________________
*
*
શારદા રત્ન
૩૫૧ ભગવંતે પ્રરૂપેલે ધર્મ બીજાને પમાડે છે તે મારે તેવા પ્રકારનું દાન કરવું જોઈએ કે જેથી લોકો મારા દાન તરફ આકર્ષાય અને તેઓની ગ્યતા પ્રમાણે પછી ધર્મ પમાડી શકાય. આ ભાવથી દાન આપવામાં આવે તે અભિમાનાદિ દુર્ગણે પ્રવેશવા પામે નહિ. જ્યારે જ્યારે પરોપકાર કરતા હોઈએ ત્યારે ત્યારે એકજ ભાવ રમત હોય કે હું જે પરોપકાર કરું છું તે મારા તારક શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે. હું જગત ઉપર ઉપકાર કરી રહ્યો નથી, પણ પરોપકાર દ્વારા મારા આત્માનો ઉદ્ધાર કરી રહ્યો છું. ખરેખર દાન લેનારાઓને ધન્યવાદ સાથે અભિનંદન છે કે મારા દાનને સ્વીકાર કરી રહ્યા છે. આ ભાવનાથી આગળ વધતા રહેવાનું છે. અને પરોપકાર ગુણને ખીલવતા રહેવાનું છે. જેવી રીતે પ્રભાતના સૂર્યના કિરણ ગ્રહણ કરવા માટે કમળ પિતાનું હૃદય ઉઘાડે છે તેવી રીતે સઘળા દુઃખોને અવાજ સાંભળવા માટે તારા કાન સદા ખુલ્લા રાખજે. મનુષ્યનું આંસુનું ટીપું તારા હૃદય ઉપર પડવા દેજે અને ત્યાં રહેવા દેજે, અને જે કારણથી તે આંસુ પડ્યું તે કારણ તું દુર ન કરી શકે ત્યાં સુધી તારા હૃદય પટ પર પડેલા તે આંસુને ખંખેરી નાખતે નહીં. આ આંસુના ઝરાથી શાશ્વત દયાનું ખેતર પોષાય છે.
આ વાત પરથી સમજાશે કે માનવ જીવનના ઉત્થાન માટે પરોપકાર અને દયાના ગુણ કેળવવા જરૂરી છે. મહાપુરૂષ કહે છે હે માનવ! તું વૈભવના મદમાં છકી જઈને બીજા દુઃખિત હૃદયી માનવીઓના આંસુઓની તું હાંસી ઉડાવતે નહીં અને તેની આશાઓ બાળીને ભરમ કરતો નહિ. નહીં તે તે ભસ્મ તારા હૃદયને દઝાડવા સમર્થ બનશે અને તારા ઉથાન માર્ગમાં અવરોધ ઉભું કરશે. એક વખત એવો આવશે કે તું કલ્પાંત કરતે રહીશ અને જગત તારા ગરમ ગરમ આંસુઓ જોઈ મશ્કરી કરશે, માટે છે માનવ! તું જીવનનું ઉત્થાન ઈરછ હોય અને મોક્ષના સુખ મેળવવા ઝંખતે હોય તે તું પરમાર્થ અને પરોપકારના પંથે આગળ વધતો જા. ક્રોધ, માન, માયા અને લેભા રૂપી કક્ષાયના માર્ગથી દૂર થતું જા, અને ઇન્દ્રિય-વિષયજન્ય સુખમાંથી ઉત્પન્ન થતાં સ્વાર્થના સંબંધ તોડી નાખીને પ્રભુએ ચીંધેલા આદર્શ યુક્ત ઉત્તમ જીવન જીવવા કટીબદ્ધ થા, તેથી તારો ઉત્થાનને માર્ગ સુલભ બનશે.
એક વાત યાદ રાખો કે જ્યાં સુધી હૈયામાં શારીરિક, ભૌતિક અને ઇન્દ્રિય સુખની કામના છે ત્યાં સુધી આત્માની કેઈ યાદ નથી. અને આત્માના વિસ્મરણમાં ધર્મ સમજાત નથી. ધર્મના મર્મને સમજનાર જય શારીરિક અને ભૌતિક સુખની પાછળ ભટકતો નથી. યોગદષ્ટિ ખૂલ્યા વિના જીવ ધર્મ તત્ત્વને સમજી શકતો નથી. બાહ્ય ક્રિયાઓ તે ભગદષ્ટિવાળા પણ કરે છે. જીવરાજ શેઠની વાત યાદ આવે છે.
એક હતા જીવરાજ શેઠ, જેમને વહાલું હતું વૈકુંઠ.” ઘણાં સમય પહેલાંની વાત છે. એ સમયે ઈન્દોર આજના જેટલું મોટું વિકસેલું શહેર ન હતું, પણ નાનું સરખું ગામ હતું. ત્યારે ગામમાં પાણીને નળ ન હતા. ટ્યુબ લાઈટ ન હતી,
'..