________________
૩૫૦
શારદા રન દોરી જાય છે. ભવોભવ સુખ અને સમૃદ્ધિ આપે છે. આત્મકલ્યાણને સાચા માર્ગ ધર્મશ્રવણથી મળે છે. જીવનમાં ટની"ગ પોઈન્ટ (પરિવર્તન) લાવવા અવશ્ય ધર્મનું શ્રવણ કરવું જોઈએ. ભૂતકાળમાં ઘણા આત્માઓ ધર્મશ્રવણના પ્રભાવે મેક્ષગતિને પામ્યા છે. જંબુકુમારે એક જ વાર જિનવાણીનું શ્રવણ કર્યું અને નવ્વાણું કિડની સંપત્તિને ઠોકર મારી પોતાની આઠ પત્નીઓને પણ વૈરાગી બનાવી. આ પણ ધર્મશ્રવણને પ્રભાવ હતે.
માનવ જીવનના ઉત્થાન માટે અનેક ગુણોની આવશ્યકતા અનિવાર્ય છે, કારણ કે માનવને ખાલી જીવન જીવી જવાનું નથી, પણ જીવતાં જગતની સામે અનેક પ્રકારના ભવ્યતમ આદર્શો રજુ કરી જવાના છે. અસંસ્કારિત શાકભાજી કંઈકના પગ તળે છુંદાય છે તે જ શાકભાજી સંસ્કારિત દશામાં આવે છે ત્યારે સ્ટેનલેસ સ્ટીલની તપેલીમાં તેનું સ્થાન હોય છે. જેમ કેઈપણ ચીજ ઉંચ સ્થાન તરફ આગળ વધે છે તેમ તેની પૂર્વભૂમિકામાં સહન કરવાનું હોય છે. હીરાજડિત સુવર્ણ સિંહાસન કે સુવર્ણ મુગટ ક્યારે ઉંચુ સ્થાન ભોગવી શકયા? પૂર્વ સ્થિતિનું પરિવર્તન લાવવા અર્થે સહન કર્યું ત્યારે.
આજે લોકો વૃક્ષને ચાહે છે. વૃક્ષને જોઈને રાજી થાય છે, કારણ કે તે ટાઢ-તડકો તેમજ વરસાદની ઝડીઓ સહન કરી મીઠાં ફળ અને શીતળ છાયા આપીને પરોપકાર કરે છે તેથી. આ રીતે માનવને પણ સમજી લેવાની જરૂર છે. સુખની અવ્વલ ટોચ ઉપર પહોંચવું હશે તે વિશ્વાસપૂર્વક પોપકારના માર્ગે આગળ વધવું પડશે, અને વચમાં આવિંતા ચઢાણ ઉતરાણની યાતના સહન કરવી પડશે. બીજાને પીડા ઉપજાવીને, બીજાના સુખ છીનવી લઈને, બીજા જીવોનું અસ્તિત્વ ભૂંસી નાંખીને સુખી થવાની મહેનત કદાપિ સુખ આપવામાં કારણ નહિ બને. કદાચ પૂર્વભવના પુણ્યબળથી સુખ મેળવી લેવાય પણ તે સુખ દ્વારા જીવનમાં શાંતિ નહિ હોય. અગ્નિ શીતલતા આપી શકતી નથી તેમ બીજાને દુઃખી કરીને મેળવેલું સુખ કદાપિ શાંતિથી જીવવા દેતું નથી.
આમ બરાબર સમજીને જે માનવ પરોપકારમાં લાગી જાય અને પરોપકાર કરતાં જે કંઈ સહન કરવું પડે તે સહન કરી લે, તે તે લોકોના હૃદય સિંહાસન પર સ્થાન મેળવી લે. પોપકાર કરવા માટે લાખે કે કરોડો રૂપિયાની મૂડીની જરૂર છે તેમ નથી, પણ હૃદયના વિશુદ્ધ ભાવની અને પવિત્ર આંખમાંથી પુનિત આંસુઓની જરૂર છે. સાથે સાથે કરૂણાથી ભરેલા વિચારોની જરૂર છે. તમે સામાને શું આપે છે? કેટલા આપો છે તે જોવાનું નથી, પણ હૃદયના ભાવો અને આપવાનો વ્યવહાર જોવાય છે. ક્યા ભાવથી દાન આપવાનો વ્યવહાર છે તેના ઉપરથી તમારા આપેલા દાનનું મૂલ્યાંકન થાય છે.
પરિગ્રહથી ધર્મ દીપતો નથી, પણ નિષ્પરિગ્રહી થવા માટે દાન પ્રવૃત્તિ આચરવાથી ધર્મ દીપે છે. દાનની પ્રવૃત્તિમાં સામાના ભાવ, દુઃખને દૂર કરવાની વૃત્તિ હોવી જોઈએ. કેઈ ધન આદિ આપે એ તે દ્રવ્ય દયા, પણ ભાવ દયા તે તેને કહેવાય કે ધર્મથી વિમુખ થયા હોય અને ધર્મને પામ્યા ન હોય તેવા જીવોને ધર્મની સન્મુખ કરવા. આ ભાવહ્યા કરવા માટે દ્રવ્ય દયા કરવાની છે, મહાન ઉપકારી તારક શ્રી જિનેશ્વર