________________
શારદા રત્ન
તે પછી થાળી લીધી છે એમ કેવી રીતે કહું? ત્યારે મુનિમજી, પોલીસે બધા ભેગા થઈને હંટરથી શેઠને ખૂબ માર મારવા લાગ્યા. કેઈએ ડાંગ માથામાં મારી, કાઈ ગડદાપાટૂ કરવા લાગ્યા. શેઠાણીથી આ બધું જોઈ શકાતું નથી. તે કહે, ન મારશે ન મારશે. અમે થાળી લીધી નથી. બાળકો પણ ખૂબ રડે છે. તેઓ કહે છે, મારા બાપુજીને ના મારશે...ના મારશો. આમ બધા શેઠને માર મારી રહ્યા છે. હવે શું બનશે તે અવસરે.
વ્યાખ્યાન નં-૨૭ શ્રાવણ સુદ ૧૫ ને મંગળવાર
તા. ૧૧-૮-૮૧ અનંતજ્ઞાની ભગવંતોએ ફરમાવ્યું છે કે આ જગત અનાદિકાળથી વિદ્યમાન છે, અને અનંતકાળે પણ આ જગતનું અસ્તિત્વ મટી જવાનું નથી. કોઈ કાળ આજ સુધીમાં એવો ન હતો કે જ્યારે જગતનું અસ્તિત્વ ન હોય અને ભવિષ્યમાં કયારેય એ કાળ આવવાને નથી કે જગતનું અસ્તિત્વ નહિ હોય, એટલે જગત ત્રણે કાળે છે એટલે એ વાત નિશ્ચિત થાય છે કે સંસારનું અસ્તિત્વ પણ અનાદિ અનંત છે. સંસારના અસ્તિત્વની " જેમ મોક્ષનું અસ્તિત્વ પણ અનાદિ અનંત છે. જેમ સંસાર કદી પણ નહતે એવું બન્યું? નથી, અને કદીપણ નહિ હોય એવું બનવાનું નથી, તેમ મોક્ષ પણ કદી નહોતે એવું બન્યું નથી, અને મેક્ષ કદી પણ નહિ હોય એવું બનવાનું નથી. સંસારનું અસ્તિત્વ તેમજ મેક્ષનું અસ્તિત્વ અનાદિ અનંત છે. તે સાથે એ વાત પણ સ્વીકારવી પડશે કે સંસારનો માર્ગ અને મોક્ષને માર્ગ એ બંને માર્ગો અનાદિકાળથી વિદ્યમાન છે, અને અનંતકાળે પણ એ બંને માર્ગો વિદ્યમાન રહેવાના છે. જગતમાં કયારે પણ આ બંને માર્ગો વિદ્યમાન ન હોય અથવા તે આ બંનેમાંને કેઈ એક માર્ગ વિદ્યમાન ન હોય એવું બન્યું નથી અને બનવાનું પણ નથી. હા, એવું બને કે કઈ ક્ષેત્રમાં કઈ કાળે સંસારને જ માર્ગ વિદ્યમાન હોય, ત્યાં મોક્ષની કે મોક્ષ માર્ગની વાત હતી નથી. અમુક ક્ષેત્રે એવા છે કે જ્યાં સદાકાળને માટે સંસારની અને મોક્ષની તેમજ સંસારમાર્ગની અને મોક્ષમાર્ગની વાત ચાલુ રહે છે. કર્મભૂમિના પંદર ક્ષેત્રોમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં તે જેમ સંસાર અને સંસારને માર્ગ અનાદિ છે, તેમ મેક્ષ અને મોક્ષને માર્ગ પણ અનાદિથી છે. સદાકાળને માટે મોક્ષની અને મોક્ષમાર્ગની વાત ચાલુ રહેવાની હોય એવા ક્ષેત્રો તો પાંચ મહાવિદેહના છે. અમુક ક્ષેત્રો એવા પણ છે કે જે ક્ષેત્રોમાં સદાને માટે સંસારની તથા સંસારના માર્ગની વાત ચાલુ હોય છે. આપણે અત્યારે જે ક્ષેત્રમાં છીએ તે આ ભરતક્ષેત્ર એવું છે કે જ્યાં અમુક કાળે માત્ર સંસારની અને સંસારમાર્ગની વાત ચાલુ હોય. જ્યારે અમુક કાળે સંસારની, મોક્ષની તેમજ સંસારમાર્ગની અને મોક્ષમાર્ગની વાત પણ ચાલુ હોય. ભગવાન ઋષભદેવે શાસન પ્રવર્તાવ્યું તે પહેલાના કાળમાં મેક્ષની કે મોક્ષમાર્ગની વાત નહતી. ભગવાન રાષભદેવના શાસનથી આ કાળમાં મેક્ષની અને મોક્ષમાર્ગની શરૂઆત થઈ, અત્યારે ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું