________________
૩૪૮
શારદા રત્ન નગરમાં એક શેઠને ત્યાં આવ્યા. શેઠે તેમને ખૂબ આદર સત્કાર કર્યો અને કહ્યું, તમારા સંયોગ મને પંથમાં સંબલ સમાન છે. તેમને રહેવા ઘર આપ્યું ને કહ્યું, આપ શાંતિથી અહીં રહો ને ધર્મધ્યાન કરો. શેઠ કહે, વ્યવસાય વિના જીવનમાં દુર્ગુણ ભરાતા જાય છે. દેહ વિકૃત બને છે. વ્યવસાય એ તે મુક્ત આનંદ છે. ભાઈ! આપણું કોઠાર સંપૂર્ણ ભરેલા છે. વ્યવસાય કરવાની કઈ જરૂર નથી. શેઠ! આપ મારા ઉપકારી છો, મારે શું કરવું તેનું માર્ગદર્શન આપે. મારી પાસે થોડું પણ ધન નથી કે હું વ્યાપાર કરી શકું. આપ બીજો કોઈ પણ ઉપાય બતાવે કે જેથી મારા કુટુંબનું ભરણપોષણ કરી શકું.
સાગરદત્ત શેઠની ભાવના જોઈ શેઠે કહ્યું, એક કામ તે એ છે કે ક્ષિપ્રાને કાંઠે સરોવર થાય છે, ત્યાં અનેક માણસે કામ કરે છે. ત્યાં તમારી રહેવાની ઈચ્છા હોય તે રાજાના આદેશથી ત્યાં નિમણુંક કરાવું. કામને અમુક પગાર નકકી કરી આપીશ અથવા નગરથી થોડે દૂર એક વન છે. ત્યાં ઘણા લાકડા છે. તે એ લાકડા કાપી ભારો બાંધી હમેશાં નગરમાં વેચી દેવો ને આજીવિકા ચલાવવી. આ બે માર્ગમાં તમને જે ગ્ય લાગે તે માર્ગ અપનાવે. શેઠે વિચાર કર્યો કે સમુદ્ર કિનારે માટી દવા જવી એમાં અનેક કીડી, મકડા, આદિ જે નીચે માટીમાં હેય ને ખોદતા એ જીવોની હિંસા થઈ જાય, તેના કરતાં વનમાં જઈ સૂકા લાકડા કાપવાને વેચવા એ શ્રેષ્ઠ છે. માટે એ કામ ક
. અગરદત્ત શેઠે કેઈ દિવસ કુહાડી હાથમાં ઝાલી નથી. એમને લાકડા કાપતા કર્યાથી આવડે? શેઠે થોડા દિવસ તે એક કઠિયારાને કહી દીધું કે ભાઈ તારે આ ભાઈને લાકડા કાપી આપવા ને તેને ભારે બાંધી દે. ભલે શેઠ ! આ રીતે થેડા દિવસ તે લાકડા કાપનાર મળી ગયા, પણ પછી તે જાતે કાપવાનો વખત આવ્યો. કેઈ દિવસ કુહાડી હાથમાં પકડી નથી. થોડા લાકડા કાપે ત્યાં હાથ સૂઝી જાય છે, છતાં મનમાં દુખ નથી. લક્ષમીની સેજ પર રાત દિન રંગભર આળોટનાર શેઠને નિર્જન વગડાનાં પહાડ કે ખડકો ભય ઉપજાવતા નથી. વાયરા કંપાયમાન કરતા નથી.
દરરોજ વનમાં જઈ લાકડા કાપે અને ભારો વેચે ને તેમાંથી ગુજરાન ચલાવે. સમય મળે તે સામાયિક, પ્રતિકમણ આદિ કરે ને છોકરાઓને શીખવે અને ધર્મની ક્રિયાઓ કરે. કેઈ દિવસ પાશેર ભાર ઉપાડ્યો નથી, એવા શેઠ માથે લાકડાને ભારે મૂકીને વેચવા જાય. તારામતી પણ બીજા કામ-કપડાં, વાસીદું, પીસવું વગેરે કામ કરી શેઠને મદદ કરતી. પેટ કરાવે વેઠ. એક પેટ માટે શેઠ-શેઠાણને કેવાં કામ કરવા પડે છે!
શેઠ કેઈ વાર જલ્દી ભારો વેચાઈ જાય તે વહેલા પાછા આવે, નહિ તે સાંજે આવતા ઘરે પત્ની, બાળકે બધા ભૂખ્યા બેઠા હોય. સાંજે શેઠ આવે, પૈસા લાવે, એમાંથી થોડું ઘણું બનાવીને ખાઈલે શેઠને પાપના ઉદય સાથે છેડે પુણ્યનો ઉદય છે. શેઠ ભારો વેચવા આવે ત્યારે શેઠના મુખની તેજસ્વીતા જોઈને સી પૂછે, આપની સ્થિતિ આમ કેમ છે? આપના મુખ ઉપરથી લાગે છે કે આપ પુણ્યવાન છે, છતાં આ