________________
શારદા રત્ન
૫૭. અને બીજાનું નામ સાગરદત્ત હતું. તેઓને જેમ પુણ્ય સમૃદ્ધિને વેગ મળે છે તેમ સદ્દગુરૂને પણ વેગ મળે. તેમની ધર્મદેશના સાંભળવા મળી. પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યાં આ સ્થિતિ પ્રાપ્ત થાય. નહિતર પાપાનુબંધી પુણ્યની લીલા ઝેર સમી નીવડે. જીવને ભૌતિક સમૃદ્ધિનો ગુલામ બનાવે, ભૌતિક સામ્રાજ્ય સેવક બનાવે અને એવો તે મહાધ અને વિષયાંધ બનાવે કે એને ધર્મ સૂઝે નહિ, એને ગુરૂ કડવા લાગે. ધર્મના કાર્ય તરફ દુર્ગછા થાય, કંટાળે આવે, પણ આ પુત્ર તો ધર્મદેશને સાંભળીને વિચારે છે કે આપણે આ સંસાર રૂપી ચેરપલ્લીમાં ક્યાં ફસાયા ! અહીં તે માલ મેવા ખાઈને લૂંટાવાનું ! કુટુંબની બેડીઓમાં ફસાયા કરવાનું ! હવે તો ઉઠે. રહ્યો સો પુણ્યને અને પુરૂષાર્થને માલ લઈને ભાગે. આ બંને બાળકે અધ્યાત્મ સામ્રાજ્ય રવીકારી જ્ઞાન, ધ્યાન વિગેરેમાં મસ્ત રહેવા સજજ થઈ ગયા. ચારિત્ર લીધું. એક દિવસ તેઓ વનમાં કાયોત્સર્ગ કરીને ઉભા હતા ત્યાં અચાનક વીજળી તૂટી પ. બધાને ખમાવી આવી, પડિઝમી, નિંદી, નિશલ્લ થઈને સંથારો કરી પંડિત મરણે કાળધર્મ પામી સાતમા દેવલોકે ગયા.
કેટલેક કાળ દેવતાઈ સુખ ભોગવ્યા પછી ગિરનાર પર્વત ઉપર નેમિનાથ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું તેથી કેવળજ્ઞાન મહોત્સવ ઉજવવા ત્યાં ભગવાનની સેવામાં ઉપસ્થિત થયા, અને ભગવાનને વંદન કરી પ્રશ્ન પૂછે કે હે ભગવાન! અમે ભવી છીએ કે : અભવી? ચરમ શરીરી છીએ કે અચરમ શરીરી? ભગવાને કહ્યું, તમે ભવી છે, ચરમ શરીરી થશો. તમારામાંનો એક દેવ મિથિલા નગરીના જયસેન રાજાના પદ્યરથ નામે પાટવીકુંવર તરીકે જન્મશે, અને બીજો દેવ માલવદેશના સુદર્શન નગરના યુવરાજ યુગ બાહુની પત્ની મયણરેહાની કુખે જન્મશે, પણ તે પદ્મથના પુત્ર તરીકે ઓળખાશે. પછી તે દેવ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ બંને દેવ આયુષ્ય પૂર્ણ કરી એક જણ મિથિલાપુરીમાં જયસેન રાજાના પુત્ર પદ્યરથ તરીકે જન્મે. મેટો થતાં રાજ્ય સેપી જયસેને ચારિત્ર લીધું. બીજો દેવ કાળ કરી તારા પુત્રપણે જંગલમાં જન્મે. હવે સતી પિતાના બાળક માટે પ્રશ્ન કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. ' '
ચરિત્ર- સાગરદત્ત શેઠના કર્મના ખેલ તે જુઓ. એક વખતના કરોડપતિ શેઠ આજે કઠિયારા બન્યા, છતાં જીવનમાં સંતેષ છે. રેજ લાકડા કાપે, ભારે વેચે ને જીવન ચલાવે. એક દિવસ બંને બાળકો પણ શેઠની સાથે લાકડા કાપવા ગયા. ચૈત્ર વૈશાખના તડકા છે. ધરતી તે બરાબર તપી છે. શેઠ બાળકને કહે બેટા ! આપ છાંયે બેસે. હું લાકડા કાપીને આવું છું. શેઠ લાકડા કાપે છે. ગરમી ખૂબ હોવાથી જીવ ગભરાય છે. શરીરે પરસેવે નીતરે છે. છોકરાઓ કહે બાપુજી! આપ ખૂબ થાકી ગયા લાગો છે. થોડી વાર વિસામો ખાઈએ. અમે લાકડા કાપી આવીશું. શેઠ કહે બેટા ! હમણાં હું લાકડા કાપીશ. બપોર થઈ ગઈ છે. ઉની ઉની લૂ વરસી રહી છે. આપણે અત્યારે નગરમાં જવું નથી. સાંજ પડશે, જરા ઠંડક થશે એટલે ગામમાં જઈશું. શાંતિથી ઝાડ નીચે બેસીએ.