________________
૨૪
શારો રસ્ત
ભગમય જીવન જીવશે તે એનું શું થશે ? માતાને પોતાના પુત્રનું આવું ભેગી જીવન જેવું પણ ગમતું નથી. છતાં માતા પોતે પોતાના સગા દીકરાને ચેખા શબ્દોમાં કહી શકતી પણ નથી, તેથી આંખમાંથી અશ્રુ સરી પડ્યા. એ આંસુના બંદ દીકરાની પીઠ પર પડયા. ગરમ ટીપાના સ્પર્શથી ચકિત બનેલા રાજકુમારે ઉંચે નજર કરી તે મા રડી રહી હતી. આંખના આંસુ દીકરાની પીઠ ઉપર પડી ગયા છે એ જાણી ગયેલી માતા તરત અંદરના ખંડમાં જઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
પુત્રને સદ્બોધ આપતી માતા-માતાને રડતી જોઈને માતૃભક્ત ગોપીચંદ ભીના કપડે જ મા પાસે પહોંચ્યો. માતાની આંખમાં આંસુ જોયા, તેથી પૂરા કપડા પણ ન પહેર્યા અને એકે શણગાર પણ ન સમજ્યા. ગોપીચંદ જઈને માતાના પગમાં પડે. અને પૂછ્યું, ઓ મા ! તું આટલું બધું રડે છે શા માટે ? તારી આંખમાં આજે શા કારણે અનરાધાર આંસુ વહ્યા જાય છે ? માતા ભાવાવેશમાં આવી જઈને ઉભી થાય છે અને કહે છે દીકરા ! તારા ખાતર રડું છું. મા ! મારા ખાતર રડે છે? શા માટે મારા માટે રડવું પડયું તારે! મારા બેઠા તારી આંખમાં આંસુ? બેટા ! આજ નહિ, રોજ રડું છું. તને તે આજે ખબર પડી. દીકરા ! તારા જીવનમાં કોઈ ત્યાગ નથી, તપ નથી, પ્રભુ નામનો જાપ નથી કે પ્રભુનું ધ્યાન નથી. તારા પુણ્યોદયે તારા પિતા રાજ્ય સંપત્તિ મૂકીને ગયા છે, પણ તને ખબર છે કે બેટા ! તારા બાપ પણ એક દિવસ મરી ગયા. વાત કરતાં ય તારા પિતા શરીરે વધુ પહેલવાન અને નિરોગી હતા, છતાં એક દિવસ રમશાનમાં જઈને સૂઈ ગયા અને એના દેહની ભસ્મ થઈ ગઈ. બેટા ! તારે પણ એક દિવસ જવું પડશે, અને તારા દેહની પણ રાખ થઈ જશે. . માતાના હૃદયભેદક વચને સાંભળતા ગોપીચંદ ગદ્દગદ થઈને કહે છે. માતા ! તારી વાત સત્ય છે. તે મા હું શું કરું? માતાએ રસ્તો બતાવ્યો. બેટા ! સંન્યાસ લે. તારા પરલકને સુધાર. આ ભોગવિલાસ તને દુર્ગતિના દ્વારે લઈ જશે. આ રાજ્ય-પ્રતિષ્ઠા તને પતનની ખાઈમાં ધકેલી દેશે. સાચું સુખ ભેગમાં નથી પણ ત્યાગમાં છે. આજે આવો માર્ગ બતાવનારી આદર્શ માતાઓ કેટલી ! માતાની વાત સાંભળી ગોપીચંદ સ્તબ્ધ થઈ ગયો. માતાની મીઠી ટકોરે આત્મા જાગી ઉઠે. આદર્શ માતાના એ આદર્શ અત્રે એ જ પળે સંસારનો ત્યાગ કર્યો. ભગવા વસ્ત્રો પહેર્યા અને વનની વાટે ચાલી નીકળ્યો. માતા પિતાના વહાલા દીકરાને ત્યાગ માગે તે જોઈ રહી. એની આંખમાંથી હર્ષના આંસુ પડવા લાગ્યા. એક વખત રમણીઓના રાગમાં મસ્ત બનેલે, રંગરાગની મસ્તી માણતે ગોપીચંદ ત્યાગની મસ્તી માણવા લાગ્યો. આ હતી આદર્શ માતા ! જેણે પોતાને પુત્ર પરલોકમાં સુખી કેમ થાય તે માટે ત્યાગ માર્ગ બતાવ્યો. - મયણરેહા આવી આદર્શ નારી હતી. તે પોતાના બાળકની કરૂણ હાલતને વિદ્યાધરને ખ્યાલ આપે છે, અને પિતાને ત્યાં લઈ જવા કરગરી રહી છે, પણ વિદ્યારે મયગુરહાની આંખે જોઈ ત્યારથી તેના પર મુગ્ધ બને છે, તેના નયને જોઈને તેનું મન ચલાયમાન થયું. ભગવાન બેલ્યા છે કે