________________
કુપટ
શારદા રત્ન શેઠના તનના થાક કરતાં મનને થાક વધુ છે. હમહિડોળે ઝુલનાર શેઠને આજે ઝુંપડાના સાંસા પડ્યાં. આ ભયંકર દુઃખોમાં મન ન થાકે તે બીજું થાય શું? છતાં કર્મના સ્વરૂપને સમજેલા છે. ધર્મને પામેલા છે, તેથી સંતેષથી રહે છે. આટલી ગરીબ સ્થિતિમાં પણ પ્રભુને કે ધર્મને ભૂલતા નથી. જે દુઃખમાં પ્રભુને ભૂલતા નથી તેનું દુઃખ ગયા વિના રહેતું નથી. પૂર્વના ગાઢ કર્મો હોય તેથી દુઃખ ભોગવવું પડે પણ કેઈ ને કઈ રક્ષક મળી જાય છે.
આ શેઠ અને બાળક ઝાડ નીચે બેઠા છે. શેઠ કહે ચાલે આપણે સ્વાધ્યાય કરીએ. પ્રભુની પ્રાર્થના કરીએ. પોતે ઘેરથી ભાતુ લાવ્યા હતા તે શેઠે બાળકને ખવડાવ્યું, પછી એક ચિતે એક સૂરે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા.
धम्मो मंगल मुक्किटं, अहिंसा संयमो तवो।
देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो । શેઠે આ બાળકને પણ આ ગાથા શીખવાડી હતી. શેઠ અંતરના ભાવપૂર્વક આ ગાથાઓ બોલી રહ્યા છે. ભાગ્યના વિપ્લવથી પ્લાન થયેલી દિશામાં સુખની છાયાની નાની પગલીઓ હવે ચમકતી હતી. આજ સુધી વહેતા સંસારના પ્રવાહમાં તણાતા શ્રેષ્ટીએ : ધૈર્યતા અને ગંભીરતાપૂર્વક દુખની જ્વાળાને શમાવી રાખી. ન જાણે દુઃખની સ્પર્ધા કરવા સુખની છાયા શ્રેષ્ઠીના જીવનમાં પ્રતિબિંબ રૂપ બની ગઈ.
પ્રાર્થનાના પડઘાએ જગલ ગાજે, વિદ્યાધરનું મનડું નાચે,
ગતિવેગે જતું વિમાન સ્થભે, વિચાર મંથનમાં દંપતિ દોડે, શેઠ સ્વાધ્યાય કરી રહ્યા છે ત્યાં જંગલમાં મંગલ થયું. તે સમયે એક વિદ્યાધર અને તેની પત્ની વિમાનમાં બેસીને તીવ્ર ગતિએ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા હતા. જ્યાં આ શેઠ બેઠા હતાં ત્યાં આવતા તેમનું વિમાન થંભી ગયું. વિમાન ચલાવવા ઘણું પ્રયત્નો કરે છે, પણ વિમાન ત્યાંથી એક તસુ પણ ખસતું નથી. વિદ્યાધર કહે, હું પ્રભુના દર્શન કરવા જાઉં છું. પાપના કામ માટે તે જાતે નથી, છતાં આ લિબ કેમ આવ્યું? ભગવાનની દેશના પૂરી થઈ જશે ને હું લાભ વિના ન રહી જઈશ. વિદ્યાધરને ગુસ્સો આવી ગયો કે પ્રભુના દર્શન કરવા જતાં આ ખલના પહોંચાડનાર કોણ છે? વિદ્યાધરી કહે આપ ગુસ્સો ન કરે. લાલ આંખ ન કરે. અહીં કેઈ અઘોર તપસ્વી સંત બેઠા હશે અથવા દઢવમી અને પ્રિયધમી શ્રાવક બેઠેલા હશે, નહીં તે આપણું વિમાન અટકે નહિ. ત્યાં કાન સ્થિર કર્યા તે મીઠા ધીમા સૂરે નવકારમંત્રને અવાજ આવ્યું. સ્વાધ્યાયના સૂર તેમના કાને અથડાયા. નીચે નજર કરી તે ત્રણ આત્માને બેઠા છે. વિદ્યાધર કહે, અરે ! આ લોકોના કારણે વિમાન ચંહ્યું છે. મને ભગવાનના દર્શને જતાં વિન રૂપ બન્યા છે, એમને જીવતા ન રાખું. આપ ગરમ ન થાવ. આ ધાર્મિક આત્મા શ્રાપ આપશે તે આપણે હતા ન હતા થઈ જઈશું. વિદ્યાધરી