________________
૩૫૪
શારદા રત્ન
માં સ્હેજ ભારમાં હતું. થાડીવાર મૌન રહીને ખેલ્યા, ભગવાન ! મને ખબર નહિ કે આપના રાજ્યમાં આટલું બધું અંધેર હશે ?
આમ ખેાલીને નારદજીએ તા જોરદાર ધડાકા કર્યાં. ભગવાન સાંભળીને ઘડીક સ્તબ્ધ થઈ ગયા, પણ પછી મુખ પર પ્રેમાળ સ્મિત લાવીને જરા હસતા મુખે કહ્યું, નારદજી! દેવર્ષિ ! એવી તે શી વાત છે કે મારા રાજ્યમાં તમને અંધેર દેખાયુ'! અરે ભગવાન ! આપ અંતર્યામી થઈ ને મને પૂછે છે ? કઈ વાંધા નિહ. તમે પૂછે છે। એટલે કહુ છું. હમણાં હું મૃત્યુલાકમાં ગયા હતા, ત્યાં ઈન્દોર જોયું. ઈન્દોરમાં વસતા જીવરાજ શેઠને મળ્યેા. વાહ શું એ ભક્ત છે ! દિવસ રાત સતત તમારા નામના જાપ કરે છે. કપાળમાં આઠ દશ તિલક કરે છે. આપની ભક્તિ કરે છે. શું તેમના વિનય વિવેક છે ! વૈકુંઠમાં આવવાની તેમની તીવ્ર તમન્ના છે. તીવ્ર ઉત્કંઠા છે. તેને વૈકુંઠ સિવાય બીજુ કંઈ જોઈતું નથી. પ્રભુ ! આપને કહું છું, આપ મારા પર નારાજ ન થશે, પણ આપને આવા ભક્તની કાંઈ પડી જ નથી ! આપ પાપીઓને પાવન કરેા છે પણ આવા ભક્તને... એટલું બોલીને નારદજી અટકી ગયા. ભગવાન નારદજીની વાત સમજી ગયા. ભગવાને આંખા બંધ કરીને ઇન્દોર જોયું. ઈન્દોરમાં શેઠની દુકાન જોઈ અને જીવરાજ શૅડને પણ જોયા. ભગવાને શેઠને બહારથી જોયા અને અંદરથી પણ જોયા. પછી નારદજીને કહ્યું, હે મહર્ષિ ! આ શેઠ વૈકુંઠમાં નહિ આવે. ભગવાન એ જરૂર આવશે. હું એને પૂછીને આવ્યા છું. નારદજી ! ભલે આપ પૂછીને આવ્યા છે પણ હુ" કહું છું કે તે શેઠ વૈકુંઠમાં નહિ આવે. નારદજી ગુસ્સામાં ખેલ્યા. ભગવાન ! આપની વાત હું માની શકતા નથી. માફ કરો. આપ સીધું એમ જ કહી દો કે એ શેઠ માટે વૈકુંઠમાં જગ્યા નથી. કોઈ રૂમ ખાલી નથી. ભગવાનને હસવું આવી ગયું. તેમણે કહ્યું-ભલે, તા તમે એ શેઠને લઈ આવેા. ભગવાન! હુ આપનું વિમાન લઈને ઈન્દોર જઈશ અને એ શેઠને લઈ આવીશ. ભગવાને કહ્યું, ભલે નારદજી ! આપ લઇ જો મારું વિમાન. નારદજી પ્રસન્ન થઈને પેાતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવાન નારદજીને જોતા રહી ગયા. માણસની બહારની ભક્તિ જોઈ ને ઘણી વાર માણસા માહી જાય છે. ભગવાન જાણતા હતા કે એ શેઠની ભક્તિ ઉપર–ઉપરની છે, પણ નારદજીએ ખૂબ કહ્યું એટલે મનમાં થયું કે ભલે જાય નારજી અને એ શેઠને લઈ આવે. તમારે પણ મેાક્ષમાં જવુ' છે ને? મેાક્ષમાં જવાની લગની લાગી છે ને ? મેાક્ષમાં લઈ જનાર ધર્મ છે; માટે મેાક્ષ જોઈતા હાય તેા ધર્મ નું શરણું સ્વીકારા. નારદજી શેઠને વૈકુંઠમાં લઈ જવા માટે આવશે ત્યારે શે શું કહેશે તે અવસરે વિચારીશુ
આપણા ચાલુ અધિકારમાં મુનિતા ઉપદેશ સાંભળી મણિપ્રભના કામવાસનાના વિષ ચાલ્યા ગયા. તેણે પ્રતિજ્ઞા કરી કે હવે હું પરસ્ત્રીને માતા અને બેન સમાન ગણીશ, પછી મયણુરેહાના ચરણમાં પડીને કહેવા લાગ્યા બેન ! કયાં હું અધમ પાપી ! કયાં તું પવિત્ર ! કયાં મારી દુષ્ટ ભાવના ! કયાં તારી શુદ્ધ ભાવના ! બેન ! મને મારી ભૂલની