________________
વારા રત્ન
રાજા ચિંતા કરતા બેઠા છે, ત્યાં સુકન્યા આવી. પિતાજી! આપ આજે આટલા બધા વિહળ કેમ છે? જે હોય તે મને કહો. બેટા! વાત કહેવામાં વાંધો નથી પણ વાપાત જેવી વાત સાંભળીને કદાચ...પિતાજી! વાપાત સમી એ વાતને આઘાત આપની આ પુત્રી હસતા મુખે સહન કરી લેશે. બેટા ! વન જેવા વૃદ્ધ ઋષિ સેવા માટે તારી માંગણી કરે છે. તારી સાથે...પિતાજી એનાથી રૂડું શું? સેવા અને તે પણ મહર્ષિની ! ધન્ય છે તારા ડહાપણ અને સંસ્કારોને ! પણ તારા જેવી સુંદર, સુકમળ અને યૌવનને આરે ડગ ભરતી કન્યા બુઢાના હાથમાં મારાથી કેમ સંપાય? કયાં એ ખર્યું પાન અને કયાં તું ખીલતું પુષ્પ ! કયાં તું સુનયના અને કયાં તે અંધ! પિતાજી, રૂપ અને યૌવન નાશવંત છે. હું આપણા કુળદેવીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે પરણીશ તે યવન ઋષિને પણ હું અખંડ બ્રહ્મચર્ય પાળીશ. મારી પ્રતિજ્ઞા સાચી હોય તે રાજા અને પ્રજા બધાની પીડા દૂર થાઓ. સુકન્યાની પ્રતિજ્ઞા સાંભળતા બધાના દર્દ શાંત થઈ ગયા.
પછી શર્યાતિ રાજા મૂલ્યવાન ભેટો સાથે સુકન્યાને લઈને ચ્યવન ઋષિના આશ્રમે ગયા, અને બધું તેમને ચરણે ધરી દીધું. ઋષિ કહે, મારે સુકન્યા સિવાય કંઈ ન જોઈએ. સુકન્યા કહે પિતાજી! મારે તે આપના આશીર્વાદ જોઈએ. હવે મારે કષિ પત્નીને છાજે તે તાપસ વેશ જોઈએ. વો-દાગીના કંઈ નથી જોઈતું. આપના દિલની દુઆ એ જ મારો સાચો દાયો અને એમાં જ મારા આ મંગલ પ્રસંગની પૂર્ણાહુતિ. પિતાએ
કરીને આશીર્વાદ આપી રડતી આંખે વિદાય દીધી. સુકન્યા યવન ઋષિની તન-મનથી સેવા કરે છે.
એક વાર તે સરોવરમાં સ્નાન કરીને બહાર નીકળી. ત્યાં બે વદ આવી ચડ્યા. રૂપરૂપના અંબાર છે. સુકન્યાએ પૂછ્યું, આપ કોણ છે? અમે દેવોના વૈદ અશ્વિનીકુમાર છીએ. અમે બધા દર્દીને મટાડીએ છીએ, પણ તું કોણ છે? દેવકની દેવી કે મૃત્યુલેકની સુંદરી ! હું આ વનમાં રહેતા વૃદ્ધ અને મહાન તપસ્વી વ્યવન ઋષિની પત્ની છું. તેઓ બંને આંખે અંધ છે. આ સાંભળી તે વિદો બોલ્યા. તમારા મા-બાપને આવા ઘરડા ડેસાને સેંપતા વિચાર ન થયે? અંધને દીકરી આપતા દિલમાં દયા ન આવી? આ તે બાપ કે ક્રૂર નિષ્ફર શાપ ! તમારી યુવાનીને આ રીતે એળે જવા દેવા કરતાં અમારા બેમાંથી એકની સાથે પરણીને સુખી થા. એ વૃદ્ધને છોડી દે ને અમારી સાથે ચાલ. ઘણું કહેવા છતાં તે ચલિત ન થઈ ત્યારે તેમણે કહ્યું, અમે તે આપની કસોટી કરવા આવ્યા હતા. હવે અમે આપના પતિને નવી દષ્ટિ આપીશું, ને યુવાની પણ આપીશું. આ અશ્વિનીકુમારે સુકન્યાની સાથે આશ્રમે ગયા. ત્યાં ઋષિને અંધાપો દૂર કર્યો, અને ગયેલી યુવાની પાછી આવી હોય તેવા બનાવી દીધા. સુકન્યાની સામે દેવો આવ્યા છતાં ચલિત ન થઈ અ વ્યવનઋષિ યુવાન બની ગયા છતાં તે અખંડ ચારિત્ર પાળ્યું ને પોતાના પતિને ઉપદેશ આપીને સમજાવ્યા કે ગમે તેટલી સાધના કરીએ પણ નિર્વિકાર દશા ન