________________
૩૬૧
શિર રત્ન પર ધર્મની પ્રતિષ્ઠા કરે છે. જાતિપૂજ, કુળપૂજાના સ્થાને ગુણપૂજાનું મહત્વ સ્થાપિત કરે છે, દયા, કરૂણા, સેવા આદિને ઉપદેશ આપે છે. આવા તીર્થકર મહાપુરૂષોને ધર્મપુરૂષ કહેવાય છે
(૨) ભેગપુરૂષા-ચકવતીને ભેગપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણ કાળમાં બાર બાર ચકવતી થાય છે. તે પિતાના ભૂજાબળથી છ ખંડ પર પોતાની વિજયપતાકા લહરાવે છે, અને સર્વત્ર અખંડ શાસન સ્થાપિત કરે છે. પ્રજાને સુશાસન દ્વારા સુખી બનાવે છે. તેમને ૬૪ હજાર તો રાણીઓ હોય છે. તેમને ત્યાં ૧૪ રને અને નવ નિધાન હોય છે. ૧૪ રત્નોની વાત તે આપે ઘણી વાર સાંભળી હશે, પણ નવ નિધાનમાં શું હોય છે તે જાણવા જેવું છે.
(૧) નૈસર્પ- નૈસર્પ નામના નિધાનમાં ગામ એટલે વાડથી વીંટાયેલું, આગર એટલે જ્યાં લવણદિક ઉત્પન્ન થાય તે, નગર એટલે રાજધાની, પત્તન એટલે જળમાર્ગે તથા સ્થળમાર્ગે જ્યાં જવું આવવું થાય તે, દ્રોણમુખ એટલે જ્યાં જવાને ફક્ત જળમાર્ગ હોય તે, મંડબ એટલે જેને ફરતા અઢી ગાઉ સુધીમાં કઈ ગામ ન હોય તે, સ્કંધાવાર એટલે લશ્કરી છાવણી, ઘર એટલે મહેલ આદિ તથા દુકાન એટલે હાટેની શ્રેણી વગેરેની રચનાનું નકશા સહિત સ્વરૂપ લખેલું હોય છે.
(૨) પાંડકઃ પાંડુક નામના નિધાનમાં સોનામહોરો તથા સેપારી આદિ ગણવાના પદાર્થો, ગાયનના સર્વ ભેદો, ધાન્ય આદિ માપવાના માપ, ખાંડ, ગોળ * આદિ તળવાના તોલા તથા ધાન્યના બીજ વગેરેનું જ્ઞાન લખેલું હોય છે.
(૩) પિંગલઃ પિંગલ નામના નિધાનમાં પુરૂષે, સ્ત્રીઓ, ઘોડા તથા હાથીઓને પહેરવાના વિવિધ પ્રકારના આભૂષણે સંબંધી જ્ઞાન લખેલું હોય છે.
(૪) સર્વરત્ન ઃ સર્વરત્ન નામના મહા નિધાનમાં ચકવતીઓના ચક્ર આદિ સાત એકેન્દ્રિય રત્નો તથા સેનાપતિ આદિ સાત પંચેન્દ્રિય રને એ રીતે ચૌદ રતનની ઉત્પત્તિ વર્ણવેલી છે. બીજા આચાર્યો એમ કહે છે કે આ નિધાનના પ્રભાવથી તે ચૌદ રને મહાપ્રભાવવાળા હોય છે.
(૫) મહાપવાઃ મહાપ નામના નિધાનમાં સર્વ પ્રકારના વ, તે સંબંધી સર્વ પ્રકારની ભાત, મજીઠ, કરમચી તથા કસુંબા આદિ સર્વ પ્રકારના રંગો તથા લેખંડ અને ત્રાંબા આદિ સર્વ પ્રકારની ધાતુઓ અને વસ્ત્રાદિક દેવાની વિધિ વગેરે બાબતનું વર્ણન લખેલું હોય છે.
(૬) કાલઃ કાલ નામના નિધાનમાં સર્વ પ્રકારનું જ્યોતિષશાસ્ત્ર સંબંધી જ્ઞાન તથા તીર્થકર, ચક્રવતી અને બળદેવ તથા વાસુદેવ સંબંધી ત્રણ વંશોની શુભ હકીકત, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી સર્વ પ્રકારની શુભ , અશુભ હકીકત, સર્વ પ્રકારના શિલ્પશાસ્ત્ર સંબંધી જ્ઞાન તથા પ્રજાને હિતકારી એવા જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એ ત્રણ પ્રકારના ખેતી, વ્યાપાર આદિ કાર્યો–એ બધાનું વર્ણન લખેલું હોય છે.
(૭) મહાકાલઃ મહાકાલ નામના નિધાનમાં વિવિધ પ્રકારના લોખંડ, રૂપું,