________________
શારદા રત્ન
૩ર૭
પાંખડી પર ભ્રમર આકર્ષાયા વિના રહે નહિ. ભલે પછી એ મહેલમાં હોય કે જંગલમાં હોય. મયણરેહા તે વિદ્યાધરના શબ્દો સાંભળી ધ્રુજી ઉઠી. અરે...શીલ રક્ષા કાજે વનવાસ સ્વીકાર્યો, મહેલ છેડ્યો, શીલની રક્ષા ખાતર ને! પ્યારા પુત્ર ચંદ્રયશને અળગો કર્યો, તે પણ શીલની રક્ષા માટે જ ને! એના પર જ પાછું આક્રમણ! મારા પતિદેવ ભાઈને હાથે મરાણા. હજુ તેમનું શબ પણ ઉપડ્યું ન હતું ને શીલ સાચવવા વનની વાટે નીકળી ગઈ. હું કેવી અભાગણ છું કે હું દુઃખ દાવાનળમાંથી બચીને ભાગી તે અહીં આવીને કૂવામાં પડી. હું દુઃખમાંથી બચવા બીજે જાઉં છું તે મારા માટે દુઃખ તૈયાર હોય છે. અત્યારે મારી દશા હરિણીના જેવી થઈ છે. હરિણી જાળમાંથી નીકળીને ભાગવા જાય છે ત્યાં તેની પાછળ પારધી પડ્યો છે. આ પ્રમાણે હું એક મણિરથના પંજામાંથી માંડમાંડ છૂટી ત્યાં તે આ મણિપ્રભ મને દુઃખ આપવા માટે તૈયાર ઉભો છે. મયણરેહાને પોતાના સૌંદર્ય પર અને રૂપરંગ પર ફિટકાર છૂટ. ધિક્કાર છે આ રૂપને ! અરેરે...હે કર્મરાજા! જો તારે મારી આવી સ્થિતિ કરવી હતી તે મને શા માટે વિદ્યાધરને ઝીલવા દીધી ! હે દરિયાના નીર ! હે વહેતા ઝરણું! જે આવું થવાનું હતું તો મને પાણીમાં શા માટે ન ડૂબાડી દીધી ! આવા જીવને જીવવા કરતાં મરવું શ્રેષ્ઠ છે. શીલ સાચવીને જીવવું ગમે છે પણ શીલ ગુમાવીને જીવવું ગમતું નથી. હે વનચર વાઘ, સિંહ પ્રાણીઓ! તમે મને શા માટે ફાડી ન ખાધી ! હું તે પતિ મરણ પામ્યા ત્યારે જ કટાર બેસીને મરી જાત, પણ ગર્ભમાં બાળક હતું, તેથી બે જીવોની હિંસા થાય એટલે ન મરી. હવે તો તે પુત્રથી મારો છૂટકારો થઈ ગયો છે. હું એકલી જ છું. તમે બધાએ મને શા માટે જીવતી રાખી ! રે દુઃખીયા પ્રાણુ! તને ક્યાં લઈ જાઉં?
ખરેખર કામવાસના કેટલી ભયંકર છે! મણિપ્રભની કામવાસનાએ સતી મયણરેહાને સંકટમાં મૂકી દીધી, પણ સતી સ્ત્રીઓ પ્રાણના ભોગે પણ શીલ સાચવે છે. અરે કામવાસના! તને સહસ્ત્રવાર ધિક્કાર છે. કંઈક વાર યોગીઓ પણ પતિત થઈ જાય છે. એકવાર શંકરજી પાર્વતીને કહે છે, મારું ધ્યાન એવું છે કે એક વાર મારી સામે દેવાંગના આવે તે પણ ચલિત ન થાઉં. પાર્વતીને પરીક્ષા કરવાનું મન થયું. શંકરજી જંગલમાં ગયા, અને એક આસને ધ્યાન લગાવીને બેસી ગયા. પાર્વતીજીએ ભીલડીનું રૂપ લીધું. ભીલડીનું રૂપ લઈને નાચવા લાગી. હાથમાં ઘૂઘરા બાંધ્યા હતા. પગમાં ઝાંઝર હતા. ઝાંઝરને મીઠો અવાજ આવતું હતું અને ભલડીના મીઠા મધૂરા સૂરની સૂરાવલી છૂટતી હતી. ભીલડીએ તે ઘણીવાર સુધી નાચ કર્યા. શંકરજીના કર્ણપટ પર આ મીઠા મધુર અવાજ અથડાયો, તેથી ધ્યાનથી ચલિત થયા. તે ધ્યાનમાં સ્થિર રહી ન શક્યા. આંખ ખોલીને જોયું. સામે ભીલડીને નાચતી જોઈ. ભીલડીને જોઈને મનમાં થયું કે અહાહા....શું આનું રૂપ છે! શું આનું સૌંદર્ય છે ! શું એની મૃગ જેવી આંખ છે ! પ્રભુના ધ્યાનને બદલે ભીલડીના રૂપના ધ્યાને ચઢ્યા. શંકરજી ધ્યાનથી ચલિત થઈ ગયા. તેમની ગાડી પાટા પરથી ઉથલી પડી. તે ભલડીના રૂપમાં મુગ્ધ બન્યા. ખરેખર! રૂપ-સૌંદર્યમાં એ શક્તિ છે કે ભલભલાને