________________
શારદા રત્ન
૩૫૯ સમજાવે છે પણ પુરૂષપણાનું અભિમાન છે એટલે વિદ્યાધર તેની વાત સાંભળતો નથી. તેની હાંસી ઉડાવે છે. છેવટે વિમાન નીચે ઉતાર્યું. તેમની ધર્મશ્રદ્ધાને પ્રભાવ વિદ્યાધર ઉપર કેવી પડશે તે સાંભળજે. તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં.-૩૯ શ્રાવણ વદ ૮ ને રવિવાર
તા. ર૩-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી અનંત જ્ઞાન, દર્શનના ધારક જિનેશ્વર ભગવંતોની દેશના એટલે અનુપમ પ્રકારનું સુંદરમાં સુંદર સંગીત. તીર્થકર ભગવાનની દેશનાનું તે પૂછવું જ શું? દેશના સાંભળનારા સૌને એમ લાગે કે ભગવાન મને કહી રહ્યા છે. સૌ પોતપોતાની ભાષામાં ભગવાનની વાણીને સમજી શકે તે બધાના સંદેહ એક સાથે છેડાયા કરે. આ વાણને અતિશય જેને વરેલ છે તેવા તારક પ્રભુના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત.
ભગવાન આત્મ સ્વરૂપને પામવા માટે માર્ગ બતાવતા કહે છે કે હે આત્માઓ , તમે આત્માની શ્રદ્ધા કરે. વિશ્વાસ કરે. સંસારના દરેક કાર્યમાં જીવને શ્રદ્ધા છે પણ શ્રદ્ધા નથી માત્ર આત્માની. આત્મા એટલે કેણ? ત્રિકાલાબાધિત હું ભૂતકાળમાં હતો વર્તમાનકાળમાં છું અને ભવિષ્યકાળમાં પણ હઈશ. આ શરીર સળગી જશે તે થોડું તે રહેવાને. શરીર નાશવંત છે એટલે આ શરીરને અને મારે વિયેગ નિશ્ચિત છે, પણ આ શરીર છૂટશે તે ય હું તે રહેવાને છું. આવું લાગી જાય તે આજે જેમ આ શરીરની ચિંતા થાય છે તેમ આત્માની ચિંતા થશે. આત્માને નહીં ઓળખનારા અજ્ઞાની જવો શરીર આદિની પ્રગતિ માટે મહેનત કરે છે પણ આત્માની પ્રગતિની મહેનત કરતા નથી. શરીરની બાલ, યુવાન, મધ્યમ, પ્રૌઢ અને વૃદ્ધ આદિ અવસ્થાઓની તમને ખબર છે પણ કોઈ પૂછે કે આત્માની અવસ્થાએ કેટલી? તેની તમને ખબર છે? શરીરની બધી અવસ્થાઓ યાદ, એ અવસ્થાઓમાં કેમ વર્તવું એ બધી ખબર હોય અને આત્માની કંઈ જ ખબર નહિ એનું કારણ શું? માણસ ઉંમરમાં વધે તેમ વજનમાં પણ વધુ જોઈએ એમ તમે માને છે ને ? કાંટે ચઢતાં વજન ઘટ્યું છે એમ ખબર પડે તે ડેકટર કે વદ પાસે જાવ ને શરીરની ચિકિત્સા કરાવો. શરીરની કેટલી ચિતા ? જે
ડું વજન વધ્યું હોય તે કેટલો આનંદ થાય ! પણ આત્મા ઉપર કષાયને, રાગ-દ્વેષના મેલને જે વધે છે કે ઘટ છે એની ચિંતા કરનારા કેટલા ? આ માને માનનારાએ આત્માની અવસ્થાઓને જાણવી જોઈએ.
આત્માની ત્રણ અવસ્થા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. શરીરના પ્રેમીને જેમ શરીરની ચિંતા હોય છે અને શરીરનું વજન નક્કરપણે વધે તે આનંદ થાય છે, તેમ વાસ્તવિક કોટીના આરિતને આત્માની ચિંતા હોય છે, અને પિતાના