________________
શારદા રત્ન મણિપ્રલે કહ્યું, તારા અસ્વસ્થ શરીરના કારણે હું તને મહેલમાં મૂકીને પિતાના દર્શન કરવા જવા ચાહતે હતું પણ તારી તીવ્ર ઈચ્છા છે તે ભલે આપણે સાથે દર્શન કરવા જઈએ. ભૂખ્યાને ભોજન મળે, ખેતી સૂકાઈ જતી હોય તેવા સમયે વરસાદ વરસે તે ખેડૂતને અને ભૂખ્યા માણસને કેટલે આનંદ થાય? તેથી અધિક આનંદ મયણરેહાને મુનિદર્શન કરવા જતા થયા. મણિરથને પણ આનંદ હતું, પણ તેની ભાવના અશુભ હતી. બંનેની ભાવનામાં શુભ-અશુભ લેશ્યાનું અંતર હતું.
ખુશી ખુશી થઈ ગયેલા વિદ્યાધર રાજા વિમાનને નંદીશ્વર દ્વીપે લઈને ચાલ્યા. વિદ્યાના બળે પહોંચતા શી વાર? વિમાન માર માર કરતું દેડયું. મયણરેહા વિમાનમાં બેઠા બેઠા કર્મના કેરડાને વિચારી રહી છે. બે ત્રણ દિવસના ગાળામાં તે એણે ઘણું ઘણું જોઈ નાખ્યું. વિધિના જીવલેણ ફટકા ! કર્મને તાતાં કેરડા અને સંજોગોની વિચિત્ર વિચિત્રતા ! આ બધાની વચ્ચે પોતાની હાલત કેવી કરૂણ બની હતી ! ધર્મરક્ષા કેટલી કઠણ વસ્તુ છે. એ મયણરેહાને રાજમહેલ છેડયા પછી અહીં જણાતું હતું, છતાં ય આ બધાની વચ્ચે એ અડેલ, અણનમ, અચલ અને નિર્ભય હતી. આફત પર આફત આવી. હતી. પિતાને નવજાત શિશુ ગુમાવ્યું હતું, છતાં નંદીશ્વર દ્વીપનું નામ સાંભળતા એણે આનંદ અનુભવ્ય, કારણ કે ત્યાં જ્ઞાનીની ધર્મદેશના સાંભળવાનું સૌભાગ્ય મળશે. દુઃખ આફતનું આ ઉજળું પાસું વિચારતી વિચારતી મયણરેહા પોતાના દુઃખને ભૂલી ગઈ
મયરેહા નંદીશ્વર દ્વીપમાં-વિમાન પહોંચી ગયું નંદીશ્વર દ્વીપમાં. વિમામાંથી ઉતરી મયણરેહાએ મુનિની સન્મુખ આવી વિધિપૂર્વક વંદણ કરી. દુઃખમાં પડેલી મયણરેહાને મુનિદર્શન થવાથી ઘણે જ આનંદ થયો. દુઃખ પછી સુખની વસ્તુ જે આનંદ આપે છે તેવો આનંદ તે વસ્તુ સુખના સમયે નથી આપતી. મુનિને વંદન કરતા મયણરેહાના બધા સંતાપ શાંત થઈ ગયા, અને મનમાં વિચારવા લાગી કે આજે જીવનની કેવી ધન્ય ઘડી ! કેવી ધન્ય પળ ! કે અજબ ભાગ્યોદય ! આજે મને મુનિદર્શન થયા. હવે શું છે ! હવે તે મારા બધા દુઃખે ચાલ્યા ગયા. આજે તે મને કલ્પવૃક્ષ મળી ગયું. આ કલ્પવૃક્ષ પાસે એ જ માંગું છું કે આ મારા ભાઈની ભાવના વિશુદ્ધ થઈ જાય. આટઆટલી કારમી આપત્તિઓ ઉપર જે આ મુનિદર્શન મળ્યા તે એણે તે આપત્તિઓને મહાસંપત્તિદાયી, સંપત્તિરૂપ બનાવી. મુનિ ભગવંતના દર્શન થતાં એને આત્મા જાણે નવું જીવન, નવી ચેતના અરે સર્વસ્વ પામી હેય તે આનંદ થયે. મણિપ્રભે પણ મુનિને વંદણા કરી પણ તેના હદયમાં એવી ભાવના હતી કે હું અહીંથી જલદી જાઉં ને આ સ્ત્રીને મારી પત્ની બનાવું. બંનેના વિચારોમાં કેટલું અંતર છે!
વિચારોનું બળઃ-જ્ઞાની કહે છે કે કોઈ ખોટા, નકામા, ખરાબ વિચારનું બીજ આત્મભૂમિમાં પડી ન જાય તે માટે સાવધાન રહે. જાગૃત રહે. વિચારેનું બીજ આત્મભૂમિમાં પડતાં વાર નથી લાગતી. તમારે કે પાક જોઈએ છે? તમને કેવા વૃક્ષ પસંદ છે? બાવળના? લીમડાના કે આંબાના પાક તે આંબાને જઈએ ને બીજ બાવળના