________________
શારદા રત્ન
આવશે. બધા શેઠીયાને લાવ્યા. કેઈએ હા ન પાડી. અરે, બે લાખ શું, ૧૭ લાખ આપો તે પણ કાળજાનું માંસ ન મળે. માણસ કાળજું કાઢીને આપે તે જીવે કેવી રીતે ? કેઈ તોલો માંસ આપવા તૈયાર ન થયા, ત્યારે તે અભયકુમારે સભા ભરીને કહ્યું કે આપ બધા વાત કરતા હતા કે હમણાં માંસ સસ્તું છે તે કઈ એક તેલ કાળજાનું માંસ આપવા તૈયાર કેમ ન થયા ? અભયકુમારે બધાને એવા ફટકાર્યા કે ત્યારથી રાજ્યમાં હિંસા થતી બંધ થઈ ગઈ.
- રાણી રોજ રાત્રે શિકાર કરે ને બિચારા નિર્દોષ મૃગલાઓને મારી નાંખે. એક વખતની વાત છે. નૂરજહાં રાત્રે શિકાર ખેલવા નીકળી છે. એક ઝાડ નીચે માળી-માલણ પોતાના દીકરા-વહુના કલેશથી કંટાળીને આવીને બેઠા હતા ને સુખ દુઃખની વાત કરતા હતા, તે સમયે નૂરજહાંએ વૃક્ષે ઉપર બેઠેલા પક્ષીને વીંધવા માટે બાણ માર્યું. તે બાણ પક્ષીને નહીં વાગતાં સીધું નીચે ગયું. અને સનનન કરતું પેલા માળીની છાતીમાં પેસી ગયું. આથી માલણ ધ્રુસકે ને ધ્રુસ્કે રડવા લાગી. હવે મારું શું થશે ? તેણે ધીમે રહીને બાણ ખેંચ્યું. ને પ્રભુનું નામ દીધું. જેથી માળીની સદ્ગતિ થાય. તે તરત ધરતી પર ઢળી પડે, અને લેહીની ધાર છૂટી. માલણ તે કાળા પાણીએ રડે છે. અરેરે કર વિધાતા ! તે મારું સુખ છીનવી લીધું, તને જરા પણ દયા ન આવી? જ બીજે દિવસે બાઈ જહાંગીરની સભામાં ફરીયાદ કરવા ગઈ. કઈ છે ગરીબને સાંભળનાર ! ગરીબને ન્યાય આપો. બાઈનું કરૂણ રૂદન જોઈ રાજા પૂછે છે હે બાઈ ! તું શા માટે રડે છે? તારી શી ફરિયાદ છે? માલણે પોતાના હાથમાં રહેલું બાણ બાદશાહના હાથમાં આપ્યું ને કહ્યું હે રાજન્ ! આજે હું નિરાધાર બની ગઈ. આ દુનિયામાં મારૂં કેાઈ નથી. મારા પ્રાણુ અને મારી શોભા આ બાણ ફેંકનારે છીનવી લીધા. બાદશાહે બાણ જોયું તે બાણ પર નૂરજહાંનું નામ હતું. જહાંગીર નૂરજહાંના પ્રેમમાં પાગલ હતે. પણ ન્યાય દેવામાં પાછા પડે તેમ ન હતો. બાઈને કહે છે બહેન ! હું તારું દુઃખ જોઈ શકતું નથી, પણ તું શાંતિ રાખ. હું હમણું તેને ન્યાય કરું છું.
બાદશાહ નેકરને હુકમ કરે છે કે જાઓ, અત્યારે ને અત્યારે નૂરજહાને અહીં બોલાવી લાવે, ત્યારે તેમના હજુરીયા કહે સાહેબ ! એ નહિ બને. કેઈ દિવસ બેગમ સાહેબ ભરી સભામાં આવતા નથી. આજે અહીં બોલાવીને શું એની આબરૂનું લીલામ કરવું છે? એ કદી નહીં બને. બીજા હજુરીયાને કહ્યું, બધા મુસ્લીમ નેકરે એક થઈ ગયા ને કહેવા લાગ્યા કે નૂરજહાં બેગમ સાહેબ અહીં નહિ આવે. બાદશાહ કહેજહાંગીરને ન્યાય એટલે ન્યાય, ત્રણ કાળમાં નહિ ફરે. મારી બેગમ હોય કે મારો પુત્ર હોય પણ મારી પ્રજાને ન્યાય તે બરાબર આપવો જોઈએ. ન્યાય આપતી વખતે મેહની ગુલામી ન હોવી જોઈએ. કેઈ હિસાબે હજુરીયા માન્યા નહિ ને બેગમને બોલાવવાની ના પાડી, ત્યારે જહાંગીર હાથમાં ખંજર લઇને માલણ પાસે આવીને કહે છે કે બેન ! જેમ તને નૂરજહાંએ વિધવા બનાવી તેમ તું આ ખંજર મારા ગળા પર ફેરવી દે અને