________________
શારદા રત્ન
(૩૨૧ સંસારની ચક્કીમાં ફસાવાનું થાય. માતાની સાથે મારું પતન જોઈને બીજા કેટલાય ભ્રષ્ટ થઈ જાય ! સંઘની અને ધર્મની હેલના થાય. મારી અને કેટલાયની પરભવે પણ બોધિ હણાઈ જાય ! એ કરતાં અડગ રહું તે બધાનું ભલું થાય અને કદાચ માતા પણ એ માર્ગે ચઢી જાય. રાજા ભલા છે. જે હું મકકમ છું તો તે મને કાયમી છોડાવશે. બસ મનને મક્કમ કરવાની વાત છે. મન મક્કમ કર્યું તો એ મહાન યુગ પ્રધાન દશ પૂર્વધર મહાપ્રભાવક મહર્ષિ બન્યા.
મયણહાની વિચારણા –મયણરેહાએ મનને મક્કમ કર્યું. હાથીએ સૂંઢમાં ઉછાળી તે “નમો અરિહંતાણ”ની ચીસ પાડી, પછી કેવી ભવ્ય ભાવના ભાવે છે! શું હાથીની મારા પર કરૂણા છે! દયા છે! આ હાથી તે મને બીજી વાત શીખવાડે છે. તે મને કહે છે, તું ઉર્ધ્વગામી છે. આ વાત શીખવાડવા માટે જ જાણે આ હાથીએ મને ઉંચે ઉછાળી છે. હાથી મને આ પ્રકારની ઉદર્વગામી થવાની શિક્ષા આપે છે ત્યારે મારાથી અધોગતિનો વિચાર કેમ કરાય? આયુષ્ય પૂરું થતાં જીવ પિતાના કર્માનુસાર ઉંચી સ્થિતિમાં જાય છે અને નીચી રિથતિમાં પણ જાય છે. મૃત્યુ બાદ જીવને સ્વર્ગ–નરક કે મેક્ષ મળી શકે છે. જ્યારે મારો સમય સારા કામમાં લાગી શકે છે, તે પછી હું તેને ખરાબ કામમાં શા માટે જે ડું? આ પ્રમાણે વિચાર કરી નવકારમંત્રનું સ્મરણ કરે છે. જો કે મયણરેહાના ' હૃદયમાં દઢતા હતી, છતાં હાથીએ તેને જોરથી પકડી ઉછાળી હતી, એટલે થોડી વાર બેશુદ્ધ જેવી બની ગઈ હતી, પણ તેના મનમાં એ દઢ શ્રદ્ધા હતી કે હું નવકારમંત્રની રક્ષા રૂપી પિંજરમાં પૂરાઈ ગઈ છું, માટે હવે મને કોઈ પણ પ્રકારનો ભય નથી. આ રીતે મયણરેડા વિચારી રહી છે. હાથી તેને સૂંઢમાં લઇને ઉછાળી રહ્યો છે. હવે મયરેહાનું શું થશે? તેના નવજાત ખીલેલા પુષ્પસમ બાળકનું શું બનશે ? તે અવસરે.
વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ વદ ૫ બુધવાર
તા. ૧૯-૮-૮૧ સ્યાદવાદના સર્જક, ભવોભવના ભેદક, પરમ પંથના પ્રકાશક, જગત જીવના ઉદ્ધારક, એવા ભગવંતે જગતના જીવોના ઉદ્ધાર માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનના ભાવ ચાલે છે. સતી મયણરેહાને હાથીએ સૂંઢમાં ઉછાળી પણ ત્યારે મુખમાં નવકાર મંત્રનું સ્મરણ કરે છે. દુઃખમાં પણ સુખ શોધી રહી છે. હાથીએ મયણરેહાને એવી રીતે ઉંચે ઉછાળી હતી કે જેથી નીચે પડતા બચવું મુશ્કેલ હતું, પણ જે સતી એમ મરી જાય તો સતીનું સતીત્વ કેવી રીતે પ્રગટ થાય? એટલે તેને બચાવનાર કોઈ ને કોઈ મળી જાય. હાથીએ મયણરેહાને જોરથી ઉછાળી, બરાબર તે સમયે આકાશ માર્ગે એક વિદ્યાધર વિમાન લઈને જઈ રહ્યો હતો. તેણે યણરેહાને ઉંચે ઉછળતી જોઈ તેના દિલમાં કરૂણું આવી, અને વિચાર કરવા લાગ્યા,