________________
શારદા રે
૩૧૩ આવી પહોંચી. મનુષ્યમાં પણ અનાર્ય દેશ રૂપ સમુદ્રોને ઓળંગી આર્યદેશરૂપ શાંત સમુદ્રમાં પહોંચી. અને ઉત્તમ કુળરૂપ સમુદ્રના કિનારે આવી છે. મનુષ્ય જન્મમાં આવ્યા પછી બાલપણમાં ઓરી, શીળી, આદિ તેફાનોમાં સ્ટીમર ગોથા મારે છે, ત્યાંથી આગળ વધી યુવાનીમાં તે સહીસલામત પહોંચી, ત્યાં કર્મચાગે અશાતા વેદનીયના પ્રબળ જેરથી ૧૬ મહારોગ તથા પ્રમેહાદિ ૫ કરોડ ૬૮ લાખ ૯૯ હજાર ૫૮૪ રોગ કે જે ઔદારિક શરીરમાં સત્તા રૂપે રહ્યા છે તે વિદન કરે. તેમાં પણ પુણ્યને ઉદય હોય તો તે વિનેથી દૂર સ્ટીમર બંદરમાં આવીને ઉભી રહે. હવે માલ ઉતારવાનો સમય આવ્યો. માલ કયો ? પાંચ મહાવ્રત, ૧૨ વ્રત તેમજ દાન, શીયળ, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, પરોપકાર આદિ કિંમતી માલ છે. તે માલ ઉતારવાનો સમય આવ્યો ત્યારે પાંચ પ્રમાદ, તેર કાઠીયા, જે અશુભ કર્મ રૂપ છે તે આ રને ઉતારવાની વાત તો બાજુમાં રહી પણ તેના દર્શન પણ કરવા દેતા નથી. સંત રૂપી ખલાસીઓ તમને પડકાર કરીને બોલાવે છે, અને કહે છે કે હે મહાનુભાવો ! તમારી આ માનવ જન્મ રૂપી સ્ટીમર ઘણા ખે વેઠીને કિનારે આવી છે. તેમાં અમૂલ્ય કિંમતી માલ કે જે જીવને મોક્ષ અપાવે એવો માલ ભર્યો છે તે ઉતારો. તે માલથી ભવોભવનું દારિદ્ર ટળી જશે. કયારે પણ દુઃખ નહિ રહે, પણ મોહમાં મૂઢ બનેલા, અજ્ઞાનમાં અંધ બનેલા છે એ ખલાસી સમાન સંતોના હિતકારી, કલ્યાણકારી, પથ્યકારી વચનને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે. અથવા તે સંતાને એમ કહે છે, આટલી બાજી પૂરી કરીને પછી ઉતારીશ, પણ તેમ કરતા તે પેલા શેઠની જેમ સૂર્યાસ્ત થઈ જાય ને રાત્રી પડી જાય છે, ને પછી સંસારના તોફાનમાં પાયમાલ થઈ જાય છે.
અહીંયા જ્ઞાની સમજાવે છે કે સ્ટીમર સમાન મનુષ્ય જન્મ છે. ખલાસી સમાન સંતે છે. જીવ સંસાર રૂપ બાજીમાં રાગ દ્વેષ રૂપી પાસા અને સોળ કષાય રૂ૫ સોગઠાથી બીજી રમી રહ્યો છે. સૂર્યાસ્ત થતાં અંધકાર છવાઈ જાય તેમ મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર છવાયેલ છે અને જે એકાએક તોફાન થયું તેમ મરણ એકાએક કયારે આવશે તેની ખબર નથી. છતાં જે જીવ સમજે નહિ, તે આ કિનારે આવેલી સ્ટીમર ચતુર્ગતિ રૂપ સંસાર સાગરમાં ડૂબી જશે. પછી તેને પત્તો પડવો મહામુશ્કેલ થઈ જશે. માત્ર લાભ એ થયો કે જ્યાં સુધી પ્રથમ સ્ટીમર ચાલી ન હતી ત્યારે અવ્યવહાર રાશિવાળો ગણાત હતું. જ્યારે હવે તે સ્ટીમર ચાલી એટલે તે વ્યવહાર રાશિમાં દાખલ થે. હજુ જે જીવ સમજે નહિ ને પ્રમાદમાં પડ્યો રહે છે તે પાછો અનંત કાળ રખડવાને માટે મહાપુરૂષ છોને વારંવાર આવા ન્યાયે આપને સમજાવે છે કે હે જી ! તમે પ્રમાદ કરશો નહિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નત્રયની આરાધના કરે. આ સમય ફરી ફરીને મળશે નહિ. પ્રમાદી જીવ પાપનું આચરણ કરે છે, હિંસા કરે છે, અને પાપના કટુ ફળ ભોગવતા તેને કઈ શરણ આપનાર નથી. માટે ક્ષણભંગુર જીવનમાં પ્રમાદ છેડી આત્મ સાધનામાં લીન બની જાવ તે કલ્યાણ થશે. વિશેષ ભાવ અવસરે.