________________
કર
શરદા રત્ન
છે.
મહાન આત્માથી સાધકે આ સત્યને સમજતા હોય છે. તેઓ પોતાના જીવનના વીતી ગયેલા વર્ષો તરફ જુએ છે. તે જીવનમાં થયેલી ભૂલો, લાગેલા અતિચારો–પાપોને યાદ કરે છે ત્યારે તેમનું સાધના પ્રિય હૃદય અકળાઈ જાય છે. વર્તમાનકાળમાં પણ થઈ જતા સૂક્રમ પ્રમાદ તેમને વ્યથિત કરે છે. મનમાં થાય છે, અરરર...આ મારો કે પ્રમાદ! તેમનું હૃદય કાળો કકળાટ કરે છે. અરે ! મારો આટલો બધે સમય જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નત્રયીની આરાધના વિનાને ગયો. જીવનમાં ઘણું મોટું નુકશાન..મોટી ખોટ ગઈ.
“ના ના વદત્તર વળી = 1 ફિનિત્તર જે જે રાત્રી દિવસો જાય છે તે પાછા આવતા નથી. આ સનાતન સિદ્ધાંતને સમજેલા મહાપુરૂષ સમયના દુરુપયેગને મોટું નુકશાન માનતા હોય છે. અપ્રમત્ત જીવનનો આદર્શ સામે રાખીને મેક્ષ માર્ગે ચાલનારા સાધકોને નાનકડો પ્રમાદ પણ શાને પાલવે? નિદ્રા, વિકથા અને વિષય કષાયને કટ્ટર દુશ્મન માનનારા સાધકે એ દુમને સાથે ક્ષણ વાર પણ બેસવાનું શાને પસંદ કરે?
ક્યારેક રસ્તામાં એ દુશ્મને મળી જાય અને પૂર્વ જીવનની મૈત્રી યાદ આવી જાય તે ઘડી બે ઘડી તેની સાથે વાત કરે પણ પછી તેને તરત ખ્યાલ આવી જાય કે આ મારા મિત્રો નથી પણ શત્રુ છે, એટલે તરત પોતાને રસ્તે પકડી લે. પરભાવમાં ગયેલે આત્મા પિતાના આત્મભાવમાં પાછો ફરે. થઈ ગયેલી ભૂલ તેને ખટક્યા કરે. અરે... મારે કે પ્રમાદ!
* એ સાચો જ્ઞાની છે, જે જાણે છે કે દેવલોકન દેવેન્દ્ર કેમ ન હોય! એના પણ વીતેલા જીવનની પળો એને પાછી મળતી નથી. ગુમાવેલું રાજ્ય પાછું મળી શકે. ગયેલું આરોગ્ય પાછું મળી શકે, ગયેલી ઈજજત પણ પાછી મળી શકે, પણ ગયેલા જીવનની પળે પાછી મળતી નથી, માટે જે પળો એની પાસે હોય છે એ પળોનો સદુપયોગ કરવા તે જાગ્રત રહે છે. જીવનની એક એક પળને એ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં વિનિગ કરતે રહે છે. એ જ્ઞાનદષ્ટિવાળા સાધકો પણ એ જાણતા હોય છે કે ભૂતકાળ વીતી ગયે, ભવિષ્યકાળ આવવાને છે. હાથમાં છે વર્તમાનકાળ. વર્તમાનકાળની પળને તેઓ મૂલ્યવાન સમજે છે, અને તે પળની આરાધના કરતા રહે છે. જે મનુષ્ય વર્તમાન પળને આરાધક હોય છે તે માનવ જીવનની દુર્લભતા સમજનારો છે. માત્ર ભૂતકાળની ભૂલોને યાદ કરી રૂદન કરનાર અને ભવિષ્યની કલ્પનાઓમાં રાચનારે મનુષ્ય માનવજીવનનું મૂલ્ય સમજતો નથી. સદૈવ જાગ્રત આત્મા વર્તમાન પળમાં જીવતો હોય છે. એનું ભૂતકાળનું અવેલેકન અને ભવિષ્યકાળનું અનુચિંતન પણ વર્તમાન પળને ચેતનવંતી બનાવવા માટે હોય છે.
આજની-મંગલ દિવસનું નામ છે “પંદરનું ધર” આજથી પંદરમા દિવસે ક્ષમા પનાનું એલાર્મ વગાડતું સંવત્સરી મહાપર્વ આવશે. તે પર્વ આવતા પહેલા આત્માને વિશુદ્ધ બનાવવાનું છે. વિશુદ્ધ બનેલે આત્મા ક્ષમાના ઝરણું વહાવી શકશે. ધર એટલે