________________
શારદા રત્ન
૩૦૫
કહ્યુ', જો, આજે તા આપણને લાડવા મળ્યા છે. ભીલડી કહે—લાડવાનું ભાજન આપણે ન ખવાય. આપણે તેા રોટલા ને દાળ ખાવાના. ભીલે ભીલડીના કહેવાથી રોટલા ખાધા ને લાડવા મૂકી રાખ્યા. હવે ભીલડી કહે છે આપણે આ લાડવાને વેચી દઈશું તા પૈસા આવશે, તેમાંથી ચાર દિવસના રોટલા નીકળશે. આપ ગામમાં જાવ ને આ લાડવા વેચી આવેા. ભીલડીના કહેવાથી ભીલે લાડવાની પોટલી બાંધી અને પાટણપુર નગરમાં લાડવા વેચવા ગયા. ગામમાં એક કઢાઈની દુકાને તેણે લાડવા વેચ્યા, અને લાડવાના જે મૂલ્ય હતા તે લીધા. ભીલ તા પૈસા લઈને રવાના થયા. લાડવા કઢાઈ ને ત્યાં આવ્યા. કોઈ એ એ લાડવાને થાળમાં બરાબર ગાઠવીને બહાર મૂકવા. મીઠાઈ આના થાળ ભરેલા હતા. એની સાથે થાળને ગેાઠવ્યા. કંદોઈની દુકાને મીઠાઈ લેવા ગ્રાહકાની ભીડ જામે છે, હવે શું બન્યું ?
ઇધર ઉદયચંદ્ર શેકે, આયા કુછ મહેમાન, મુનિમને ઝટ ભેજિયા, ત્યાઆ શેર પકવાન
આ બાજુ ઉદયચંદ્ર શેઠને ત્યાં અચાનક મહેમાન આવ્યા, એટલે જલ્દી રસેાઈ શું થાય ? તેથી શેઠ મુનિમને કહે છે, આપ કોઇને ત્યાં જાવ સારી મીડાઈ લઈ આવેા. શેડની આજ્ઞા થતાં મુનિમ મીઠાઈ લેવા ગયા. તેમાં આ જ કંદોઈની દુકાને જઈ ચઢ્યો. આ કંદોઈની દુકાન ગામમાં ખૂબ પ્રખ્યાત હતી. મુનિમે બધી મીઠાઇઓ જોઈ પણ લાડવા ગમી ગયા. તેથી ચાર લાડવા લીધા. એ મહેમાન છે એટલે થઇ રહેશે. તેમ માની ચાર લાડવા લીધા. મુનિમ જલ્દી લાડવા લઈને ઘેર આવ્યા. આવીને શેઠને બતાવ્યા. શેઠ લાડવા જોઇને એળખી ગયા, કે આ લાડવા મારા લાગે છે. તમારી કોઈ વસ્તુ હાય તેા ઓળખી જાવ ને ! તેમ આ શેઠ એળખી ગયા, પણ લાડવા જોતા શેઠના હાશકાશ ઉડી ગયા. અ૨૨૨...મે' તે આ લાડવા સાગરદત્ત શેઠને આપ્યા હતા ને અહા કચાંથી આવ્યા ? છતાં ચાક્કસ ખાત્રી કરવા શેઠે લાડવા ભાંગ્યા, તા એ લાડવામાંથી એ રત્ના નીકળ્યા. એટલે ચાક્કસ ખાત્રી થઈ કે આ લાડવા મારા છે. સાગરદત્ત શેઠ કોઈ હિસાબે લેતા ન હતા. તે પણ પરાણે આવી રીતે લાડવામાં રત્ન મૂકીને આપ્યા કે જેથી દુઃખી ન થાય, પણ તેમના નસીખમાં આ ભાગવવાનું નહિ હોય.
એ લાડવામાંથી રહ્ના નીકળ્યા એટલે શેઠે મુનિમને જલ્દી બાલાવ્યેા ને કહ્યું, તમે જે કંદોઈની દુકાનેથી લાડવા લાગ્યા હાય તેમને ત્યાં ખીજા જેટલા હૈાય તે બધા લઈ આવા. જરાપણ વાર કરશે! નહિ, જલ્દી જાવ. મુનિમજી ગયા ને કહ્યું, અમારે મહેમાનને પીરસવા માટે લાડવા એછા પડ્યા છે માટે જેટલા લાડવા હાય તેટલા તાળી આપેા. મુનિમજી બધા લાડવા લઈને ઘેર આવ્યા. શેઠને બતાવ્યા. લાડવા ભાંગીને જોયા તા પેાતાના રત્ના બધા પેાતાને ત્યાં આવ્યા. શેઠના ભાગ્યમાં ન હેાય તે કયાંથી ભાગવાય ? ઉદયચ'દ્ર શેડ મનમાં વિચાર કરે છે કે ભાગ્ય વિના ભાગ્યશાળી ન થવાય. જ્યારે પાપ ઉદયમાં આવે છે ત્યારે કોઈ પ્રેમથી વસ્તુ આપે તે પણ તે કામમાં આવતી નથી,
२०