે અવસરે.