________________
૩૧8
શારદા રેન - ઠાણુગ સૂત્રના પહેલે ઠાણે ભગવાને બેલ્યા છે કે જે ગાયા, ને વળે, ને
છે, જે વિત્ત, જે મોશે, આત્મા એક છે. આત્મા કોને કહેવાય? અતિ તત્ત જાતિ કનોતિ ઘણીવાનું પર્યાયાન હત્યામ ! જે પોતાની પર્યાને નિરંતર પ્રાપ્ત કરતો રહે છે તેનું નામ આત્મા. આ વ્યાખ્યા સંસારી આત્માઓની અપેક્ષાએ કહી છે. કારણ કે સંસારી આત્માઓ નિરંતર ચતુર્ગતિરૂપ સંસારમાં ગમન કર્યા કરે છે. મુક્ત જીવમાં પણ ભૂતપૂર્વ નયની અપેક્ષાએ આ અર્થ ઘટાવી શકે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આ આત્મા એક અખંડ દ્રવ્ય રૂપ છે, અને જ્યારે પ્રદેશાર્થતાની અપેક્ષાએ આત્માને વિચાર કરવામાં આવે ત્યારે તે અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી અનેકરૂપ પણ છે. જૈન દર્શનમાં દરેક વસ્તુને વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બંનેના આધારે કર્યો છે. આ રીતે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા એક છે.
હવે “નાળે” ! જ્ઞાન એક છે. જ્ઞાન કોને કહેવાય? પદાર્થના યથાર્થ સ્વરૂપને જેના દ્વારા જાણી શકાય છે તે જ્ઞાન છે. જ્ઞાનાવરણીય ક્ષય અથવા ક્ષેપશમ રૂપ જ્ઞાન છે. અથવા જ્ઞાતિ-જાણવા રૂપ ક્રિયાને જ્ઞાન કહે છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, કેવળજ્ઞાન. આ રીતે જ્ઞાન અનેક પ્રકારનું છે. પણ જીવમાં એક સમયે એક જ ઉપગને સદ્દભાવ હોય છે. તે દૃષ્ટિએ વિચારતાં જ્ઞાનમાં એકતા દેખાય છે. જો કે લબ્ધિના પ્રભાવથી એક સમયે એક જીવમાં અનેક જ્ઞાનને સદભાવ હોઈ શકે છે. ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે નાથ! એક સાથે જીવને કેટલા જ્ઞાન હોઈ શકે? ભગવાને કહ્યું, જીવને એક સાથે બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન હોય છે, પણ પાંચ ન હોય. જ્યારે જીવને બે જ્ઞાન હોય ત્યારે મતિ અને શ્રત, ત્રણ હોય ત્યારે મતિ, શ્રુત અને અવધિ, અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ. અને ચાર હોય ત્યારે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવજ્ઞાન અને એક હોય ત્યારે કેવળજ્ઞાન હેય. આ રીતે જીવમાં અનેક જ્ઞાનને સદભાવ હોઈ શકે છે, પણ ઉપયોગની અપેક્ષાએ તે એક જીવમાં એક સમયે એક જ્ઞાન હોય છે. કારણ કે જીવ એક સમયે એક જ ઉપગવાળો હોય છે.
જે સળે દર્શન એક છે. દર્શન કોને કહેવાય? જેના દ્વારા સમ્યફ શ્રદ્ધા થાય તેનું નામ દર્શન. જે કે શ્રદ્ધારૂપ પરિણામના અનેક ભેદ કહ્યા પણ જીવને એક સમયમાં એક જ શ્રદ્ધા થતી હોય છે, તેથી જ ને દર્શન એક છે.
ઘરે જ િચારિત્ર કોને કહેવાય? મેક્ષાભિલાષી જીવે દ્વારા જેનું સેવન કરવામાં આવે છે તેનું નામ ચારિત્ર છે, અથવા જેના દ્વારા મુક્તિમાં જવાય છે તેનું નામ ચારિત્ર, અથવા આઠ પ્રકારના કર્મોના સમૂહને જેના દ્વારા આત્મા પરથી દૂર કરવામાં આવે છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર મેહનીયના ક્ષયથી અથવા ક્ષયોપશમથી આ ચારિત્ર ઉત્પન્ન થાય છે. તેથી તે આત્માનું એક વિરતિ રૂપ પરિણામ વિશેષ છે. જો કે