________________
શારદા રત્ન
૩૪૭
નૂરજહાંને વિધવા બનાવી દે, એટલે એને ખબર પડે કે દુનિયામાં વિધવાપણાના દુઃખો કેમ વેઠાય છે! એના ગુન્હાની એને શિક્ષા મળી જશે. ખાદશાહના ન્યાય જોઈ માલણુ રડી પડી ને ખેાલી ભાઈ! તમે મને બેન કહી, હવે મારાથી ભાઈને મરાય ? ધન્ય છે તમારી ન્યાયપ્રિયતાને ! રાજાએ કહ્યું બહેન ! તું આજથી મારી બહેન છે. હું તારા દુઃખના ભાગીદાર બનીશ. હવે તને દુઃખ નહિ પડવા દઉં' ! રાજાની પત્નીએ ભૂલ કરી પણ એ પત્નીની ભૂલ ખાતર સાચા ન્યાય આપવા રાજા પાતે પ્રાણ દેવા તૈયાર થયા.
અહીં મણિપ્રભ વિદ્યાધરે મુનિની દેશના સાંભળી. જેમ સૂર્યના કિરણેાથી અધકાર નાશ થઈ જાય છે, તેમ મુનિના ઉપદેશથી મણિપ્રભના હૃદયનું પાપ પણુ સાફ્ થઈ ગયું. તે મનમાં વિચારવા લાગ્યા કે હુ` કેવા પતિત થઈ રહ્યો હતા! આ સતી ભૂચર છે, અને હું ખેચર છું, છતાં તેની સાથે ભ્રષ્ટ થવા ચાહતા હતા ! મારામાં એટલી દૃઢતા ન રહી. સતી તે પેાતાના વિચારમાં દૃઢ રહી. તે મને ભાઇ કહેતી હતી, પણ મને તેના ભાઈ બનવાનું ગમતું ન હતું. હું તેના પતિ બનવા ચાહતા હતા. હું કેવા ઊંડા ખાડામાં પડી રહ્યો હતા, પણ આ સતીની કૃપાથી ખાડામાં પડતાં હુ' ખચી ગયા.
મણિપ્રભનું હૃદય પીગળી ઉઠયું. પરલેાકના મહાન ભય એની નજર સામે તરવરી રહ્યો. વિટંબણામય સંસાર પ્રત્યે નફરત અને તારક ધર્મ પ્રત્યે પ્રીતિ ઉભરાણી. આત્મ પર ભૌતિક રૂપરંગે જે વર્ચસ્વ જમાવ્યા હતા તે ફગાવી દેવાયા અને અધ્યાત્મ સામ્રાજ્યના સન્માન કરાયા. આવા સવેગ જાગ્યા પછી ઝાલ્યા રહે ? ઉભેા થઈ ગયા ને હાથ જોડીને મુનિને કહે છે હે પ્રભુ! મારા મનમાં જે દુર્ભાવના આવી તેને માટે પશ્ચાતાપ કરુ છું. હવે આપ મને એવી પ્રતિજ્ઞા આપેા કે,
મારા માટે મારી પરિણિત સ્ત્રી સિવાય સંસારની બધી સ્ત્રીઓ માતા અને બહેન સમાન છે. પરસ્ત્રી સામે કયારે પણ દૃષ્ટિ કરવી નહિ.
મુનિ પાસેથી આ પ્રતિજ્ઞા લઈ મણિપ્રભ મયણરેહાના પગમાં પડી કહેવા લાગ્યા, હું સતી ! આપ મારા અપરાધ ક્ષમા કરેા. મારા જેવા પાપી બીજો કાણુ હશે અને તમારા જેવા બીજા ઉપકારી કાણુ હશે ? મારા જેવા પાપીને પણ તમે આ મહામુનિ પાસે લાવી સુધારી દીધા છે. આજથી તું મારી ધર્મની બહેન છે ! મારા અયેાગ્ય ખેલને માક્ કરજે. હું તારી ક્ષમા માગું છું. મયણુરેહા તા ખરેખર માટા મનવાળી છે. અધ્યા ત્મના સામ્રાજ્યમાં વિહરતી એગ્રે પતિઘાતક જેઠ ઉપર પણ ગુસ્સા નથી કર્યાં, ત્યારે આ તા લજજા મૂકી ક્ષમા માગે છે ત્યાં રાષ શાના આવે? ઉપરથી પ્રશસા કરતા કહે છે તમારા મારા પર મહાન ઉપકાર છે. એક તા તમે મને પ્રાણદાન આપ્યું અને મને મહાન ત્યાગી મુનિના દર્શન કરાવ્યા. તેથી મને ખૂબ આનંદ થયેા. વાસના હતી ત્યાં વાત્સલ્ય આવ્યું! મણિપ્રભ અને મયણરેહા સગા ભાઈ બેન બન્યા. હવે મયણરેહા મુનિને આગળ શું પ્રશ્ન પૂછશે ને શું ખનશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ–સાગરદત્ત શેઠને કર્મે કેવા ટળવળતા કરી દીધા છે. તેઓ કંચનપુર