________________
શારદા રત્ન
૧૯૧ આવવું નહિ. રૂ૫ ઘણી વાર મહાપુરૂષને અનર્થનું કારણ બની જાય છે. જેવી રીતે રાવણને માટે સીતાનું રૂપ અને પદ્મનાભ રાજાને માટે દ્રૌપદીનું રૂપ વિષ સમાન નીવડ્યું હતું તે પ્રમાણે મણિરથને માટે મયણરેહાનું રૂપ વિષ સમાન નીવડ્યું.
હે ચક્ષુ ! તમે ચંચળ, શું જોયું તમે સારૂં? નારી દેહનું દર્શન છે તમને હજુ પ્યારું !
આ ઘરડી બની કાયા થેડી તે શરમ રાખો.. કેગટની. કવિ અહીં ચક્ષુને કહે છે હે ચક્ષુ ! તમે આંખથી શું જોયું ? નારીના દેહનું દર્શન જ ને! નારીનું રૂપ જ ને !
- મયણરેહાએ મણિરથને ઘણું સમજાવ્યા છતાં મણિરથ કહે, હે મયણરેહા ! તું મારી પત્ની બને તે મને રાજ્ય ચલાવવામાં સહાયક બને. બે પૈડા સરખા હોય તે રાજ્યતંત્ર સારી રીતે ચલાવી શકું ને! ગમે તેવા પ્રલોભનો આપે પણ સતી ડગે ખરી ? ના. નારી ભલે અબળા દેખાતી હોય પણ કટોકટીને સમય આવે, શીલપર આફત આવે ત્યારે સબળા બનીને તેનું શૌર્ય બતાવી દે, તેમાં પાછી પાની ન કરે. આનું નામ જ સાચું શૂરાતન. શીલની ખુમારી જેના રોમરોમમાં વસી રહી છે એવી આર્યનારી પુરૂષોની પિશાચલીલાને કદી ભોગ બનતી નથી. નારી ભણેલી હોય કે અભણ હોય એ બહુ મહત્વનું ? નથી. મહત્વની વાત છે શીલ રક્ષાની. શીલ રક્ષાનો સવાલ જ્યારે એની સામે આવીને ઉમે રહે ત્યારે નારી તલવાર ખેંચીને પણ જંગમાં ઝંપલાવી દે છે.
નારી અબળા નહિ પણ સબળા :–રાજસ્થાનમાં એક નાનકડું ધુમાડા નામનું ગામ છે. ગામમાં અનેક જાતિ વસે છે, ને ક્ષત્રિયો પણ વસે છે. એક ક્ષત્રિય યુવાનના એક ક્ષત્રિયાણી સાથે લગ્ન થયા છે, છોકરી પરણીને સાસરે આવી. દોઢ વર્ષ જેટલો સમય થયે. આ બાઈને પ્રસૂતિને પ્રસંગ હોવાથી તે પિયર ગઈ. ત્યાં એને પુત્રને જન્મ થયો. બાબો બે અઢી મહિનાનો થયો ત્યાં સમાચાર આવ્યા કે સાસુ બિમાર છે એટલે તેને મેકલે. પિયર ને સાસરું બંને ગામડું છે, પણ ઘર સ્ટેશનથી બે ત્રણ માઈલ દૂર છે. ક્ષત્રિય પુત્ર પોતાની પત્નીને અને બાળકને તેડવા સાસરે ગયો. તે ક્ષત્રિય હતો પણ એનામાં થોડું મીઠું ઓછું હતું. દાળ શાકમાં મીઠું ઓછું હોય તો ભાવતું નથી. આ ક્ષત્રિય પુત્રમાં થોડા મીઠાની ખામી હતી. પોતાની પત્ની અને વહાલસોયા બાળકને લઈને સાસરેથી નીકળ્યા. ટ્રેઈનમાં બેસી ધૂનાડા સ્ટેશને પહોંચ્યા. ગાડી થોડી મોડી હતી, એટલે સ્ટેશને ઉતર્યા, ત્યાં તે રાત પડી ગઈ.
ધૂનાડા સ્ટેશને તે ધોળા દિવસે પણ લૂંટારાને, ચાર-ડાકુઓને ભય, ગુંડાગીરી કરી સ્ત્રીઓને પણ ઉપાડી જાય. આજુબાજુમાં ગીચ ઝાડી. આવા ભયંકર જંગલમાં આ ક્ષત્રિય અને તેની પત્ની ઉતર્યા. ફૂલ જેવો ત્રણ મહિનાનો બા સાથે હતા. અંધારાના ઓળા અવની પર ઉતરી ગયા હતાં. ગામ દેઢ બે માઈલ દૂર છે. અશક્તિના કારણે ક્ષત્રિયાણ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. આજે ત્યાં કોઈ સાધન પણ નથી. ક્ષત્રિયાણી રૂપ રૂપનો