________________
કુર
શારદા રત સબડતા દેખાય છે. રસ્તે ચાલનાર પથિક ક્યારેક સમ્રાટ બની જાય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ સંસારમાં ચાલ્યા કરે છે. આપ હવે મારા અતિથિ છે. હવે મારે ત્યાં રહેજો. શેઠને પ્રેમથી જમાડયા અને પોતાને ત્યાં રહેવા આગ્રહ કર્યો. સાગરદત્ત કહે, ના. અમે એમ મફતનું ન ખાઈએ. આપ અમને કોઈ ધંધે બતાવ, કામ બતાવે. જેથી મહેનત કરીને આજીવિકા ચલાવીશું. શેઠને સ્વાવલંબી જીવન જીવવું છે. હવે આ શેઠ સાગરદત્ત શેઠને શું કામ બતાવશે ને શું બનશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં.-૩૭ શ્રાવણ વદ ૭ ને શુક્રવાર
તા. ૨૧-૮-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાપુરૂષે ભવ્ય જીને ઉપદેશ આપતાં સમજાવે છે કે આ સંસારનું મૂળ કઈ હોય તે મોહ છે. રાગ-દ્વેષ પણ મેહમાંથી જન્મે છે, માટે જિનેશ્વર ભગવાનનું શાસન રાગ-દ્વેષ અને મોહને શત્રુ માનવાને ઉપદેશ આપે છે. એ ત્રણ આત્માના સાધારણ શત્રુ નથી, પણ મહાશત્રુઓ છે. એ ત્રણ શત્રુઓ આત્માનું જે અહિત કરે છે, તેવું અહિત બીજું કઈ કરતું નથી. આ ત્રણ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે શ્રી જિનેશ્વરદેવના શાસનની જગતમાં સ્થાપના થયેલી છે, સઘળા ય દોષો કે કષાનું મૂળ જે કઈ હોય તે રાગ-દ્વેષ, મેહ અને મિથ્યાત્વ - મિથ્યાત્વ એટલે શું? મિથ્યાત્વ એટલે પર પદાર્થમાં સ્વપણુની બુદ્ધિ પુદ્ગલાદિ પર પદાર્થો અને દેહાદિ જડ પદાર્થોમાં હું અને મારાપણું ન છૂટી શકે તેવા - તીવ્ર અધ્યવસાય. એ આત્મા ઉપરનું એક પ્રકારનું ગાઢ આવરણ છે અને એનું નામ મિથ્યાત્વ છે. એ આવરણથી ઢંકાયેલે આત્મા રાગ-દ્વેષ અને મેહની અનેક પ્રકારની વિકૃતિઓને અનુભવ કરે છે. જે જે ઉપર એની અહં અને મમત્વની વૃત્તિ હોય છે તે તે પદાર્થોમાં થનારા સઘળા પરિવર્તને તેના આત્મામાં પણ પરિવર્તન કર્યા કરે છે. મિથ્યાત્વના ફંદામાં ફસાયેલ પ્રત્યેક પ્રાણુઓ આ જગતની રંગભૂમિ ઉપર પ્રતિક્ષણે નાચ નાચી રહ્યા છે.
પર પદાર્થોમાં હું અને મારાપણાની વૃત્તિ જે મિથ્યાત્વ છે તે ચેથા-પાંચમા આદિ ગુણસ્થાનકે એ રહેલા આત્માઓમાં પણ ઓછા વધતા અશે તેવી વૃત્તિ હોય છે, તે તેમને મિથ્યાત્વી શા માટે ન માનવા? કદાચ કેઈને આવી શંકા થાય, પણ એ વાત યાદ રાખવી જોઈએ કે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકોએ રહેલા આત્માઓ પરપદાર્થની જે પ્રકારની આસક્તિથી પીડાય છે તેના એક શતાંશ (એટલે સમા) ભાગ જેટલી પણ આસક્તિ ચેથા તથા અન્ય ગુણસ્થાનકોને પામેલા આત્માઓમાં નથી હોતી, એટલે મિથ્યાત્વ સહિતની આસક્તિ અને મિથ્યાત્વ રહિતની આસક્તિ વચ્ચે મોટું અંતર છે.
આપણુ અધિકારમાં મણિપ્રભ મયણરેહાના રૂપના રાગમાં પાગલ બન્યો, પણ સતીએ યુક્તિ કરીને કહ્યું, આપ જાવ છો ત્યાં પૂ. ગુરૂભગવંતના દર્શન કરવા માટે આવવું છે.