________________
શારદા રન
ચરિત્ર-સાગર શેઠની તપાસ માટે યુક્તિ- ઉદયચંદ શેઠે સાગર શેઠને જે લાડવા ભાતા માટે આપ્યા હતા તે જ લાડવા કંદોઈને ત્યાંથી આવ્યા એટલે શેઠને થયું કે સાગરદત્ત શેઠનું શું થયું તે હું તપાસ કરાવું. એમ વિચાર કરી શેઠે મુનિમજીને કહ્યું, આપ કંદોઈની દુકાને જઈને તપાસ કરો કે તે લાડવા તેમણે બનાવ્યા છે કે કઈ આપી ગયું છે? મુનિમજી તે ગયા કંદોઈની દુકાને. મુનિમજીને જોઈને કોઈ કહે, આપ આવ્યા છે, પણ હવે મારી પાસે લાડવા નથી. તમને લાડવાને જીભમાં સ્વાદ રહી ગયા લાગે છે ? મુનિમજી કહે ભાઈ! હું લાડવા લેવા નથી આવ્યો. હવે અમારે લાડવાની જરૂર નથી, પણ શું તમારા લાડવા છે ! એક વાર ખાય તો સ્વાદ રહી જાય ! શું એને સ્વાદ છે, શું એની મધુરતા છે! તમે અત્યાર સુધી આવા લાડવા બનાવીને કેમ વેચતા ન હતા ! મુનિમજીને વાત જાણવી છે કે લાડવા તેની દુકાનના છે કે બહારના? પણ સીધું કેવી રીતે પૂછાય, તેથી આવી રીતે કહે છે. મુનિમજીએ તે લાડવાના ખૂબ વખાણ કર્યા. કંદોઈ કહે - ભાઈ! હું આવા લાડવા બનાવતો નથી. આ લાડવા તો આપણું ગામના પાદરમાં રૂપે ભીલ ફરે છે તે મારે ત્યાં વેચી ગયો છે. મુનિમને વાત મળી ગઈ. ઘેર જઈને શેઠને વાત કરી. આ વાત સાંભળીને શેઠના મનમાં થયું કે રૂપો ભીલ કયાંથી લાડવા લાવ્યું હશે? કેવી રીતે લાવ્યું હશે? શું તેણે સાગરદત્ત શેઠને માર્યો તે નહિ હોય ને? તેથી ઉદયચંદ્ર શેઠે નોકરને કહ્યું. આ૫ ગામ બહાર રૂપે ભીલ ફરે છે તેને બેલાવી લાવ.
નોકરને પાય લાવે રૂપા ભીલને જાકર મત દેર લગાઓ. ભીલ રૂપે ઝટ આયે પૂછે શેઠ કહાંસે લા લાડુ !
આપ જલ્દી જાવ ને રૂપા ભીલને બોલાવી લાવ. નેકર કહે-કયાં રૂપો ભીલ રહેતા હશે? અમે તેને કયાં શોધવા જઈએ? શેઠની આજ્ઞા થતાં નેકર રૂપા ભીલને બોલાવવા ગયો. રૂપો ભીલ મળી ગયે. નેકર કહે છે, અમારા શેઠ આપને બેલાવે છે. મને કેમ બોલાવે છે? શેઠની તારા પર મહેરબાની છે, પણ કોપ નથી માટે તું જલ્દી મારી સાથે ચાલ. રૂપે નોકરની સાથે શેઠને ઘેર આવ્યો. શેઠ વાત કરતાં કરતાં પૂછે છે, રૂપા ! તું આ લાડવા કયાંથી લાવ્યો અને લાડવા વેચી નાખ્યા શા માટે? રૂપ કહે શેઠ ! હું ત્રણ દિવસને ભૂખ્યો ભટકતો હતે. કહ્યું છે કે તુમુક્ષિતો f7 વિ Tv ભૂખ્યો માણસ જેટલા પાપ ન કરે એટલા ઓછા છે. હું ત્યાં ભટકતો હતો ત્યારે ત્યાં એક પથિક આવ્યું. એની સાથે એની પત્ની અને બે બાળક હતા. કહ્યું, આપની પાસે જેટલું હોય તેટલું બધું આપી દે નહિ તે હું આપને મારી નાખીશ. એ પથિક કહે ભાઈ! મારી પાસે નથી રૂપિયા કે નથી દાગીના કે નથી ર. મારી પાસે ખાવા માટે માત્ર લાડવા છે. તે તારે જોઈતા હોય તે આપી દઉં. બાકી બીજું કંઈ મારી પાસે નથી. તેમણે બધા લાડવા આપી દીધા.