________________
૩૩૬
શારદા રત્ન અને વિકાસમાં આત્માને અપૂર્વ પ્રમેદભાવ જાગે છે, અને એના નાશની આગાહીમાં જે ભારે ચિંતા થાય છે એવી ભૌતિક સંપત્તિની રક્ષામાં, વૃદ્ધિમાં કે નાશની આગાહીમાં થતી નથી. આત્મ-જાગૃતિની આ એક સચેટ પારાશીશી છે. જૈનદર્શનમાં તો આવી મહાન સતી થઈ છે. અન્યદર્શનમાં પણ આવી સતીઓ થઈ છે. જેઓએ પ્રાણના ભોગે શીલ સાચવ્યા છે.
સતી સાવિત્રી, સતી અનસૂયા, સતી તારામતી વગેરે અનેક સતીઓ આ ભારત ભૂમિમાં થઈ છે, તેવી જ સતી સુકન્યાની હજારો વર્ષો પહેલાની વાત છે. શર્યાતિ નામે એક રાજા થઈ ગયા. તેમના રાજ્યની સરહદે એક મોટું જંગલ અને જંગલમાં એક પાણીનું સરેવર હતું. સરોવરની આસપાસ અનેક ઋષિમુનિઓના આશ્રમે અને ઝુંપડાઓ હતા. આવા એક ઝુંપડામાં એક વૃદ્ધ, ચ્યવનઋષિ રહેતા હતા. તેઓ તપ ખૂબ કરે, પ્રભુનું ધ્યાન ધરે અને ત્યાં રહે. એક વાર આ યવન ઋષિએ તપ આદર્યું. સમાધિ લગાવી. ધ્યાનમાં લીન બની ગયાં. નહાલે કે ન ચાલે. એક પછી એક દિવસ અને મહિનાઓ વીતવા લાગ્યા. સરોવર કઠે એટલે ધૂળ ખૂબ ઉંડે, તેથી તેમનું શરીર ધૂળથી ઢંકાઈ જાય અને તેમાં ઉપરથી વરસાદ પડે એટલે બધી ધૂળ તેમના શરીરે ચેટી જાય, ને ધૂળના થર જામતા જાય. આથી તેઓનું આખું શરીર ઘળથી ઢંકાઈ ગયું, તેથી જાણે મોટો ટેકરો થયો હોય તેવું લાગતું હતું. શરીરને કઈ
નું અંગ દેખાતા નથી. માત્ર બે આંખે ચશ્ચક થાય છે. તે તારાની જેમ ચમક્યા કરે છે. ? સુકન્યાએ કરેલી ભૂલ ? આ પ્રદેશના રાજા શર્યાતિને એક જુઓ અને બીજી ભલે એવી રૂપરૂપના અંબાર સમી ઘણી કુંવરીઓ હતી. કુંવરીઓ જેવી રૂપાળી તેવી ગુણવાન, શીલ અને સદાચારની મૂર્તિઓ ! આ બધી કુંવરીઓમાં એક કુંવરી વધુ લાડકી હતી. એનું નામ હતું સુકન્યા. નામ એવા જ ગુણ. એક દિવસ પોતાની સરખી સાહેલીઓ સાથે સરોવરને તીરે વનવિહાર કરવા જવાનું નકકી કરી પિતાજી પાસે રજા લેવા ગઈ. પિતાએ રાજીખુશીથી હા પાડી. સુકન્યા સાહેલીઓ સાથે ફરવા ગઈ. સુકન્યા ફરતા ફરતા પેલા યવન ઋષિના ટેકરા પાસે આવી ચઢી. આટલે મેટ માટીને ટેકરો જોતાં તે આશ્ચર્ય મુગ્ધ બની ગઈ. ટેકરામાં બીજું કંઈ દેખાતું ન હતું. માત્ર પેલી બે આંખો ચમક ચમક ચમકી રહી છે. આગિયા હશે : મેરી કે કાચ હશે? લાવ, એ બંનેને બહાર ખેંચી કાઢું. સુકન્યા હજુ નાની છે, તેમજ અનુભવ પણ નથી. તેને ખબર નથી કે અહીંયા મુનિ ધ્યાનમાં બેઠા છે. તે સૂકા લાકડાની બે તીહણ સળીઓ લઈ આવી અને ચળકતી દેખાતી ચીજ પર ખસી દીધી, અને જ્યાં શૂળ બહાર ખેંચવા જાય છે. ત્યાં તે ઓય... ઓય... ચીસ સંભળાઈ અને લેહીની ધારાઓ છુટી. આ દશ્ય જોતાં તેના મુખમાંથી પણ ચીસ પડી ગઈ. અરરર...આ એ તી કે રત્નો નથી, પણ માનવની આંખો છે ! તે ગભરાઈ ગઈ
- પાપને પ્રકાશિત કરતી સુકન્યા ? આ વખતે શર્યાતિ રાજા જંગલમાં દરબાર ભરીને બેઠાં હતા. બધા આનંદ કિલેલ કરી રહ્યા હતાં, ત્યાં રાજાથી માંડીને સેવક સુધી બધાને આખા શરીરમાં ભયંકર વેદના ઉપડી, કાળી બળતરા થવા લાગી. બધા ત્યાં આળોટવા લાગ્યા, એવી પીડા ઉપડી કે હમણાં બધા મરી જશે. ચારેબાજુ રડારોળ થઈ