________________
૨૫૬
શારદા રત્ન
સમયે સસરાજી ટપાલ લઈને આવ્યા. તેમનું માં પડી ગયેલું હતું. સુશીલા કહે છે બાપુજી! આપનું મુખ કેમ આજે પડી ગયું છે ? કંઈ થયું તે નથી ને ! ના બેટા ! તારા પિયરથી પત્ર આવ્યો છે. તમારા બાની ગંભીર સ્થિતિ છે. તમને ત્યાં તેડાવે છે. સુશીલા તેના માબાપને એક જ દીકરી છે. ચાર ચાર ભાઈની લાડીલી બેન છે. સુશીલાના સસરા કહે છે વહુ બેટા! તમે પિયર જઈ આવે. તેનું મન વિચારોમાં અટવાવા લાગ્યું. અહીં માંદગીના બિછાને પડેલા આ મારા સાસુને રેઢા મૂકીને જાઉં પણ કેવી રીતે? હું જાઉં તે અહીં ચાકરી કેણ કરે ? નાના છોકરાઓની સંભાળ કેણ લે? | માતાની હિત શિખામણ બાપુજી! હું પરણીને સાસરે આવી ત્યારે મારી માતાએ મને શિખામણ આપી હતી કે બેટા ! તું પરણીને સાસરે જાય છે. હવે તારું સાસરું એ તારું ઘર છે. ત્યાં સુખ મળે, દુઃખ મળે, જે મળે એને તારા હૈયામાં સમાવી લેજે. તારા પતિના સગા એ હવે તારા સગા બન્યા છે. તારી સાસુ એ હવે તારી મા છે. તેમને મા કરતાં પણ અધિક માનજે. એમની સેવા કરવામાં પાછું વાળીને જઈશ નહિ. તારા સસરા એ હવે તારા પિતા છે. તારા દિયર એ તારા ભાઈ છે. તારી નણંદ એ તારી બેન છે. આ રીતે બધાની સાથે રહેજે. સસરાજીએ કહ્યું બેટા ! એ વાત સાચી પણ તારા સાસુને હવે ઠીક છે. એમની તબિયત ગંભીર નથી. બે દિવસ અમે ચલાવી લઈશું. તે ત્યાં જઈશ તે તને તારી બા નું મુખ જોવા મળશે.
* મહેશ કહે, સાસુને પડી રહેવા દે, એના કર્યો એ ભેગવશે. એમણે તને ઓછું દેખ આપ્યું છે? સુશીલાના મનમાં જરા પણ આવા ભાવ નથી આવતા તે વિચારે છે, અત્યારે મારું કર્તવ્ય શું ? મારા સાસુની સેવા કરવી એ મારું પહેલું કર્તવ્ય છે. એમ માનીને તે પિયર ન ગઈ. ત્રણ દિવસ થયા ત્યાં સમાચાર આવ્યા કે એની બા ગુજરી ગયા છે. આ સમાચારથી સુશીલાને ખૂબ આઘાત લાગ્યો. છતાં સાસુની સેવામાં ખામી આવવા દીધી નહિ. બધા લોકો બેડો છે, શું સુશીલા છે ! આવી ગુણીયલ વહ મળવી મુશ્કેલ છે. વધુ મળો તે આવી મળજો. તેણે જનેતા માતા કરતાં પણ ડોશીમાને સવાયા સાચવ્યા છે. શું તેમની ખંતથી સેવા કરે છે ! બધા સુશીલાના ખૂબ વખાણ કરવા લાગ્યા. સાસુએ વહુ પર જુલમ ગુજારવામાં બાકી નથી રાખી, અને અતિ કલેશથી કંટાળીને મહેશ અને સુશીલા જુદા મકાનમાં રહેવા ગયા, ત્યારે આ સાસુએ રસોઈ કરવા એક વાસણ પણ નથી આપ્યું કે પહેરવા બીજા એક જોડી કપડા પણ આપ્યા નથી. સુશીલા જુદી રહી તે પણ દિવસમાં બે વાર સાસુના ઘેર આવતી. ભલે, સાસુને બોલવું હોય તે બોલે. એના દિયર અને નણદ તે ભાભીની સાથે એવા હળીમળી ગયા હતા કે ભાભી વિના એમને ગમતું નહિ. દિવસે પાંચ છ વાર ભાભીને ઘેર આવતા. સુશીલા કેઈ કોઈ વાર પિયર જતી, પણ પોતાના દુઃખ બાબતને એક શબ્દ પણ ઉચારતી ન હતી.
સાસુનું પરિવર્તન : સુશીલાની રાત-દિવસની સેવા ફળી. જમનામાને દિવસે દિવસે સારું થતું ગયું. જમનામાં હવે પોતે જુએ છે કે અત્યારે મારી પાસે રાત-દિવસ