________________
a૧૪
શારદા રત્ન વ્યાખ્યાન નં. ૩૪ શ્રાવણ વદ ૪ મંગળવાર
તા. ૧૮-૮-૮૧ અનંત કરૂણાસાગર, શૈલેય પ્રકાશક એવા ભગવાન ભવ્ય જીના આત્મકલ્યાણને . ઉપદેશ આપતા સમજાવે છે કે હે જીવ!
कर्ममय संसारः संसार निमिकिं पुनर्दु :खम् ।
तस्माद् रागद्वेषाद् यस्तु भवसन्ततेमूलम् ॥ કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે દુઃખ છે, માટે રાગ દ્વેષ વગેરે ભવપરંપરાનું મૂળ છે.
અસંખ્ય એજનના વિસ્તારમાં અને ચાર ગતિઓના વિભાગમાં રહેલો આ સંસાર શું છે? આ નારકીપણું, તિર્યચપણું, મનુષ્યપણું અને દેવપણું શું છે? સમગ્ર સંસાર કર્મોને વિકાર છે. આત્માની વિભાવદશા પણ કર્મોને આભારી છે ને ! કર્મોએ આત્માની સ્વભાવદશાને આવૃત્ત કરેલી છે. દેવપણું હો કે મનુષ્યપણું, તિર્યચપણું હો કે નારકપણું, આ બધી આત્માની વિભાવદશા-અવસ્થાઓ છે. આત્મા સાથે સંલગ્ન કર્મોમાંથી ઉદ્દભવેલી વિકારી દશા છે. સમગ્ર સંસાર કર્મમય છે, કારણ કે સમગ્ર સંસાર જીવમય છે. સંસારની એવી એક ઈંચ જેટલી..એક દોરા જેટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં જીવ ન હોય. ભગવાને બે પ્રકારના જીવો બતાવ્યા. સિદ્ધના છે અને સંસારી છે. સિદ્ધ ભગવાન તે સિવાયના તમામ છ સાધુ-સાધ્વી બધાને સંસારી જીવોમાં સમાવેશ થઈ જાય છે,
કારણ કે હજુ કર્મો તે તેમને પણ લાગેલા છે. સંસારની ચાર ગતિમાં રહેલા સર્વ અને કર્મો ચૂંટેલા છે. માટે સંસાર કર્મમય છે.
આ સંસાર સર્વ દુઃખનું કારણ છે. ભગવાન બોલ્યા છે, “કહો દુઃણો દુ સંસાર” આશ્ચર્ય છે કે આ આ સંસાર દુઃખમય છે. જેમાં સર્વ જીવો દુઃખ ભોગવી રહ્યા છે. પાપના કારણે જીવ નરકગતિમાં જાય છે, ત્યારે પરમાધામીઓ દ્વારા અને ત્યાંના ક્ષેત્રથી થતી ઘેર પીડાઓ અનુભવે છે. આપણે વર્તમાનમાં નરકમાં નથી માટે નરકની વેદનાઓ આપણને નથી. એવી રીતે જે પશુ-પક્ષીની તિર્યંચ યોનિમાં છે તે જ તિર્યચનિની પીડાઓ તેમજ પરાધીનતાના દુઃખ ભોગવે છે. મનુષ્યને એ પીડાઓ કેમ નથી ભોગવવી પડતી ? કારણ કે એ અત્યારે તિર્યંચગતિના સંસારમાં નથી. આપણે બધા મનુષ્યગતિમાં છીએ માટે મનુષ્ય જીવનના શારીરિક અને માનસિક
છે અનુભવીએ છીએ. દેવલોકના દેવોને પણ માનસિક દુઃખ તે હેય. પછી ભલેને બધા કરતાં ઓછા હોય, પણ છે તે ખરા.
અ-વાતે ઉપરથી આપણને એ સમજવા મળે છે કે તમે સંસારમાં જે સુખની શોધ કરી રહ્યા છે તે સુખની શોધ કરવી છોડી દે. સંસારમાં ક્યાંય શુદ્ધ અને શાશ્વત સુખ છે નહીં. જ્યાં સુધી જીવ સંસારની ચાર ગતિમાંથી ગમે તે ગતિમાં હોય પણ ત્યાં સુધી શારીરિક અને માનસિક દુઃખે રહેવાના. સંસારનાં દુઃખે સાથે જીવવાનું છે,