________________
૨૫૨
શારદા રત્ન શાસન ચાલે છે. અત્યારે આ ક્ષેત્રમાં ચોથા આરામાં અને પાંચમા આરામાં સંસારની તથા સંસારમાર્ગની અને મોક્ષની તેમજ મેક્ષના માર્ગની વાત ચાલુ છે.
આ સંસારમાં અનંતાનંત જેટલે કાળ વીતાવ્યા છતાં હજુ આપણે મોક્ષને પામ્યા નથી. તેનું શું કારણ? મોટા ભાગે તે મેક્ષની અને શુદ્ધ એવા મોક્ષમાર્ગની વાત આપણને સાંભળવા મળી નહિ હોય. કદાચ સાંભળવા મળી હશે તે તેને બરાબર સાંભળી નહિ હોય, અને કદાચ સાંભળી હશે તે એ વાત આપણને રૂચી નહીં હોય. કદાચ કઈ કઈ જીવને રૂચી હશે તે એ રૂચીને ટકાવી શક્યા નહિ હોય. આ બધી વાતે પર વિચાર કરશું તો જરૂર એમ થશે કે આપણું પુણ્ય આપણને આપણા નિસ્તારની બધી સામગ્રીને ભેટે કરાવી દીધું છે, તેથી આપણું પુણ્ય અસાધારણ કટિનું છે. આર્ય દેશ મળે, મનુષ્ય જન્મ મળ્યો અને મનુષ્ય જન્મ એવી જાતિમાં અને કુળમાં મળ્યો કે જ્યાં વારસાગત જૈનધર્મના સંસ્કાર હોય. શુદ્ધ એવા મોક્ષમાર્ગના અનુષ્ઠાને થોડા ઘણા અંશે આચરવાની તક મળે. સદ્દગુરૂઓ પાસેથી મોક્ષમાર્ગની વાત પણ સાંભળવા મળી જાય, એટલું જ નહિ પણ જે આપણે ધારીએ તે મોક્ષમાર્ગનું અમુક અંશે આરાધના કરી શકીએ. આવી સારી સામગ્રી જેને તેને મળે નહિ. મહાભાગ્યવાનને આવી ઉત્તમ સામગ્રીને ભેટે થઈ જાય. આ સામગ્રીની કિંમત જેને સમજાઈ જાય તે કદાચ ગરીબમાં ગરીબ હોય તે પણ એને એમ થાય કે મારું પુણ્ય ઘણું ચઢિયાતું છે. - મહાન પુણ્યોદયે બધી સામગ્રીને ગ મળી ગયે, પણ એ યોગને આપણે જાતે જ સફળ બનાવવાનો છે. દિવસે જતા જાય છે અને આ માનવભવનું આયુષ્ય ઘટતું કાર્ય છે. અહીંથી કોઈ પણ બીજા ભવમાં જવાનું છે એ નક્કી છે. અહીં જે મળેલી સામગ્રીને સફળ કરવાનું બને નહિ, તો પછી આવી સામગ્રી ફરીને કયારે મળશે એ તે જ્ઞાની જાણે, માટે આપણી તે એ જ ઈચ્છા હોવી જોઈએ કે હું જલ્દી મોક્ષને કેમ મેળવું? મારા મહાન પુણ્યોદયે આવી દુર્લભ સામગ્રીઓ મને મળી ગઈ છે તે આ બધાને હું એવો સદુપયોગ કરી લઉં કે માત્ર થોડાક ભામાં હું સંસારથી છૂટી જાઉં અને મોક્ષને પામી જાઉં. સંસાર તે અનાદિકાળથી છે. અનંતાનંત કાળે પણ સંસારનો અંત આવવાને નથી, પણ આપણે પોતે વિવેકી બનીને પ્રયત્નશીલ બનીએ તે સંસાર અનાદિકાલીન હોવા છતાં આપણા સંસારનો અંત જરૂર આવી જાય. સમગ્ર સંસારને અંત નથી આવવાને. એથી કાંઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણામાં એ તાકાત છે કે આપણે આપણું પોતાના સંસારનો અંત જરૂર લાવી શકીએ. સંસાર તે ચાલુ રહે અને આપણે મોક્ષને પામી શકીએ.
મોક્ષને પામવા માટે મેક્ષના માર્ગ પર યથાર્થ શ્રદ્ધા કરવી પડશે. કહેવત છે કે, આસતા સુખ સાસતા” આસ્થા (શ્રદ્ધા) થી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ભૂતકાળ તરફ નજર કરીશું તે દેખાશે કે અહંનકજી, કામદેવજી, મંડુક શ્રાવક, કૃણ– વાસુદેવ આદિ સમ્યક દૃષ્ટિ શ્રાવકે કેટલી બધી દઢ શ્રદ્ધાના ધારક હતા. મંડુક શ્રાવકની