________________
૩૨૯
શાહૃા રત્ન
કિંપાક વૃક્ષના ફળ દેખાવમાં સુંદર, ખાવામાં સ્વાદિષ્ટ અને મધુરાં લાગતાં હોય, પણ તે ખાવાથી જીવ અને કાયા જુદા થાય છે, તેમ કામગ દેખાવમાં સુંદર– મનહર લાગતા હોય પણ તેનું પરિણામ સારું નથી આવતું એટલે કે તે દુર્ગતિમાં લઈ જાય છે, માટે આવા કામગોનો ત્યાગ કરી ચારિત્ર બળ કેળવવાની જરૂર છે.
મયણરેહા હાથીની સૂંઢમાં –જેનું ચારિત્ર નિર્મળ છે, જેણે ચારિત્ર માટે તે રાજમહેલ છોડીને વગડાની વાટ સ્વીકારી છે, એવી સતી મયણરેહા સ્નાન કરીને બહાર નીકળી, ત્યાં મોટો હાથી એની પાછળ પડયો. જેમ સતી ભાગે છે તેમ હાથી પાછળ જાય છે, છેવટે સતીએ નવકારમંત્રનું શરણું લીધું. ત્યાં તો ધસમસતે હાથી ત્યાં આવી પહોંરયે. પિતાની સૂંઢ એણે ખૂબ ઘુમાવી, અને અંતે પોતાના પાશમાં–સૂંઢમાં મયણરેહાને ઝડપી લીધી. એક બાજુ નવ જાત બાળ રોતે ઝાડની ડાળે ઝોળીમાં છે, જે મયણરેહાનું જીવન હતું, પણ વિધિને એ મા-દીકરાનું મિલન જાણે નામંજુર હતું! એણે એક જોરદાર ફટકે વી ક્યો તાજું જન્મેલું એ બાળક એક ઠેકાણે રહ્યું ને એની મા બીજી તરફ રહી! વચમાં વિધ્રોના અડીખમ પર્વત ઊભા થઈ ગયા.
હાથીની સૂંઢમાં પણ નમો અરિહંતાણું: હાથીએ પોતાની સૂંઢની જબરી પકડમાં મયણરેહાને પકડી. એ સૂંઢને એણે ખૂબ ઘૂમાવી અને પછી મયણતાને આકાશમાં અદ્ધર ઉછાળી. પુત્રથી, સરોવરથી ને સ્નેહથી મયણરેહા દૂર ફેંકાઈ ગઈ. એક દડો જેમ ઉછળે તેમ મયણરેહા આકાશમાં ઉછળી. આવી રીતે હાથી બીજા કોઈને ઉછાળે તે શું * થાય? પિક પડી જાય ને? જ્યારે આવી ચીસ પડે ત્યારે મારવાડમાં “ઓ મા” બોલે, ગુજરાતમાં “ઓ બાપ” બોલે ને દક્ષિણમાં “ઓ આઈ” બોલે. પણ મયણરેખા પાસે તે
નમે અરિહંતાણું.” આવું બને તે ચીસ તે પડી જાય, પણ ચીસ ચીસમાં ફરક. ઓ બાપ, ઓ મા, ની ચીસ નિ:સત્વના ઘરની. “નમે અરિહંતાણ”ની ચીસ સત્ત્વના ઘરની. પેલી ચીસમાં તે પાપ ભેગો ને પાછું પાપ લેવાનું, જ્યારે આ ચીસમાં પાપ ભેગો પણ પુણ્ય લેવાનું. આવી ટેવ ક્યારે પાડશે? આવી ટેવ પાડવી હોય તે માત્ર આવા પ્રસંગે નહિ. સામાન્ય પ્રસંગોમાં પણ “નમો અરિહંતાણું” યાદ કરે. સુખી થવાને આ માર્ગ છે. બાકી તે સુખની આશા રાખવી વ્યર્થ છે.
સહરાના રણમાં પાણીની આશા રાખવી, ચોરપલીમાં માનવું કે ઠગાઈ નહિ થાય, અગ્નિમાં હાથ નાંખીને માને કે નહિ બળું, એ પ્રમાણે ધર્મને ભૂલીને સુખ ઈરછવું નકામું છે. ભૂલશે નહિ. મન મારે છે ને મન જીવાડે છે. મનમાં વિચાર કરો કે “ઓ બાપ”ની પિક મૂકે કે હાયય કર્યો કંઈ નહિ વળે. મન મક્કમ કરી અરિહંતને ભજ. એ જ સાચું શરણ છે. ત્રણ વર્ષનો બાળક વાકુમારને માતાએ ઘણું સમજાવ્ય, ફેસલાવ્યો. માતાએ પોક મૂકી. હાય! પતિ ગયે ને છોકરો પણ પથર છે! એને કંઈ થતું નથી ! પણ વજકુમાર એક જ વિચાર કરે છે. હું કઈ પરિસ્થિતિમાં છું? માતાએ પંચ સમક્ષ મને વહોરાવ્યા છે. હવે જવું કયાં? માતા પાસે જાઉં તે શું થાય! માંડ છૂટેલો, પાછું